Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti Part-3
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 118
________________ જ્ઞાનમંજરી સર્વસમૃદ્ધષ્ટક - ૨૦ ૫૭૫ વેગપૂર્વક ગતિ કરી શકે છે. આ લબ્ધિવાળા કોઈ કાયોત્સર્ગમુદ્રાએ, કોઈ પર્યંકાસન મુદ્રાએ, એમ અનેક મુદ્રાએ આકાશમાં ગમનાગમન કરે છે. આ લબ્ધિવાળા મુનિઓ ભૂમિની ઉપર જેમ ચાલે-તેમ વાવડી, નદી કે સમુદ્રાદિ ઉપર પણ ચાલી શકે છે ઈત્યાદિ. (૯) આશીવિષલબ્ધિ :- આશી એટલે દાઢ, તેમાં વિષ તે આશીવિષ. જેમ સર્પ વિંછી આદિની દાઢમાં વિષ હોય છે તેમ જેની દાઢમાં વિષના જેવી શક્તિ હોય અર્થાત્ શાપ આપવા આદિ વડે બીજાનો નાશ કરી શકે તે આશીવિષલબ્ધિ. (૧૦) કેવલજ્ઞાનલબ્ધિ :- જ્ઞાનાવરણીય કર્મનો સર્વથા ક્ષય થવાથી સંપૂર્ણ જ્ઞાનશક્તિનો જે આવિર્ભાવ તે કેવલજ્ઞાનલબ્ધિ. (૧૧) પટાદિ પદાર્થ સંબંધી વિચારોને અતિશય વિશેષપણે જાણવું તે. - સંશીપંચેન્દ્રિય જીવોએ મનમાં ચિંતવેલા ઘટ (૧૨) :- ચૌદપૂર્વનો અભ્યાસ અથવા ઓછામાં ઓછો દશ પૂર્વનો અભ્યાસ જેનાથી મુનિમહાત્માને હોય તે પૂર્વધરલબ્ધિ. (૧૩) અરિહંતલબ્ધિ :- તીર્થંકરપણાની પ્રાપ્તિ થવી તે અરિહંતલબ્ધિ. થવી તે ચક્રવર્તીલબ્ધિ. (૧૫) બલદેવલબ્ધિ :- બળદેવપણાની પ્રાપ્તિ થવી તે બલદેવલબ્ધિ. (૧૬) :- વાસુદેવપણાની પ્રાપ્તિ થવી તે વાસુદેવલબ્ધિ. (૧૪) ચક્રવર્તીલબ્ધિ :- ચક્રવર્તિપણાની ની આધાર બના પૂર્વવલાન આ ૧૬માં તીર્થંકરપણું, ચક્રવર્તીપણું અને વાસુદેવપણું એ ઋદ્ધિ કહેવાય છે અને આમઔષધિ વગેરે લબ્ધિઓ કહેવાય છે. તે સર્વમાં આમઔષધિ આદિ જે લબ્ધિઓ છે તે લોકોત્તર દ્રવ્યલબ્ધિ કહેવાય છે અને કેવલજ્ઞાનાદિ (વલદર્શન, ક્ષાયિકચારિત્ર, અનંતવીર્ય ઈત્યાદિ) ક્ષાયિકભાવની જે લબ્ધિઓ છે તે લોકોત્તર ભાવલબ્ધિ કહેવાય છે. આવો વિવેક કરવો. અહીં સત્ શબ્દનો અર્થ સમ્યપ્રકારે અને ઋદ્ધિનો અર્થ સમૃદ્ધિ કરવો. સર્વ એવી જે સમૃદ્ધિ તે સર્વસમૃદ્ધિ આ પ્રમાણે કર્મધારય સમાસ કરવો. ( સાધન) જે ભૌતિક બાહ્ય આલંબનો છે. તેનાથી ( અનવચ્છિન) નિરપેક્ષપણે અર્થાત્ કેવળ પોતાના આત્માના જ આલંબને અંદર રહેલી આત્મતત્ત્વની ગુણમય એવી જે સાચી અનંત સંપત્તિ છે તેમાં જ મગ્ન બનેલા મહાપુરુષોએ પોતાનામાં જ રહેલી તે સંપત્તિની સાથે તાદાત્મ્યપણે અનુભવ કરવો, તે સંપત્તિમાં જ રમવું. આત્મિક સંપત્તિમાં જ લયલીન બનવું.

Loading...

Page Navigation
1 ... 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136