Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti Part-3
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 100
________________ જ્ઞાનમંજરી તત્ત્વદૃષ્ટિઅષ્ટક - ૧૯ ૫૫૭ (को एसिं) एक्को एस अणुकंपं कुणइ मणसवणनयणविगलाणं ? । इअ भणिउ जणिअसंवेगा चलंति पुरओ । ते निग्गंथा वि नाणावरणाइबंधकारणे दुगच्छंत पंथओ चलिआ । अहह आया आयं हाइ, आयगुणे संतए विधंसेइ । रमई विसए रम्मे, चयई नाणाइगुणभावे ॥१॥ इय चिंतंता गच्छंति, ताव पत्तं महानयरं, अणेगगीयवाइयरवेणं विवाहाईऊसवेण देवलोगरूवं रमणिज्जं मूढाणं । ता आयरिओ समणसंघं भणइ - કોઈ એક આચાર્ય મહારાજશ્રી વિહાર કરતા કરતા કોઈ એક ઉદ્યાનમાં પધાર્યા. તે આચાર્ય મહારાજશ્રી કેવા હતા ? તો જણાવે છે કે જેના જીવનમાં જ્ઞાનારાધના અને દર્શનારાધના જ પ્રધાનતાએ પ્રવર્તે છે તેવા છે. તથા દ્વાદશાંગી આદિ જે જે શ્રુતજ્ઞાનમય શાસ્ત્રો છે તેના રહસ્યના પારને પામેલા છે. ગામાનુગામ વિચરતા વિચરતા ઉત્તમદેશના દ્વારા ભવ્ય જીવોને સંસારથી તારવાનું કામ કરનારા છે. અનેક મુનિગણોના સમુદાયથી જે પરિવરેલા છે. એક ગામથી બીજે ગામ શાસ્ત્રાનુસારી નવકલ્પી વિહાર કરનારા છે. વાચનાઓ વડે શ્રમણસંઘને માર્ગ સમજાવનારા છે. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ આદિ આચારધર્મથી યુક્ત, અનિત્યાદિ ભાવનાઓ વડે ક્ષણભંગુર તરીકે જાણ્યા છે સર્વ સંયોગો જેણે એવા, આ આચાર્ય ભગવંત એક ઉદ્યાનમાં પધાર્યા. તે ઉદ્યાન કેવું છે ? અનેક જાતની લતા (વેલડી)ઓના આશ્રયવાળું, ચારે તરફ નીલી નીલી વનરાજીવાળું, અનેક પક્ષીઓના સમૂહ માટે નિવાસનું સ્થાન, આવા પ્રકારની સુંદર શોભાવાળું મનોહર આ ઉદ્યાન છે. આવા સુંદર મનોહર ઉદ્યાનમાં આચાર્ય મહારાજશ્રી પધાર્યા. ત્યાર બાદ તે આચાર્ય મહારાજશ્રી આ વનની પુષ્પ, પત્ર અને ફળોની લક્ષ્મી (શોભા) જોઈને નિર્પ્રન્થ મુનિઓને આ પ્રમાણે ઉપદેશ આપે છે કે હે હે નિગ્રન્થમુનિઓ ! આ ઉદ્યાનને તમે જુઓ. જે ઉદ્યાનમાં બાહ્યદૃષ્ટિ જીવોને લીલાંછમ લાગતાં, વિકસ્વર બનેલાં અને તેથી જ મનોહર અને શોભાયમાન લાગતાં એવાં આ પત્રો (પાંદડાં), પુષ્પો (ફુલો), ગુલા (ઝુમખાઓ), ગુલ્મો (ગુચ્છાઓ) અને ફળો જે કંઈ દેખાય છે તે સર્વે એકેન્દ્રિય જીવો છે. તેમાં રહેલા જીવો પોતાની અંદર રહેલી અનંત અનંત ચેતના લક્ષણવાળી સ્વશક્તિનું જ્ઞાનાવરણીયકર્મ-દર્શનાવરણીયકર્મ-ચારિત્રમોહનીયકર્મ-મિથ્યાત્વમોહનીયકર્મ અને અંતરાયકર્મના ઉદયથી આચ્છાદન થવાના કારણે (એટલે કે આ આત્માની અનંત અનંત શક્તિ હોવા છતાં પણ ઘાતીકર્મોના ઉદયથી આ તમામ શક્તિ લગભગ દબાયેલી હોવાથી)

Loading...

Page Navigation
1 ... 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136