Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti Part-3
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 72
________________ જ્ઞાનમંજરી અનાત્મશંસાષ્ટક- ૧૮ ૫૨૯ સાથલાવશ: I “મામૈવ સામાયિÉ સામયિર્થમ્' (માવતીસૂત્ર, શતા ૨, उद्देश ९, सूत्र ७६) इत्यादि अर्हद्वाक्यानुसारि भवितव्यम् । उक्तञ्च योगशास्त्रे - આ અનાત્મશંસન નૈગમાદિ સાતનયથી ટીકાકાર શ્રી સમજાવે છે. ત્યાં નૈગમાદિ પૂર્વ પૂર્વ નો વિશાલદૃષ્ટિવાળા છે અને પછી પછીના નયો સંક્ષિપ્ત દૃષ્ટિવાળા છે. (૧) નૈગમનય - આત્માને ન ઈચ્છવા લાયક અર્થાત્ પુદ્ગલ આદિ પરપદાર્થો પર દ્રવ્ય હોવાથી ન ઈચ્છવા લાયક એવા સર્વ અજીવ દ્રવ્યોને “મારાં નથી, હું એનો નથી” આવી પાકી પર તરીકેની મનની માન્યતા તપ = તે નૈગમનયથી અનાત્મશંસન જાણવું. (૨) સંગ્રહનય - જીવની સાથે એકમેક થયેલાં કર્મપુદ્ગલોમાં અને તેના ઉદયથી પ્રાપ્ત થયેલાં ઈષ્ટાનિપુદ્ગલ દ્રવ્યોમાં “આ કર્મો અને તજન્ય સુખ-દુઃખો મારાં નથી અને હું તેનો નથી” આવી પાકી મનની માન્યતા તે સંગ્રહનયથી અનાત્મશંસન જાણવું. (૩) વ્યવહારનય - પૂર્વે બાંધેલાં અને હાલ ઉદયમાં આવેલાં એવાં તે ઉદિત કર્મોના કારણે પ્રાપ્ત થયેલાં ઈષ્ટાનિષ્ટ સુખ-દુઃખોનાં નિમિત્તોથી ઉત્પન્ન થયેલા અશુદ્ધ એવા વિભાવદશાના પરિણામોમાં “આ અશુદ્ધ પરિણામો મારા નથી, કર્મમાત્રજન્ય છે” અશુદ્ધ પરિણામોમાં આવા પ્રકારની જે અનાત્મતા તે વ્યવહારનયથી અનાત્મશંસન સમજવું. આમ પ્રથમના ત્રણ નયને આશ્રયી અનાત્મશંસન કહ્યું અર્થાત્ વ્યવહાર સુધી આ સમજાવ્યું. (૪) ઋજુસુત્રનય :- વર્તમાનકાળે અવિદ્યમાન એવાં નિમિત્તોને આધીન થયેલી ચેતનાની પરિણતિ અને વીર્યની પરિણતિ દ્વારા (અવિદ્યમાન આલંબનોને આધીન થયેલી બુદ્ધિ અને પ્રવૃત્તિ દ્વારા) ઉત્પન્ન થયેલા ભાવયોગસ્વરૂપ ચેતનના માનસિક વિકલ્પોમાં “પરપણું” માનવું અર્થાતુ આવા અશુભ માનસિક વિકલ્પો “મારા નથી, મોહનીય કર્મની પરાધીનતાથી થાય છે, હું તેનાથી ભિન્ન છું, મારું સ્વરૂપ ભિન્ન છે. આવું માનવું અને વિચારવું તે ઋજુસૂત્રનયથી અનાત્મશંસનત્વ સમજવું. (૫) શબ્દનય :- કર્મોના ઉદયમાં જે આત્મા તન્મય થયો નથી તે દ્રવ્યૌદયિક ભાવમાં અનાત્મશંસનતા, તથા સદાચારવાળી જીવનપ્રવૃત્તિમાં, સત્યભાષા અને સત્યમનોયોગાદિ સેવવામાં, આત્મતત્ત્વની સાધનાના હેતુભૂત સંવરસંબંધી અધ્યવસાય સ્થાનો સેવવામાં અને શુભનિમિત્તોના આલંબને પ્રગટેલા શ્રેષ્ઠ એવા આત્મપરિણામોમાં પણ “પરપણું માનવુંઅનાત્મતા માનવી, એટલે કે આ શુભ વ્યવસાયો પણ મારા નથી, ઉપર ચઢવા માટે જેમ નિસરણીનું આલંબન લેવાય તેમ આ સઘળા શુભ વ્યવસાયો આલંબનભૂત માત્ર છે, મારા નથી અને હું તેનો નથી” આવી જે પરત્વપણાની બુદ્ધિ તે શબ્દનયથી અનાત્મશંસન.

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136