Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti Part-3
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 127
________________ ૫૮૪ સર્વસમૃત્યષ્ટક - ૨૦ જ્ઞાનસાર વિવેચન - આ ગાથામાં ચક્રવર્તીની સાથે મુનિની તુલ્યતા સમજાવે છે. જેમ ચક્રવર્તી બાહ્યસુખથી સુખી છે તેમ મુનિ આંતરિક સુખથી સુખી છે તેથી મુનિ શું ચક્રવર્તી નથી? અર્થાત્ મુનિ ચક્રવર્તી પણ છે. ચક્રવર્તી પાસે પુણ્યોદયથી ૧૪ રત્નવિશેષ હોય છે. તેમાં એક ચર્મરત્ન અને એક છત્રરત્ન પણ હોય છે. જ્યારે જ્યારે ચક્રવર્તી રાજા છ ખંડ જિતવા નીકળે છે ત્યારે ત્યારે આ ચૌદ રત્નો યથાસ્થાને સહાયક થાય છે. ભરતક્ષેત્રના બરાબર અર્ધા ભાગે પૂર્વ-પશ્ચિમ લાંબો વૈતાદ્યપર્વત છે તેનાથી ભરતક્ષેત્રના બે ભાગ કરાયા છે. નીચેનો ભાગ દક્ષિણભરત અને ઉપરનો ભાગ ઉત્તરભરત કહેવાય છે. તેમાં પણ ઉત્તર-દક્ષિણ વહેતી ગંગા-સિંધુ બે નદી છે. જેથી ભરતક્ષેત્રના છ ભાગ થાય છે. ST || ત્યાં દક્ષિણાર્ધ મધ્ય ખંડના સાડા પચ્ચીશ આર્ય દેશને છોડીને શેષ ભાગમાં જે રાજાઓ હોય છે. તે મ્લેચ્છ રાજાઓ કહેવાય છે. મ્લેચ્છ એટલે હલકી પ્રકૃતિવાળા અર્થાત્ અનાર્ય, સંસ્કાર વિનાના મનુષ્યો. ચક્રવર્તી રાજા જયારે અનાર્ય દેશોને જિતવા જાય છે ત્યારે સ્વેચ્છરાજાઓ પોતાના આરાધ્યદેવો દ્વારા તે ચક્રવર્તી રાજા ઉપર તથા તેના સૈન્ય ઉપર સખત વરસાદ વરસાવે છે. ત્યારે ચક્રવર્તી રાજા પોતાના સૈન્યની રક્ષા માટે ચર્મરત્ન અને છત્રરત્નનો ઉપયોગ કરે છે. ચર્મરત્નથી ૧૨ યોજન લાંબી પોતાની સેનાને સુખે સુખે રહેવાય-બેસાય-ઉઠાય એવી મોટી ચાદરતુલ્ય નીચેનું નિવાસસ્થાન બનાવે છે અને છત્રરત્નથી તે નિવાસની ઉપર છત્ર-ઢાંકણ બાર યોજન લાંબુ-પહોળું બનાવે છે. તેમાં રહેલું સૈન્ય સુરક્ષિત બની જાય છે. નીચેથી રહેવાની ભૂમિ અને ઉપરથી ઢાંકણ આવતાં સૈન્યની સુરક્ષા થઈ જાય છે. આ ચક્રવર્તી રાજાની જેમ મુનિ મહારાજા પાસે સમ્યક એવી ધર્મક્રિયા અને સમ્યક એવું જ્ઞાન આ બન્ને ચર્મ અને છત્રરત્ન તુલ્ય રત્નો હોય છે. ચક્રવર્તી રાજ ઉપર મ્લેચ્છ રાજાઓ વરસાદ વરસાવે છે તેમ મુનિ મહારાજા ઉપર તેઓને ભ્રષ્ટ કરવા માટે મોહરાજા રતિ-અરતિ-કામવાસના-ક્રોધ-માન-માયા-લોભ-હાસ્ય-શોક ઈત્યાદિનો વરસાદ કરે છે. ત્યારે મુનિમહારાજા પણ સમ્યક્રક્રિયા અને સમ્યજ્ઞાન આ બન્ને રત્નોનો જ વિસ્તાર કરીને તેમાં જ સુરક્ષિત થયા છતા મોહરાજાએ કરેલી વિકારોરૂપી વૃષ્ટિનું નિવારણ કરે છે. આ રીતે મુનિમહારાજા ચક્રવર્તી નથી એમ નહીં, પરંતુ ચક્રવર્તી પણ છે. મુનિમહારાજા પોતાના આત્માને સમ્યક્રક્રિયામાં અને સમ્યજ્ઞાનમાં એવો એકાગ્ર-તન્મય કરી લે છે કે મોહરાજાના સઘળા પ્રયત્નો નિષ્ફળ જાય છે. વિકારો થતા નથી.

Loading...

Page Navigation
1 ... 125 126 127 128 129 130 131 132 133 134 135 136