Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti Part-3
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 129
________________ સર્વસમૃદ્ધષ્ટક - ૨૦ જ્ઞાનસાર ટીકા :- “નવદ્રોતિ'' મુનિ:-મેવજ્ઞાનગૃહીતાત્મધ્યાન:, નાયલોòશવદ્उरगपतिवद् भाति, किं कुर्वन् ? क्षमां पृथिवीं मुनिपक्षे क्रोधापहरणपरिणतिःवचन-धर्मात्मिका क्षमा, तां रक्षन् धारयन् इति । उरगपतेः क्षमाधारकत्वं लोकोपचारतः, न हि रत्नप्रभाद्याः भूमयः केन धृताः, उपमा तु महत्त्वज्ञापिका सामर्थ्यज्ञापिका च । पुनः कथम्भूतो मुनिः ? नवं यद् ब्रह्मज्ञानं, तदेव सुधा, तस्याः कुण्डम्, तस्य निष्ठा-स्थितिः, तस्याः अधिष्ठायकः, इत्यनेन तत्त्वज्ञानामृतकुण्डથૈર્યક્ષ: કૃતિ ॥૪॥ ૫૮૬ વિવેચન :- “નાગરાજે આ પૃથ્વી ઉચકેલી છે” આવી લોકોકિત છે. જો કે રત્નપ્રભાનારકી આદિ આ સઘળી પૃથ્વીઓ કોઈ વડે ધારણ કરાયેલી નથી. લોકસ્વભાવે જ આ સ્થિતિ છે અને ઘનોદધિ, ઘનવાત, તનવાત અને આકાશ ઉપર લોકસ્વભાવે આ પૃથ્વીઓ રહેલી છે. તો પણ લોકોપચાર એવો છે કે આ પૃથ્વી શેષનાગે-નાગરાજે ઉપાડેલી છે. આ ઉપમા એટલા માટે અપાય છે કે નાગરાજમાં એટલી બધી શક્તિ છે કે જેઓએ સઘળી પૃથ્વી ઉચકેલી છે. આવા પ્રકારની તે લોકોકિત શેષનાગની મહત્તા સૂચવે છે અને તેમાં કેટલું બધું સામર્થ્ય છે કે જેણે સમસ્ત ભૂમિ ઉંચકી છે. તેમ આ મુનિ ક્ષમાને (ક્ષમાગુણને) ધારણ કરનારા છે. ઉપકાર, અપકાર, વિપાક, વચન અને ધર્મના ભેદથી ક્ષમાગુણના પાંચ ભેદો છે. કોઈ વ્યક્તિએ આપણા ઉપર ઉપકાર કર્યો હોય, તે ઠપકો આપે ત્યારે ક્ષમા રાખીએ તે ઉપકારક્ષમા, સામે કોઈ વ્યક્તિ વધારે નુકશાન કરે તેમ હોય ત્યારે ક્ષમા રાખીએ તે અપકારક્ષમા, ક્રોધનો વિપાકફળો ઘણાં માઠાં છે એમ વિપાકના ભયથી ક્ષમા રાખીએ તે વિપાકક્ષમા, જિનેશ્વરપ્રભુનું વચન છે–આશા છે કે જીવે ક્ષમા રાખવી જોઈએ તે વચનક્ષમા અને ક્ષમા રાખવી એ આત્મધર્મ છે એમ સમજીને ક્ષમા રાખવી તે ધર્મક્ષમા. આ પાંચમાંથી પ્રથમની ત્રણ ક્ષમા કોઈને કોઈ કારણને વશ થઈને રખાય છે તેથી તે ક્ષમા છે પણ સર્વોત્તમ નથી. પરંતુ છેલ્લી બે ક્ષમા જિનેશ્વરપ્રભુની આજ્ઞા પ્રત્યેનું મહત્ત્વ અને આત્માની ધર્મભય ભાવના વિશેષ હોવાથી શ્રેષ્ઠ છે. છેલ્લી બે ક્ષમાને ધારણ કરનારા મુનિ નાગરાજની જેમ શોભે છે. નાગરાજના પક્ષમાં ક્ષમાનો અર્થ પૃથ્વી કરવો અને મુનિના પક્ષમાં ક્ષમાનો અર્થ ક્ષમાગુણ કરવો. ટીકાના પદોના અર્થો આ પ્રમાણે છે –

Loading...

Page Navigation
1 ... 127 128 129 130 131 132 133 134 135 136