Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti Part-3
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 119
________________ ૫૭૬ સર્વસમૃદ્ધચષ્ટક - ૨૦ જ્ઞાનસાર આવી સર્વસમૃદ્ધિનું વર્ણન કરવાનો આ અવસર છે તે હવે સમજાવાય છે. તેમાં પ્રથમ સાત નયથી સર્વસમૃદ્ધિ કહેવાય છે. नयाश्च प्रस्थकदृष्टान्तभावनया तत्कारणेषु, तद्योग्येषु, तदुद्यतेषु, तपोयोगिषु आद्याः, तद्गुणेषु सापेक्षेषु-नैसर्गिकोत्सर्गरूपेषु अन्त्याः इति । अत्र प्रथममात्मनि समृद्धेपूर्णत्वं भासते, तथा कथयति - સર્વસમૃદ્ધિ ઉપર નયો સમજાવે છે. પ્રસ્થકના દૃષ્ટાન્તની ભાવનાને અનુસારે અહીં નયો જાણવા. જેમ પ્રસ્થક (એક જાતનું માપીયું) બનાવવા માટે લાકડું લેવા જતા માણસને પણ ઉપચારે હું પ્રસ્થક લેવા જાઉં છું. આમ કારણમાં કાર્યનો ઉપચાર કરીને પણ કારણકાલે કાર્યનો વ્યવહાર થાય છે તેમ અહીં પણ જાણવું. (૧) નૈગમનય :– તારનેવુ – આત્માની સર્વસમૃદ્ધિ પ્રાપ્ત થાય તેને અનુરૂપ કારણોને સેવે, સાધુ-સંતોની સાથે રહે, વ્રતાદિ કરે, જ્ઞાનાભ્યાસ કરે, વિહારાદિમાં સાથે જોડાય. ઈત્યાદિ દૂર-દૂરવર્તી જે કારણો છે તે કારણમાં કાર્યનો ઉપચાર કરીને સર્વસમૃદ્ધિ કહેવાય. આ નય ઉપચારગ્રાહી છે માટે કારણમાં સર્વસમૃદ્ધિ કલ્પે છે. (૨) સંગ્રહનય :- તદ્યોજ્યેષુ – જે મહાત્માઓમાં સર્વસમૃદ્ધિ પ્રાપ્ત કરવા-કરાવવાની યોગ્યતા રહેલી છે એવા યોગ્ય સાધુસંતનીસાથે વિહારાદિ કરે, તેઓની પાસે વ્રતાદિ કરે, તેઓની પાસે જ્ઞાનાભ્યાસાદિ કરે, તે આત્માઓમાં સંગ્રહનયથી સર્વસમૃદ્ધિ. આ નય સદંશગ્રાહી હોવાથી યોગ્યતા હોય તો વ્યવહાર કરે. (૩) વ્યવહારનય :- તનુદ્યતેષુ – જે મહાત્મા પુરુષો પોતાના આત્માની સર્વસમૃદ્ધિ પ્રગટ કરવા-કરાવવા ઉદ્યમશીલ છે, વિશિષ્ટ પ્રવૃત્તિવાળા છે તેવા મુનિમહાત્માઓની સાથે વિહારાદિ કરે, તેઓની પાસે વ્રતાદિ કરે, તેઓની પાસે જ્ઞાનાભ્યાસાદિ કરે, તે આત્માઓમાં વ્યવહારનયથી સર્વસમૃદ્ધિ, આ નય લોકભોગ્ય પ્રવૃત્તિશીલમાં વ્યવહાર કરનાર હોવાથી આમ માને છે. - (૪) :- તપોયોશિષુ – અનશન આદિ બાહ્યતપ અને સ્વાધ્યાયાદિ અભ્યન્તરતપમાં જે સતત જાગૃત છે, પ્રવૃત્તિશીલ છે તેવા જાગૃતાવસ્થાવાળા તપોધનવાળા યોગિઓની સાથે વિચરવું, વ્રતાદિ કરવાં, જ્ઞાનાભ્યાસ કરવો તે ઋજુસૂત્રનયથી સર્વસમૃદ્ધિ કહેવાય છે. કારણ કે આ નય વર્તમાન-અવસ્થાને સવિશેષ માને છે. (૫) શબ્દનય :– તઘુળેણુ – પોતે જ સ્વયં જાગૃત થઈને મોહને જિતીને પ્રતિમા આદિ

Loading...

Page Navigation
1 ... 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136