Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti Part-3
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 115
________________ તત્ત્વદૃષ્ટિઅષ્ટક - ૧૯ જ્ઞાનસાર - શુદ્ધ આત્મતત્ત્વના સ્વરૂપનો જે સાર છે તેને પ્રાપ્ત કરવા વડે મોહના વિસ્તારને જેણે સર્વથા હણી નાખ્યો છે એવા આ મહાત્મા પુરુષો હોય છે. વળી આવા પ્રકારની તત્ત્વદૃષ્ટિવાળા મહાપુરુષો કેવા હોય છે ? તેનું ત્રીજું એક વિશેષણ કહે છે કે – ભવરૂપી જે આ સમુદ્ર છે તેનાથી જીવોને જલ્દી જલ્દી તારવા રૂપે ઉપકાર કરવામય સ્ફૂરાયમાન એવી કરુણા રૂપી અમૃતની વૃષ્ટિ થાય છે જેઓમાંથી એવા તે મહાત્મા પુરુષો હોય છે અર્થાત્ ભવસમુદ્રથી જીવોને તારવાની પરમ કરુણાનો વરસાદ વરસાવનારા આ તત્ત્વદૃષ્ટિયુક્ત મહાત્માઓ હોય છે. ૫૭૨ આ તત્ત્વદૃષ્ટિવાળા મહાત્માઓને નિરંતર મનમાં આવા વિચારો આવે છે કે આ સંસારી લોકો તત્ત્વવિમુખ થઈને પાંચ ઈન્દ્રિયોના વિષયોમાં આસક્ત બનીને શા માટે પોતાના આત્માનો વિનાશ કરતા હશે ? અહાહા ! ઘણા જ દુઃખની વાત છે કે “જૈન આગમો હોવા છતાં, સર્વે પણ આત્મા અનંત અનંત ગુણ-પર્યાયોની સત્તાવાળા હોવા છતાં, પોતાનું સાચું આત્મતત્ત્વ શું ? એનો ભ્રમ થયેલ હોવાથી એટલે કે મિથ્યાત્વાદિ મોહનીયકર્મના ઉદયથી સ્વ-પર તત્ત્વની વિવેકબુદ્ધિ પ્રગટી ન હોવાથી, ભેદજ્ઞાનના અભાવે ભવ અટવીમાં ભટકે છે. આત્મતત્ત્વની સાચી ઓળખાણ વિનાના બિચારા આ જીવો સંસાર-અટવીમાં જ રખડે છે. આ કારણથી ભાવકરુણાના પાત્ર એવા આ જીવોને અમે કંઈક ધર્મનું રહસ્ય સમજાવીએ આવી નિર્મળ બુદ્ધિવાળા તથા ઉપકાર કરવામાં જ પરાયણ અને તત્ત્વના સાચા જાણકાર એવા મહાત્મા પુરુષો જ આ જગતમાં સ્તુતિ કરવા યોગ્ય છે. આ પ્રમાણે હે ભવ્ય જીવો ! તમે બાહ્યદૃષ્ટિપણું તજીને આન્તરતત્ત્વનું (આન્તરિક આત્મતત્ત્વના શુદ્ધબુદ્ધ-નિર્મળ સ્વરૂપનું) જ અવલોકન કરવામાં રસિક થાઓ. આત્માનું શુદ્ધ, બુદ્ધ, નિર્મળ અને સ્વાભાવિક એવું જે ગુણોના આનંદનું સુખ છે તે જ પરમાર્થે સાચું છે. તે સુખ માટે જ હે ભવ્ય જીવો! તમે પ્રયત્ન કરો, તમે પ્રયત્ન કરો. આ પ્રમાણે ઓગણીસમું તત્ત્વદૃષ્ટિઅષ્ટકનું વર્ણન સમાપ્ત થયું. ॥૮॥ ઓગણીસમું તત્ત્વદૃષ્ટિઅષ્ટક સમાપ્ત Printed at BHARAT GRAPHICS 7, New Market, Panjarapole, Relief Road, Ahmedabad380001 Guj(ind). Ph. : 079-22134176, Mob. 9925020106(Bharatbhai), Email: bharatgraphics1@gmail.com

Loading...

Page Navigation
1 ... 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136