Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti Part-3
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 116
________________ ૫૭૩ જ્ઞાનમંજરી સર્વસમૃદ્ધયષ્ટક- ૨૦ | ॥ अथ विंशतितमं सर्वसमृद्धयष्टकम् ॥ सर्वा-समग्रा, समृद्धिः-सम्पदा = सर्वसमृद्धिः, तत्र नामसमृद्धिः उल्लापनरूपा जीवस्याजीवस्य, स्थापना समृद्धिः शक्तिरूपा, द्रव्यसमृद्धिः धनधान्यादिरूपा, शक्रचक्र्यादीनां लौकिका, लोकोत्तरा पुनः मुनीनां लब्धिसमृद्धिरूपा । आमोसहि विप्पोसहि, खेलोसहि जल्लमोसही चेव । संभिन्नसोय, उज्जुमई, सव्वोसहि चेव बोद्धव्वा ॥६९॥ चारणआसीविस-केवली य मणनाणिणो य पुव्वधरा । अरिहंतचक्कधरा, बलदेवा वासुदेवा य ॥७०॥ (ાવનિર્યુક્તિ માથા ૬૦-૭૦) इत्यादिलब्धयः-ऋद्धयः । तत्र केवलज्ञानादिशक्तिः लोकोत्तरा भावऋद्धिः । सम्-सम्यक्प्रकारेण ऋद्धिः-समृद्धिः सर्वा चासौ समृद्धिश्च सर्वसमृद्धिः । अत्र साधनानवच्छिन्नात्मतत्त्वसम्पद्मग्नानां या तादात्म्यानुभवयोग्या समृद्धिः, तस्याः અવસર: .. સર્વ એટલે સમગ્ર સંપૂર્ણ, સમૃદ્ધિ એટલે સંપત્તિ, અર્થાત્ સર્વસંપત્તિને સર્વસમૃદ્ધિ કહેવાય છે. આ આત્માને પુણ્યોદયથી મળેલી ધન-ધાન્ય-રાજયાદિની સંપત્તિ તે પણ સર્વસમૃદ્ધિ કહેવાય. ઈન્દ્ર-ચક્રવર્તી આદિની ઋદ્ધિ એ પણ સર્વસમૃદ્ધિ કહેવાય. મુનિજીવનમાં ૧૬ લબ્ધિઓ પ્રાપ્ત થાય, એ પણ સર્વસમૃદ્ધિ કહેવાય અને કર્મક્ષયથી થનારી કેવલજ્ઞાનાદિ આત્મગુણોની પરિપૂર્ણ સંપત્તિ, તેને પણ સર્વસમૃદ્ધિ કહેવાય. કોઈક સમૃદ્ધિ ઔદયિકભાવની, કોઈક સમૃદ્ધિ ક્ષયોપશમ ભાવની અને કોઈક સમૃદ્ધિ ક્ષાયિકભાવની છે. આમ ભિન્ન ભિન્ન નયથી ભિન્ન ભિન્ન સમૃદ્ધિ કહેવાય છે. તેના ઉપર નામાદિ ચાર નિક્ષેપા સમજાવે છે. ત્યાં જીવ અથવા અજીવ પદાર્થને વિષે “સર્વસમૃદ્ધિ” આવા પ્રકારના નામનો ઉલ્લેખ કરવો, આવા પ્રકારનું નામ બોલવું તે નામનિપાથી સર્વસમૃદ્ધિ કહેવાય છે, જીવ અથવા અજીવના પ્રતિબિંબમાં સર્વસમૃદ્ધિની શક્તિરૂપે કલ્પના કરવી, શક્તિ રૂપે સર્વસમૃદ્ધિનું આરોપણ કરવું તે સ્થાપના સર્વસમૃદ્ધિ જાણવી. ધન-ધાન્ય, રાજયદ્ધિ, ચક્રવર્તીપણાની ઋદ્ધિ વગેરે જે સમૃદ્ધિ છે તે દ્રવ્યસર્વસમૃદ્ધિ

Loading...

Page Navigation
1 ... 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136