Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti Part-3
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 86
________________ જ્ઞાનમંજરી અનાત્મશંસાષ્ટક- ૧૮ ૫૪૩ જીવોમાં જ્ઞાનાદિ ગુણોનું અનંતપણું તુલ્ય જ છે. સિદ્ધપરમાત્મા હોય કે સંસારી આત્મા હોય પણ સત્તાથી કંઈ ભેદ છે જ નહીં. સંવેગરંગશાલા નામના ગ્રંથમાં કહ્યું છે કે – नाणाइणंतगुणोववेयं अरूवमणहं च लोगपरिमाणं । कत्ता भोत्ता जीवं मन्नहु सिद्धाण तुल्लमिणं ॥१॥ श्रीपूज्यैश्चोक्तं विशेषावश्यकभाष्येजीवो गुणपडिवन्नो नयस्स दव्वट्ठियस्स सामइयं । सो चेव पज्जवट्ठियनयस्स जीवस्स एस गुणो ॥२६४३॥ तथा ठाणांगे “एगे आया" इत्यादि पाठात् सर्वत्र तुल्यत्वे आत्मनः सद्गुणप्राकट्ये क उत्कर्षः ? अशुद्धाः पर्याया-औदयिकाः शक्रचक्रित्वादयः अपकृष्टत्वात्-तुच्छत्वात् दोषत्वात् गुणघातकतत्त्वज्ञानरमणतोपघातकत्वात् शोफरोगपुष्टत्ववद् न उत्कर्षाय भवन्ति । किमेभिः ? पुद्गलोपचयरूपैः परोपाधिजैः संसर्गेश्च ? मे कदा निवृत्तिः एभ्य इति संवेगनिर्वेदपरिणतानां नोन्माद इति ॥६॥ જ્ઞાનાદિ અનંતગુણોથી યુક્ત, રૂપ-રસાદિ ગુણોથી રહિત, ચૌદરાજલોકના પરિમાણવાળો સ્વ-ગુણોનો કર્તા અને સ્વ-ગુણોનો ભોક્તા સર્વ-સિદ્ધ ભગવંતોની તુલ્ય એવો આ જીવ છે એમ તમે જાણો. આ પ્રમાણે સંવેગરંગશાળામાં કહ્યું છે. તથા પૂજનીય એવા શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણજીએ વિશેષાવશ્યકભાષ્ય ગાથા૨૬૪૩ માં કહ્યું છે કે - દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ ગુણોથી ભરેલો એવો આ જીવ એ જ સામાયિક છે અને પર્યાયાર્થિકનયની અપેક્ષાએ સામાયિક એ જીવનો ગુણ છે. એક નય અભેદગ્રાહી છે, બીજો નય ભેદગ્રાહી છે તથા ઠાણાંગ સૂત્રમાં પણ “જીને સયા' ઈત્યાદિ પાઠ હોવાથી સર્વે આત્માઓ પરસ્પર તુલ્ય હોતે છતે આ આત્મામાં સત્તાગત ગુણો કદાચ પ્રગટ થાય તો તેનાથી ઉત્કર્ષ શું ગાવાનો હોય? તે ગુણો પ્રગટપણે કે અપ્રગટપણે પણ સર્વત્ર તુલ્યપણે જ રહેલા છે. જ્યાં સમાનતા હોય ત્યાં ઉત્કર્ષ-મોટાઈ કેમ કરાય? માટે આત્મપ્રશંસા વડે સર્યું. તથા જે પુણ્ય-પાપકર્મના ઉદયથી પ્રગટ થયેલા સુખી-દુઃખી કે રાજા-રંકપણાના પર્યાયો છે. વળી ઈન્દ્રચક્રવર્તિપણાના જે પર્યાયો છે તે સઘળા પણ પર્યાયો નીચેના ચાર કારણોને લીધે શરીરમાં સોજાના રોગથી થયેલા પુષ્ટપણાની જેમ દોષાત્મક છે, માટે ઉત્કર્ષ કરવા યોગ્ય નથી. ઔદયિક ભાવના આ તમામ પર્યાયો પરદ્રવ્યકત હોવાના કારણે આત્મતત્ત્વના

Loading...

Page Navigation
1 ... 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136