Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti Part-3
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 123
________________ સર્વસમૃદ્ધષ્ટક - ૨૦ શાનસાર ગાથાર્થ :- સમાધિ એ નંદનવન, ધૈર્ય એ વજ્રશસ્ત્ર, સમતા એ ઈન્દ્રાણી અને જ્ઞાન એ મહાવિમાન, મુનિને આવા પ્રકારની ઈન્દ્રની અભ્યન્તર લક્ષ્મી હોય છે. ૨ ૫૮૦ ટીકા :- “સમિિતિ’-મુને:-સ્વરૂપજ્ઞાનાનુમવતીનસ્ય, વં-૩વ્યમાના वासवस्य- इन्द्रस्य, श्रीः - लक्ष्मीः- शोभा वर्तते । तत्र मुनेः पवित्ररत्नत्रयीपात्ररूपेन्द्रस्य समाधिः ध्यानध्यातृध्येयैकत्वेन निर्विकल्पानन्दरूपा समाधिः, स एव नन्दनं वनम् । हरेः नन्दनवनक्रीडा सुखाय उक्ता, साधोः समाधिक्रीडा सुखाय । तत्राप्यौपाधिकात्मीयकृतो महान् भेदः, स चाध्यात्मभावनया ज्ञेयः । अस्य धैर्यं - वीर्याकम्पता औदयिकभावाक्षुब्धतालक्षणं वज्रं-दम्भोलिः, पुनः समता इष्टानिष्टेषु संयोगेषु अरक्तद्विष्टता, सर्वेऽपि पुद्गलाः कर्करचिन्तामण्यादिपरिणताः जीवाश्च भक्ताभक्ततया परिणताः, ते सर्वे न मम, भिन्नाः एते, तेषु का रागद्वेषपरिणतिरित्यवलोकनेन समपरिणतिः समता, सा शची स्वधर्मपत्नी । ज्ञानं स्वपरभावयथार्थावबोधरूपं महाविमानम् । इत्यादिपरिवृतः मुनिः वज्रीव भासते । उक्तश्च योगशास्त्रे - વિવેચન :- આ ગાથામાં તથા હવે પછીની ગાથાઓમાં મુનિમહારાજાને આન્તરિક આત્મિક સંપત્તિને આશ્રયી ઈન્દ્ર, ચક્રવર્તી, નાગરાજ, મહાદેવ, વિષ્ણુ (કૃષ્ણ) અને બ્રહ્મા આદિની સાથે સરખાવીને તેમના કરતાં મુનિ અધિક સુખી છે આમ સમજાવે છે ત્યાં સૌથી પ્રથમ આ બીજી ગાથામાં ઈન્દ્રની સાથે સરખાવે છે. ઈન્દ્ર મહારાજા ભોગસુખથી જગતમાં સુખી તરીકે પ્રસિદ્ધ છે તેને ભોગનાં અનેક અનેક સાધનો છે. તેમાં નંદનવન, વજ્ર નામનું શસ્ત્ર, પટરાણી (ઈન્દ્રાણી) અને મહાવિમાન આ ચાર પદાર્થો ઈન્દ્રને સુખના મુખ્ય સાધનરૂપે છે. મુનિ-મહાત્મા ભોગસુખના ત્યાગી હોવાથી આત્માના સુખે સુખી છે અને તેઓને આત્માની આંતરિક સંપત્તિરૂપે આ ચારે સાધનો છે. ઈન્દ્રને સુખનાં જે સાધનો છે તે પરદ્રવ્ય છે. સંયોગસંબંધમાત્રથી જોડાયેલાં છે. વિયોગ પામવાવાળાં છે અને ખોટવાળાં થાય તેવા શડણ-પડણ ધર્મવાળાં છે. મુનિને સમાધિ વગેરે સુખનાં જે સાધનો છે તે સ્વદ્રવ્યના સ્વરૂપાત્મક છે, તાદાત્મ્યસંબંધવાળાં છે, ક્યારેય વિયોગ ન પામે તેવાં છે. તે કારણે આત્માના સ્વરૂપાત્મક અનુભવમાં જ લીન બનેલા મુનિ મહારાજાને ઈન્દ્રની તુલ્ય હવે કહેવાતી આવી લક્ષ્મી વર્તે છે. તેથી ઈન્દ્રની સદેશ મુનિની શોભા છે. તે આ પ્રમાણે - ૧. સમધિ શબ્દ સંસ્કૃતમાં પુલ્ડિંગ હોવાથી નિર્વિન્ત્યાનન્વરૂપ: સમાધિ: હોવું જોઈએ.

Loading...

Page Navigation
1 ... 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136