Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti Part-3
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 122
________________ જ્ઞાનમંજરી સર્વસમૃદ્ધષ્ટક - ૨૦ ૫૭૯ હોય ત્યારે પોતાના અનંતગુણોની પારમાર્થિક સંપત્તિ પોતાના આત્મામાં જ ભાસે છે ? તે જણાવે છે કે – - અનાદિકાલીન મોહની વાસનાના જોરે પાંચે ઈન્દ્રિયોના વિષયભૂત રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દના વિષયમાં જ જીવોની જે દૃષ્ટિ દોડે છે તેના જ વિષયભોગમાં ઈષ્ટાનિષ્ટપણે જે દૃષ્ટિ પ્રવર્તે છે. તેવા પ્રકારના બાહ્યદૃષ્ટિના આ પ્રચારોને સ્વાધ્યાયાદિના આલંબને મુદ્રિત કરવામાં આવે એટલે કે અટકાવવામાં આવે ત્યારે જ આ મહાત્મા પુરુષોને પોતાની ગુણસંપત્તિ દેખાય છે અને તે પણ પોતાનામાં જ દેખાય છે. આ સંપત્તિ બહાર સંભવતી દેખાતી નથી. વિષયોમાં સંચરનારી દૃષ્ટિને ત્યાંથી વાળીને ગુણોની સંપત્તિમાં જોડવામાં આવે ત્યારે જ આ પારમાર્થિક આત્મગુણસંપત્તિ દૃષ્ટિગોચર થાય છે. કારણ કે જ્યાં સુધી પાંચ ઈન્દ્રિયોના ભોગસંબંધી વિષયોના પ્રચારમાં જ દૃષ્ટિ દોડતી હોય છે. ત્યાં સુધી આવા પ્રકારના ચંચળ ઉપયોગવાળા જીવો વડે આત્માની અંદર રહેલી અને અમૂર્ત એવી તથા કર્મોથી ઢંકાયેલી એવી આત્માના ગુણોની સંપત્તિ જોઈ શકાતી નથી. આ બાબતમાં તીવ્ર મોહોદય એ જ મોટું વિઘ્ન છે. મોહની તીવ્રતા, ઉપયોગની ચંચળતા, વિષયોની ભૂખ, પરપ્રત્યયિક દૃષ્ટિ આ સઘળું જ્યાં સુધી હોય છે ત્યાં સુધી છતી એવી પણ સ્વસત્તા દેખાતી નથી. પરંતુ જ્યારે આ જ આત્મા સ્વાધ્યાય, સત્સંગ, નિરંતર અધ્યાત્મશાસ્ત્રોનું વાંચન, મહાત્મા પુરુષોનો સહયોગ, ઈત્યાદિ આલંબનો દ્વારા પાંચે ઈન્દ્રિયોની વિષયો તરફની ચંચલતાને રોકે છે અને ચંચળતાને અટકાવીને, સ્થિર થઈને, પ્રગુણ એવી જે ચેતના છે તેના ઉપયોગમાં જ લયલીન બની જાય છે ત્યારે આત્માના ગુણોની સંપત્તિ ભલે કર્મોના મલીન પડલ વડે ઢંકાયેલી હોય તો પણ દૃષ્ટિ સૂક્ષ્મ બનવાથી તે મલીન પડલને વિંધીને પણ તેની અંદર રહેલી આત્મસંપત્તિને જાણે છે, દેખે છે, અતિશય આનંદ આનંદ પામે છે. જેમ વડીલોએ ભૂમિમાં દાટેલું ધન જ્યોતિષી અથવા અન્ય જાણકાર વડીલોના કહેવાથી ક્યાં દાટેલું છે ? તે બરાબર જાણવામાં આવે, તો તે ધન હજુ બહાર ન કાઢ્યું હોવા છતાં તેની સત્તા માત્ર જાણીને પણ ઘણો ઘણો આનંદ થાય છે, તેમ દૃષ્ટિ બદલાયે છતે આત્માની સંપત્તિ આત્મામાં જ છે, પરમાં નથી. આ તત્ત્વ જાણવાથી આ જીવને પરમાનંદ પ્રાપ્ત થાય છે માટે ઉત્તમ આત્માઓએ જ્ઞાનનો ઉપયોગ બહાર મુકવો ઉચિત નથી. આ વાત હવે પછીના શ્લોકમાં જણાવે છે. ॥૧॥ समाधिर्नन्दनं धैर्यं, दम्भोलिः समता शची । ज्ञानं महाविमानं च वासवश्रीरियं मुनेः ॥२॥

Loading...

Page Navigation
1 ... 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136