Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti Part-3
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 106
________________ જ્ઞાનમંજરી તત્ત્વદૃષ્ટિઅષ્ટક - ૧૯ ૫૬૩ પુન: ૩પવાતિ - लावण्यलहरीपुण्यं, वपुः पश्यति बाह्यदृग् । तत्त्वदृष्टिः श्वकाकानां, भक्ष्यं कृमिकुलाकुलम् ॥५॥ ગાથાર્થ - બાહ્યદૃષ્ટિવાળો પુરુષ આ શરીરને લાવણ્યની (કાન્તિની) રેખાઓ વડે અતિશય પવિત્ર સમજે છે. પરંતુ તત્ત્વદૃષ્ટિવાળો પુરુષ કીડાઓના સમૂહથી ભરપૂર ભરેલું અને કુતરા તથા કાગડા (આદિ માંસાહારી પ્રાણીઓ)નું ભક્ષ્યમાત્ર છે આમ સમજે છે. I/પા. ટીકા :- “ત્નાવતિ" વાઈ-સ્તોવાનુમતષ્ઠિ: વપુ:-શરીર તાવળ્યलहरीपुण्यं-सौन्दर्यलहरीपवित्रं पश्यति । तत्त्वदृष्टिः-सम्यग्ज्ञानी तत्तु श्वकाकानांश्वानकाकानां भक्ष्यं पश्यति, कृमिकुलाकुलं पश्यति-कृमिमयं पश्यति । उक्तञ्च - नवस्त्रोतः स्रवद्विस्त्र-रसनिःस्यन्दपिच्छिले । देहेऽपि शौचसङ्कल्पो, महन्मोहविजृम्भितम् ॥७३॥ (યોગશાસ્ત્ર પ્રકાશ ૪, શ્લોક ૭૩) अतः कर्मोपाधिजं शरीरमहितं बन्धहेतुत्वात्, तत्र रागाभाव एव वरम् ॥५॥ વિવેચન - ત્રીજી ગાથામાં ગ્રામ-ઉદ્યાનાદિ બાહ્ય સંપત્તિ અને ચોથી ગાથામાં સ્ત્રી, અસાર છે, તુચ્છ છે, કર્મબંધહેતુ છે અને રાગાદિ મોહનો હેતુ છે એમ સમજાવીને બને દષ્ટિવાળામાં તે તે વસ્તુ નિરખવામાં કેવો ભેદ છે? તે સમજાવ્યું. હવે એ જ પ્રમાણે બને દષ્ટિવાળા પુરુષો શરીરને કેવા સ્વભાવવાળું દેખે છે તે સમજાવે છે. બાહ્યદૃષ્ટિવાળા પુરુષ આ શરીરના લાવણ્ય-તેજ કાન્તિને જ વધારે દેખે છે. કારણ કે તે ચક્ષુરિન્દ્રિયથી ગ્રાહ્ય છે. એટલે તેને આ લાવણ્યની લહરીઓ જ દેખાય છે અને તેથી શરીર અતિશય પવિત્ર છે આમ લાગે છે. સુંદરતાની જે લહરીઓ, તેનાથી પવિત્ર આ શરીર છે એમ દેખાય છે, પરંતુ તત્ત્વદષ્ટિવાળા પુરુષને એટલે કે સમ્યજ્ઞાની આત્માને તે જ શરીર કુતરા અને કાગડાને ખાવા લાયક છે આમ દેખાય છે. કારણ કે માણસનો આત્મા મૃત્યુ પામ્યા પછી જો આ શરીરનો અગ્નિસંસ્કાર કરવામાં ન આવે તો કુતરા, કાગડા વગેરે પશુ-પક્ષીઓનું ભક્ષ્ય જ બને છે. તથા કરમીયા અને કીડાઓ વગેરે જીવાતના સમૂહથી ભરપૂર ભરેલું છે. શરીરના રુધિરાદિ એકે એક પદાર્થમાં જીવાત છે અને મૃત્યુ બાદ જો.

Loading...

Page Navigation
1 ... 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136