Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti Part-3
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 102
________________ જ્ઞાનમંજરી તત્ત્વદૃષ્ટિઅષ્ટક – ૧૯ ૫૫૯ રહ્યાં છે. વાજિંત્રો વગાડાઈ રહ્યાં છે. તેના અવાજથી આજે આ નગર મોહાન્ધ એવા મૂઢ જીવોને રમણીય-મનોહર લાગે તેવું બન્યું છે. લગ્ન આદિ વિશિષ્ટ પ્રસંગના કારણે ચારે તરફ એટલી બધી શોભા કરી છે કે જાણે આજે આ નગર એક દેવલોક સમાન બની ગયું હોય એવી દેવલોકની શોભાને ધારણ કરનારું આ શહેર મનોહર-૨મણીય હોય એવું રાગી જીવોને દેખાય છે. તે નગર તરફ આચાર્ય મહારાજ તથા અન્ય નિર્પ્રન્થ મુનિઓ આવ્યા. આ નગરની શોભા–સુંદરતા આદિ જોઈને તે આચાર્યશ્રી શ્રમણ-નિર્પ્રન્થ મુનિઓને આવા પ્રકારનો ઉપદેશ આપે છે - भो भो निग्गंथा ! अज्जं एयम्मि नयरे मोहधाडी निवडिया । तेण एए कहंति लोगा उच्छलंति भओविग्गा । ता अप्पाण न जुज्जई इत्थ पवेसो । मा घायविहलो हविज्जाहि । पासबद्धा लोगा अणुकंपणिज्जा, मोहसुरामत्ता नो उवएसजुग्गा । अग्गे निग्गच्छह । ता साहवो भांति चारु कहियं, मोहासयपुट्ठे विसयपत्ते खित्ते गम न जुज्जई । इय वेरागपरा विहरन्ति । तेणं आयसुहट्ठियाणं गामनगराई वेरग्गकारणं વકૃતિ રૂા અરે અરે હે નિગ્રન્થમુનિઓ ! આજે આ નગરમાં (લોકોની લુંટફાટ કરવા માટે) મોહરાજાની ધાડ પડી છે. મોહરાજાનું સૈન્ય આજે આ ગામમાં તુટી પડ્યું છે. તે કારણથી જ આજે આ ગામના લોકો ભયથી થરથર કંપતા ઉદ્વેગ દશાને પામ્યા છતા ઘણા જ ઉછળે છે. ભાગાભાગ-કૂદાકૂદ કરે છે. (લગ્નમાં વરઘોડા આદિની અંદર જે નાચે છે તેને તત્ત્વજ્ઞ આચાર્યમહારાજશ્રી આ રીતે મોહની ધાડ પડી છે અને લોકો ભયથી કૂદાકૂદ કરે છે એમ ઘટાવે છે). ચારે તરફ મોહરાજા લોકોને ઘેરી વળ્યો છે. માટે આપણા લોકોને આ ગામમાં પ્રવેશ કરવો ઉચિત નથી. આપણામાંના કોઈ મુનિ મોહરાજાના ઘાતથી વિહ્નલ ન થઈ જાય તે માટે અર્થાત્ મોહરાજાના પંજામાં ફસાઈ ન જાય તેટલા માટે અહીં નગરપ્રવેશ કરવો ઉચિત નથી. જેમ સરકારી કર્મચારીઓ (પોલીસો) ચોર-લૂંટારા-ખુની લોકોને હાથકડીથી બાંધીને લઈ જતા હોય અને મારતા હોય ત્યારે તે ગુન્હેગાર હોવાથી આપણે તેને છોડાવી શકતા પણ નથી અને માર ખાતા જોઈ શકતા પણ નથી. ફક્ત અનુકંપા માત્ર જ કરી શકીએ છીએ તે જ રીતે મોહરાજાની જાળથી બંધાયેલા અને આત્મતત્ત્વનું ભાન ભૂલી ગયેલા આ ગામના લોકો માત્ર અનુકંપા જ કરવા યોગ્ય છે. હાલ આ લોકો મોહરાજાએ પીવરાવેલી મદિરાના કેફથી મસ્ત છે. ભાન ભૂલેલા છે માટે ઉપદેશ પણ સાંભળે તેમ નથી તે કારણે ઉપદેશ આપવો પણ યોગ્ય નથી. આપણે આગળ ચાલીએ.

Loading...

Page Navigation
1 ... 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136