Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti Part-3
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 110
________________ જ્ઞાનમંજરી તત્ત્વદૃષ્ટિઅષ્ટક - ૧૯ ૫૬૭ પરિણતિ, શુદ્ધ-અખંડ આત્મગુણોનો આનંદ, આત્મગુણોની સાધના અને આત્મગુણોનો આવિર્ભાવ ન હોય તે શરીરે રાખ લગાવે. કેશલોચ કરે કે શરીરે મેલ ધારણ કરે, તેનાથી તે મહાત્મા કેમ કહેવાય ? આવું તત્ત્વદૃષ્ટિ આત્મા સમજે છે. બાહ્ય-દૃષ્ટિવાળો બાહ્યસાધુતા માત્ર દેખીને આ સાધુ છે, આ મહાત્મા છે આમ માની લે છે. પણ તત્ત્વદૃષ્ટિવાળો આત્મા આમ માનતો નથી. તે તો ગુણોના પ્રાકટ્ય વડે જ ગુણીને મહાન માને છે. આ બાબતમાં શ્રી હરિભદ્રસૂરિજીએ ષોડશક નામના પ્રકરણમાં કહ્યું છે કે - बालः पश्यति लिङ्गं, मध्यमवृत्तिः विचारयति वृत्तम् । आगमतत्त्वं तु बुधः, परीक्षते सर्वयत्नेन ॥१-२॥ श्री उत्तराध्ययनेऽपि ण वि मुंडिएण समणो, ण औंकारेण बंभणो । ण मुणी रण्णवासेणं, कुसचीरेण ण तावसो ॥२९॥ समयाए समणो होइ, बंभचेरेण बंभणो । नाणेण य मुणी होइ, तवेण होई तावसो ॥३०॥ ( ઉત્તરાધ્યયન અધ્ય-૨, řો રૂ, ૩૨) ‘આત્મા સામાયિર્થ મવતિ' નૃત્યર્િ વ્યાવ્યાયામ્ । ( માવતી, શત-૨, उद्देश - ९, सूत्र - ७६ ) अतः आत्मज्ञानरमणविश्रामानुभवलीना अदीना मुनयो भवन्ति ॥७॥ બાલજીવો સાધુના બાહ્યલિંગને (સાધુના વેષમાત્રને) દેખે છે. સાધુનો વેષ ધારણ કરેલો જોઈને આ સાધુ છે એમ માની લે છે. મધ્યમ દૃષ્ટિવાળો પુરુષ સાધુના આચારને દેખે છે. સાધુના આચારો પાળનારાને સાધુ માને છે. પરંતુ પંડિતપુરુષ તો સર્વ પ્રકારના પ્રયત્નો કરવા દ્વારા જે આત્મામાં આગમતત્ત્વનું વિશાલ જ્ઞાન જણાય છે તેને જ સાધુ માને છે. અર્થાત્ તત્ત્વદૃષ્ટિવાળા જીવો ગુણો વડે ગુણીની મહત્તા આંકે છે. બાહ્ય ભપકા માત્ર વડે મહત્તા આંકતા નથી. આ પ્રમાણે પૂજ્ય શ્રી હરિભદ્રસૂરિજી કૃત ષોડશક પ્રકરણની ૧-૨ ગાથામાં કહ્યું છે. શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં પણ કહ્યું છે કે (૧) માથાના મુંડનમાત્ર વડે શ્રમણ કહેવાતા નથી. (૨) ઔંકાર–આઁકારના જાપ માત્ર વડે બ્રાહ્મણ કહેવાતા નથી. (૩) અરણ્યમાં વસવાટ કરે તેટલા માત્રથી મુનિ કહેવાતા નથી અને (૪) ઘાસનાં વસ્ત્રો ધારણ કરે તેટલા માત્રથી કંઈ તાપસ કહેવાતા નથી.

Loading...

Page Navigation
1 ... 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136