Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti Part-3
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 111
________________ તત્ત્વદષ્ટિઅષ્ટક – ૧૯ શાનસાર પરંતુ (૧) સમતાગુણ પ્રાપ્ત કરવાથી શ્રમણ કહેવાય છે. (૨) બ્રહ્મચર્ય ગુણ વડે બ્રાહ્મણ કહેવાય છે. (૩) જ્ઞાનગુણની પ્રાપ્તિ વડે મુનિ કહેવાય છે અને (૪) તપગુણ વડે તાપસ કહેવાય છે. આમ બાહ્મષ્ટિ જીવ બાહ્ય આચાર માત્ર વડે મહત્તા માની લે છે, પણ તત્ત્વદૃષ્ટિવાળો આત્મા અંદરના ગુણો પ્રગટ થવાથી મહત્તા માને છે. આટલો બન્ને દૃષ્ટિવાળામાં તફાવત છે. ૫૬૮ વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ (ભગવતી) સૂત્રમાં પણ આત્મા પોતે જ સમભાવવાળો હોય તેને સામાયિક કહેવાય છે. આમ કહ્યું છે. ઉપરના શ્લોકોના મર્મ સમજવાથી સમજાશે કે આત્માના જ્ઞાનગુણની રમણતામાં જ વિશ્રાન્તિનો અનુભવ કરતા તથા તેમાં જ લયલીન બનેલા અને દીનતા વિનાના મુનિપુરુષો હોય છે. જેને પૌદ્ગલિક ભાવોની અપેક્ષા હોય છે તે જ દીનતાવાળા હોય છે. પોતાના ગુણોમાં રમણતાના આનંદી જીવો ક્યારેય કોઈની પાસે દીનતા રાખતા નથી. સદા તેજસ્વી અને ગૌરવશાળી હોય છે. III न विकाराय विश्वस्योपकारायैव निर्मिताः । स्फुरत्कारुण्यपीयूष-वृष्टयस्तत्त्वदृष्टयः ॥८॥ ગાથાર્થ :- સ્ફુરાયમાન એવી કરુણા રૂપી અમૃતની વૃષ્ટિ જેમાંથી વરસી રહી છે તેવા તત્ત્વદૃષ્ટિવાળા જીવો વિશ્વનો ઉપકાર કરવા માટે જ નિર્માણ કરાયા છે પણ વિકાર માટે કરાયા નથી. ॥૮॥ ટીકા :– “ન વિજ્રારાય'' કૃતિ આચાર્યે:-ગુરુભિઃ પ્રદ્દળસેવનશિક્ષાવાનેન सूक्ष्मागमरहस्यशिक्षणेन यैः पाठकैः तत्त्वदृष्टयः पुरुषाः निर्मिताः - निष्पादिताः, विकाराय न- रागद्वेषोपाधिविवृद्धये न, किन्तु विश्वस्य- त्रिभुवनस्य उपकाराय= सदुपदेशदानशुद्धतत्त्वोपलम्भाद्युपकाराय निर्मिता इति भावना । यथाऽनादिमिथ्यात्वासंयमग्रस्तानां वयं निर्यामकाः तथाऽन्येऽपि यथार्थभावनदक्षा उपकाराय भविष्यन्ति तेन एभ्यः श्रुतरहस्यं दातव्यम् । વિવેચન :- બાહ્યદૃષ્ટિ મોહઘેલી છે. અનાદિકાલથી ભૂતપ્રેતની જેમ આ જીવને વળગેલી છે, જેમ શરીરમાં ભૂતનો પ્રવેશ હોય તો તે જીવ ગાંડું ઘેલું વિવેકશૂન્ય વર્તન કરે, તેમ આ આત્મામાં પણ પરપુદ્ગલદ્રવ્ય અને પરજીવદ્રવ્ય ઉપર રાગ-આસક્તિ કરવા રૂપ મોહનું ભૂત પ્રવેશેલું છે. તેથી આ આત્મા શુદ્ધ આત્મદશાનો વિવેક ભૂલી ગયો છે અને

Loading...

Page Navigation
1 ... 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136