Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti Part-3
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 71
________________ ૫૨૮ અનાત્મશંસાષ્ટક – ૧૮ શાનસાર પ્રકારની સ્વદ્રવ્યાદિમાં પરત્વપણાની આશંકાપૂર્વક ચિંતન-વિચારણા કરવી તે લોકોત્તર એટલે અંતરંગ અનાત્મશંસન કહેવાય છે. સંસારી ભાવોને આત્મદ્રવ્યથી પર જાણીને મોક્ષની અભિલાષાપૂર્વક તેનો ત્યાગ કરવો જોઈએ. પરંતુ કુપ્રાવચનિકતાના અનુસારે એટલે કે જૈનેતર શાસ્ત્રોના આધારે જે ભોગોને પર જાણીને ત્યાગ કરાય, જેમકે તામિલ તાપસે ભોગોને અસાર-તુચ્છ જાણીને ત્યજ્યા, એકવીસ વારના ધોવણથી નિસ્સાર બનેલા આહારનો જ ઉપયોગ કર્યો, પરંતુ કુપ્રવચનોના આશ્રયે ચાલ્યા માટે તે અશુદ્ધ ભાવ અનાત્મશંસન જાણવું. વીતરાગપરમાત્માથી પ્રરૂપિત જૈન આગમને અનુસારે સમ્યગ્દર્શનપૂર્વક યથાર્થ તત્ત્વ શું ? અને અતત્ત્વ શું ? તેનો બરાબર વિવેક કરવા દ્વારા ઉપયોગ કરાયેલ, તથા સભ્યજ્ઞાન દ્વારા સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાલ અને સ્વભાવ એ જ મારું સ્વરૂપ છે. તેનાથી જે કોઈ ભિન્ન સ્વરૂપ છે તે સઘળું પણ સ્વરૂપ ઉપાધિજન્ય છે, કર્મકૃત છે, પરભાવ રૂપ છે, વિભાવદશા માત્ર જ છે. આમ સમજીને “તે સઘળું પણ પરરૂપ છે મારું સ્વરૂપ નથી.” આવા પ્રકારનું વાસ્તવિક જે ભેદજ્ઞાન થાય છે. આત્મતત્ત્વથી અન્ય તમામ તત્ત્વને પરતત્ત્વ માનીને તેનાથી દૂર રહેવાની જે બુદ્ધિ તે શુદ્ધ ભાવ અનાત્મશંસન કહેવાય છે. આવા પ્રકારનું ભેદશાન કરાયે છતે પરદ્રવ્યને પરદ્રવ્ય સમજી તેના મોહનો ત્યાગ કરવો અને શક્ય બને તેટલો પરના સંયોગનો પણ ત્યાગ કરવો તે શુદ્ધ ભાવ અનાત્મશંસન છે, અને તેને તત્ત્વજ્ઞાન કહેવાય છે. આ પ્રમાણે ચાર નિક્ષેપ સમજાવીને હવે સાત નય સમજાવે છે - तदपि अनिष्टेषु अजीवेषु, जीवाश्रितकर्मपुद्गलेषु तद्विपाकेषु, तन्निमित्तोत्पन्नाशुद्धविभावपरिणामेषु अनात्मत्वं यावद् व्यवहारः । तथाऽसन्निमित्तपरायत्तचेतनावीर्यपरिणत्या भावयोगचेतनाविकल्पेषु परत्वमृजुसूत्रः । द्रव्यौदयिकसदाचारसत्यभाषासत्यमनोयोगादिषु साधनसंवराध्यवसायेषु सन्निमित्तावलम्बिस्वात्मपरिणामेषु परत्वं शब्दः । रूपातीतशुक्लध्यानशैलेशीकरणादिषु परत्वं समभिरूढः । स्वात्मपारिणामिकभावानन्तज्ञानदर्शनाद् अन्यत्सर्वमपि परमिति વભૂત:। एवमनात्मत्वं सर्वत्र श्रद्धया सम्यग्दर्शनिनाम्, भिन्नीकरणेन मुनीनाम्, भिन्नीभावेन जिनानाम्, सर्वथा अभावेन सिद्धानाम्, विरतिश्रद्धया स्थाप्यं तत्करणीयम्, न हि परभावकर्त्तृत्वभोक्तृत्वाश्रयत्वसंयोगित्वं चेतनस्य कार्यमिति

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136