Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti Part-3
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 134
________________ જ્ઞાનમંજરી સર્વસમૃદ્ધષ્ટક - ૨૦ ૫૯૧ ટીકા :- ‘યા સૃષ્ટિવંાળ કૃતિ' યા સૃષ્ટિ-રચના, બ્રહ્મળો-વિધાતુ: સા વાચાलोकोक्तिरूपा असत्या । पुनः बाह्या अपेक्षा, तस्या अवलम्बना- अवलम्बिका । मुनेः-स्वरूपसाधनसिद्धिमग्नस्य अन्तः - मध्ये आत्मनि व्यापकरूपा गुणानां सृष्टि:रचना गुणप्राग्भावप्रवृत्तिपरिणतिरूपा, बाह्यभावतः अधिका । कथम्भूता गुणसृष्टिः ? परानपेक्षा परेषामनपेक्षा - अपेक्षारहिता, पराश्रयालम्बनविमुक्ता स्वरूपावलम्बनपरा गुणरचना, सा सर्वतोऽधिका इति ॥७॥ વિવેચન :- આ શ્લોકમાં મુનિ બ્રહ્માથી કંઈ ન્યૂન નથી, પરંતુ અધિક છે તે વાત સમજાવે છે - બ્રહ્માની એટલે કે વિધાતાની જે બાહ્યરચના છે અર્થાત્ આ જગત બ્રહ્માએ બનાવ્યું છે. આવી વાત જગતમાં પ્રસિદ્ધ છે તે માત્ર લોકોક્તિરૂપ જ છે વાસ્તવિક નથી, અર્થાત્ સત્ય નથી. કારણ કે બ્રહ્મા જગત્કર્તા સંભવી શકતા નથી. જો બ્રહ્માએ બનાવ્યું હોય તો પરમાત્મા તો દયાળુ હોવાથી સુખી જ જગત બનાવે, દુઃખી શા માટે બનાવે ? તથા કોઈ જગત્કર્તા નથી એવું માનનારા અમે જૈનો તો બ્રહ્માને જગત્કર્તા માનનારાના પક્કા શત્રુ કહેવાઈએ. તો પરમાત્માએ પોતાના જ શત્રુ એવા અમને–જૈનોને કેમ બનાવ્યા ? ઈત્યાદિ યુક્તિથી બ્રહ્મા જગત્કર્તા છે આ વાત માત્ર લોકોકિત જ છે. આમ સમજવું. પણ સત્ય નથી. વળી આ જગતની રચના જો બ્રહ્માએ કરી હોય તો પણ તે રચના બાહ્ય-પદાર્થોની અપેક્ષાવાળી છે, અવલંબનવાળી છે. જેમકે એક ઘટ બનાવવો હોય તો પણ કુંભાર-દંડચક્ર-ચીવરાદિ સામગ્રી જોઈએ એવી જ રીતે એક પટ બનાવવો હોય તો વણકર-તુરી વેમાદિ સામગ્રી જોઈએ. આમ પરાવલંબિની રચના હોવાથી બાહ્ય છે. પરંતુ મુનિમહારાજા પોતાના આત્માની અંદર ગુણોની જે પ્રાપ્તિ કરે છે તે બાહ્ય ભાવની રચના કરતાં ઘણી જ અધિક છે. કારણ કે આ મુનિ કેવા છે ? આત્માના શુદ્ધ સ્વરૂપની સાધનાની સિદ્ધિ કરવામાં જ મગ્ન બનેલા મુનિ મહારાજા છે. તે પોતાના આત્માની અંદર જ વ્યાપકપણે ગુણોની સૃષ્ટિ કરવી - રચના કરવી એટલે કે ગુણોનો જ આવિર્ભાવ કરવો. આમ આવિર્ભાવ કરવાની પ્રવૃત્તિમાં જ પરિણત થવાવાળા છે. આ આત્મિક ગુણોની સૃષ્ટિ બાહ્ય ભાવની સૃષ્ટિ કરતાં ઘણી અધિક છે. કારણ કે આ ગુણસૃષ્ટિ કેવી છે ? તે કહે છે – ૫૨૫દાર્થોની અપેક્ષા રહિત એવી આ ગુણસૃષ્ટિ છે. આત્માની અંદરના ગુણોને પ્રગટ - કરવામાં બાહ્ય એવા કોઈપણ પદાર્થનો આશ્રય લેવો પડતો નથી. તેથી તે બાહ્ય પદાર્થ રૂપ આલંબન વિનાની કેવલ પોતાના સ્વરૂપના જ આલંબનવાળી એવી આ ગુણોના પ્રાભાવની (આવિર્ભાવની) રચના છે. તેથી તે ગુણસૃષ્ટિ બાહ્યસૃષ્ટિ કરતાં ઘણી જ અધિક છે.

Loading...

Page Navigation
1 ... 132 133 134 135 136