Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti Part-3
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 95
________________ ૫૫૨ તત્ત્વદષ્ટિઅષ્ટક- ૧૯ જ્ઞાનસાર તેનાથી આ જીવ સંસારમાં ભટકે છે. નરક-નિગોદના ભવોમાં દુઃખી દુઃખી થાય છે. પરદ્રવ્ય પ્રત્યેની દૃષ્ટિ એ જ મહાદોષ છે. પરંતુ અરૂપી એવી એટલે રૂપ-રસ-ગંધ સ્પર્શ વિનાની આત્મામાં રહેલી ચૈતન્યશક્તિ સ્વરૂપ જ્ઞાનાત્મક જે તત્ત્વદષ્ટિ છે તે દૃષ્ટિ, ચાલ્યા ગયા છે મૂર્તપદાર્થના ધર્મો જેમાંથી એવા અર્થાત વર્ણ-ગંધ-રસ-સ્પર્શાદિથી રહિત એવા શુદ્ધચૈતન્ય લક્ષણવાળા આત્મતત્ત્વના સ્વરૂપમાં જ ડૂબેલી હોય છે. આત્મસ્વરૂપમાં જ લયલીન થાય છે. પૌગલિક ભાવોની ઉપેક્ષા કરીને આત્માના ગુણમય તત્ત્વચિંતનમાં વધારે લીન બને છે. આ કારણથી અનાદિકાલથી ચાલી આવતી બાહ્યદૃષ્ટિનો ત્યાગ કરીને આત્માના સ્વરૂપના જ ઉપયોગમાં દૃષ્ટિ કરવી જોઈએ. પરદ્રવ્ય પ્રત્યેની દૃષ્ટિ મોહોત્પાદક છે, વિભાવદશા છે. કર્મબંધનું કારણ છે. સંસારપરિભ્રમણનો હેતુ છે. માટે તેને ત્યજીને સ્વરૂપમગ્ન થવું જોઈએ. તેના भ्रमवाटी बहिर्दृष्टिभ्रंमच्छाया तदीक्षणम् । अभ्रान्तस्तत्त्वदृष्टिस्तु, नास्यां शेते सुखाशया ॥२॥ ગાથાર્થ :- બાહ્યદૃષ્ટિ એ ભ્રમનું રક્ષણ કરનારી વાડ છે. તે બાહ્યદષ્ટિથી કરાતું નિરીક્ષણ-જ્ઞાનપ્રકાશ તે ભમાત્મક છાયા છે અને તત્ત્વદૃષ્ટિવાળો પુરુષ અભ્રાન્ત છે. તે જીવ આવી ભમાત્મક એવી છાયામાં સુખબુદ્ધિએ આનંદ માણતો નથી. સુખબુદ્ધિપૂર્વક નિશ્ચિત્તપણે શયન કરતો નથી. રા ટીકા - “બ્રમવાર તિ” વદિષ્ટિ-ભ્રમોના અમહેરિતિ નિવારવા, भवहेतुत्वात् । तत्त्वदृष्टिः श्रेयोऽभ्रमवाटी । इति भो भव्य ! बहिर्दृष्टिः -बाह्यभावावलोकनम् - "इदं शोभनम्, इदमशोभनम्, इदं कृतम्, इदं करोमि, इदं कार्यमित्याद्यवलोकनरूपा दृष्टिः, भ्रमवाटी-भ्रमस्य वाटी-रक्षिका वृत्तिः भ्रमविकल्पवर्द्धनी । बाह्यावलोकनेन तदिष्टानिष्टतादिचिन्तनेन विकल्पकल्पना जायते । चेतना च परावलोकनव्याकूलता स्वतत्त्वविमुखा तत्रैव रमते । उक्तञ्च - વિવેચન :- બાહ્યદૃષ્ટિ એ ભ્રમથી ઉત્પન્ન થયેલી છે અને ભાવિમાં વધારેને વધારે ભ્રમને ઉત્પન્ન કરનાર પણ છે. આ રીતે આ બાહ્યદૃષ્ટિ એ ભ્રમસ્વરૂપ છે માટે ત્યાજ્ય છે, દૂર કરવા યોગ્ય છે. આ બાહ્યદૃષ્ટિથી જન્મ-મરણની પરંપરારૂપ ભવોની વૃદ્ધિ થાય છે. જે ૧. રૂપગુણના અને ચક્ષુરિન્દ્રિયના ઉપલક્ષણથી પુગલના શેષ ગુણો અને તેમાં મોહબ્ધ થતી પાંચે ઈન્દ્રિયો સમજી લેવી.

Loading...

Page Navigation
1 ... 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136