Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti Part-3
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 104
________________ જ્ઞાનમંજરી તત્ત્વદૃષ્ટિઅષ્ટક- ૧૯ ૫૬૧ વિમૂત્રપિતરોરા મતિ | વિ-વિષ્ટ, મૂઢં-પ્રવVi, fપરસ્થિ, તેષામુવર - भाजनरूपा भाति । उक्तञ्च - વિવેચન :- પહેલાંની ગાથામાં ગામ-ઉદ્યાનનું માધ્યમ બનાવીને બાહ્યદૃષ્ટિવાળા જીવમાં અને તત્ત્વદૃષ્ટિવાળા જીવમાં શું તફાવત હોય તે તફાવત સમજાવ્યો. હવે કોઈપણ એક રૂપાળી સ્ત્રીનું સ્ત્રીને આશ્રયી રૂપાળા કોઈ એક પુરુષનું) માધ્યમ કરીને બન્ને દૃષ્ટિવાળામાં શું તફાવત હોય છે, તે સમજાવે છે – કોઈ એક સુંદર રૂપાળી રાજકુંવરીતુલ્ય અથવા દેવાંગના તુલ્ય સ્ત્રી છે (સ્ત્રીને આશ્રયી કોઈ રૂપવાન સુંદર પુરુષ છે). તેને બાહ્યદૃષ્ટિવાળા જીવો જાણે અમૃતની પુતળી હોય એમ ભોગસુખના સાધનરૂપે દેખે છે. તેને રાજી રાખવા, તેનું મન મનાવવા અનેક જાતની સેવા કરે છે. તેના માટે ધન-ઉપાર્જન વગેરે પણ કરે છે. તે સ્ત્રીસુખ માટે અનેક ઉપાયો અજમાવે છે. પ્રાણોનો પણ ત્યાગ કરે છે. અહીં ભોગસુખમાં આસક્ત બનીને મોહમાં ઘેલા બનેલા મુંજરાજા વગેરેનાં અનેક ઉદાહરણો પ્રસિદ્ધ છે. બાહ્યદૃષ્ટિવાળા જીવો શરીરની ચામડીનું ઉપર-ઉપરનું રૂપ માત્ર દેખીને ગાંડા-ઘેલા થઈ રાગી બને છે પરંતુ તત્ત્વદષ્ટિવાળા જીવને આ જ સ્ત્રી (સ્ત્રીને આશ્રયી પુરુષ) વિણ, પ્રસ્ત્રવણ અને અસ્થિનો ભરેલો કોથળો જ છે આમ લાગે છે. વિ એટલે વિષ્ટા, મૂત્ર એટલે પ્રમ્રવણ (પેશાબ) અને પિટર એટલે અસ્થિ-હાડકાં આવી આવી અનેક અનેક ગંદી ગંદી વસ્તુઓથી ભરેલો આ ભંડાર છે, દુર્ગન્ધમય વસ્તુઓનો ઉકરડો જ છે, માત્ર ઉપર ઉપર મખમલ મઢેલું છે. તત્ત્વદષ્ટિવાળા જીવ આમ દેખે છે. આ તત્ત્વદૃષ્ટિવાળા જીવ કેવા છે? તેનું એક વિશેષણ લખીને કહે છે કે – નિર્મળ અને આનંદદાયક અથવા નિર્મળ એવા આનંદને આપનાર એવું જે આત્મસ્વરૂપ છે તેનું જ માત્ર અવલોકન કરવામાં ચતુર અર્થાત્ નિરંતર નિર્મળ-આત્મસ્વરૂપના આનંદમાં જ રમણતા કરનારા આ તત્ત્વદષ્ટિ જીવો હોય છે. આ મહાત્માઓ સતત જ્ઞાનાદિ ગુણમય આત્મ-સ્વરૂપમાં જ લીનતાવાળા હોય છે. તે આત્માઓને ભોગો એ રોગો જ લાગે છે. ભોગનાં સાધનો તે બંધનમાત્ર લાગે છે. તેનાથી દૂર જ રહે છે. ભોગોની તુચ્છતા, અસારતા અને દુર્ગન્ધતા જ તેઓના મનમાં સદા રમતી હોય છે. અન્ય શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે – रसासृग्मांसमेदोऽस्थिमज्जाशुक्रान्त्रवर्चसाम् । अशुचीनां पदं कायः, शुचित्वं तस्य तत्कुतः ॥७२॥ (યોગશાસ્ત્ર પ્રાણ ૪, શ્નો ૭૨)

Loading...

Page Navigation
1 ... 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136