Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti Part-3
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 108
________________ જ્ઞાનમંજરી તત્ત્વદૃષ્ટિઅષ્ટક – ૧૯ ૫૬૫ ઘોડા છે ? કેવા કેવા દેશ-વિશેષના ઘોડા છે ? ઘડીવાર આ જીવ જોવા માટે પુતળાની જેમ સ્થિર થઈ જતો. એટલું બધું દર્શનીય રાજભવન બહિષ્ટિ જીવને લાગતું, મનમાં ઘણું આશ્ચર્ય થાય કે આ કેટલો મોટો રાજા છે કે જેના ભવનમાં ઘણા હાથી-ઘોડા છે અને દેશવિદેશના પ્રખ્યાત હાથી-ઘોડા છે. પરંતુ જ્યારે તત્ત્વદૃષ્ટિવાળો આત્મા આ જ રાજભવનને દેખે છે, ત્યારે તે તત્ત્વજ્ઞાની મહાત્માને આ જ રાજભવનમાં હાથી-ઘોડાવાળા જંગલથી કોઈ વિશેષતા-ભિન્નતા દેખાતી નથી. અર્થાત્ આ રાજભવન પણ હાથી-ઘોડાવાળું જંગલ માત્ર જ છે, અરણ્ય જ છે, આમ દેખાય છે. કારણ કે ઘણા ઘણા અને જુદી જુદી જાતના હાથી-ઘોડા જંગલોમાં જ હોય છે. એક વ્યક્તિ જ્યારે રાજભવનમાં જાય છે ત્યારે જોતો જ રહે છે, જોતો જ રહે છે. ત્યાંની સંપત્તિ તેને આશ્ચર્ય ઉપજાવે છે. જોઈ જોઈને મનમાં મલકાય છે, જ્યારે બીજી વ્યક્તિ આ રાજભવનને એક ગાઢ અરણ્યતુલ્ય દેખે છે. આમ તુલના કરે છે. તેને આ સંપત્તિ જોઈને કંઈ આશ્ચર્ય થતું નથી. આવા પ્રકારના હાથી-ઘોડા તો જંગલમાં પણ ઘણા હોય છે. હાથીઘોડા કે પૌદ્ગલિક સજાવટ હોય તેથી શું વિશેષતા ? કંઈ જ નહીં. તે યોગીને આવી રાજભવનની વિશેષતા જોઈને કોઈ પણ જાતનું આશ્ચર્ય થતું નથી. બહિર્દષ્ટિવાળા પૌદ્ગલિક અને બાહ્ય સંપત્તિ જોઈને આશ્ચર્યમુગ્ધ બને છે જ્યારે તત્ત્વદૃષ્ટિવાળા આત્માઓ આ બાહ્યસંપત્તિને જોઈને વૈરાગ્યવાળા બને છે અને ઉદાસીન ભાવમાં વર્તે છે. સામાન્યથી લોકો નગરમાં આનંદ માણે, ઉંચાં ઉંચાં મકાનો, વિશાળ રસ્તાઓ, જનમેદની, શોભાયમાન દુકાનો ઈત્યાદિ જોઈને બહિર્દ્રષ્ટિ જીવ આશ્ચર્ય અનુભવે છે. તેવી જ રીતે અનંત જ્ઞાનના આનંદમાં જ એક મસ્તીવાળા, આત્માના ગુણોના અનુભવમાં જ રક્ત એવા મહાત્માઓને વન એ જ નગરતુલ્ય લાગે છે. નગરમાં રહેવાનો જેટલો આનંદ પ્રવર્તે તેના કરતા અનેકગણો આનંદ આવા મહાત્માઓને અરણ્યમાં વસવામાં થાય છે. કારણ કે ત્યાં આત્મતત્ત્વના ચિંતન-મનનમાં કોઈ જ વ્યાઘાત નહીં, સ્વાનુભવના આનંદની ક્ષણો માણવવા માટે વન એ નગરતુલ્ય લાગે છે. IIII भस्मना केशलोचेन, वपुर्धृतमलेन वा । महान्तं बाह्यदृग् वेत्ति, चित्साम्राज्येन तत्त्ववित् ॥७॥ ગાથાર્થ :- બાહ્યદૃષ્ટિવાળો આત્મા રાખ ચોપડવા વડે, માથાના કેશનો લોચ કરવા વડે અથવા શરીર ઉપર મેલ ધારણ કરવા વડે “(પોતાને) મહાન” સમજે છે અને તત્ત્વદૃષ્ટિવાળો આત્મા જ્ઞાનસંપત્તિ વડે “મહાનપણું” સમજે છે. IIના

Loading...

Page Navigation
1 ... 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136