Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti Part-3
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 89
________________ જ્ઞાનસાર ૫૪૬ અનાત્મશંસાષ્ટક- ૧૮ ટીકા :- “નિરપેક્ષ રૂતિ” યોનિ યમનિયમદ્યષ્ટોપITખ્યાલોત્પન્નरत्नत्रयीलक्षणस्वयोगसिद्धाः ईदृशा भवन्ति । निरपेक्षाः-निर्गता अपेक्षा-अपेक्षणं येभ्यस्ते निरपेक्षाः-अपेक्षारहिता इत्यर्थः । अनवच्छिन्नाः-विच्छेदरहिताः । अनन्तचिन्मात्रमूर्तयः-अनन्तं-प्रान्तरहितम्, चित्-ज्ञानं, तन्मात्रा-ज्ञानमात्रा मूर्तिः येषां ते अनन्तचिन्मात्रमूर्तयः । इत्यनेन परभावानुगतचेतनाविकलाः । स्वच्छस्वरूपानुगतचेतनपरिणताः गलितोत्कर्षापकर्षाः-गलितः उत्कर्षः-उन्मादः, अपकर्षः-दीनता, तयोः अनल्पाः कल्पना:-विकल्पजालपटलाः येषाम्, एवंविधा योगिनो ज्ञानपरिणताःज्ञानैकरसाः तिष्ठन्ति । ते एव तत्त्वसाधनचिन्मया इत्यतो मानोन्मादजनकः स्वोत्कर्षो निवार्यः ॥८॥ ॥ इति व्याख्यातमनात्मशंसाष्टकम् ॥ વિવેચન :- પાંચે ઈન્દ્રિયોના વિષયસુખના સાધનભૂત એવા પૌદ્ગલિક ભાવોની અલ્પમાત્રાએ પણ અપેક્ષા ન રાખનારા મુનિઓ આવા પ્રકારના હોય છે. કારણ કે પાંચ યમ, પાંચ નિયમ વગેરે યોગપ્રાપ્તિનાં જે આઠ અંગ છે (યમ-નિયમ-આસન-પ્રાણાયામપ્રત્યાહાર-ધારણા-ધ્યાન અને સમાધિ) તેના અભ્યાસ દ્વારા ઉત્પન્ન થઈ છે સમ્યજ્ઞાનદર્શન અને ચારિત્રાત્મક રત્નત્રયી મય પોતાની યોગદશાની સિદ્ધિ જેને એવા યોગિપુરુષો કેવા હોય છે? તે હવે જણાવાય છે. ઉત્તમ પુરુષો આવા ગુણનિધિ હોય છે. (૧) નિરપેક્ષ :- જે મહાત્માઓના હૃદયમાંથી પરદ્રવ્યની પ્રીતિ-પરદ્રવ્યપ્રાપ્તિનું લક્ષ્ય, પરદ્રવ્યની અપેક્ષા સંપૂર્ણપણે ચાલી ગઈ છે. રજમાત્ર પણ પરની અપેક્ષા રહી નથી. આવા નિરપેક્ષ મુનિઓ હોય છે. કોઈપણ વસ્તુની અપેક્ષા ન હોવાથી દીન-ઉદાસ કે લાચારીવાળા હોતા નથી, પોતાની સાધનામાં મશગૂલ અને પાવરવાળા તેજસ્વી હોય છે. (૨) મનચ્છના :- રત્નત્રયીની સાધનામાં સતત-નિરંતર વર્તનારા હોય છે. ક્યાંય પણ વિરામ પામતા નથી. અટકતા નથી. ક્યારેય છેદ પામતા નથી, વિશ્રાન્તિ લેતા નથી. (૩) મનન્તરાત્રિમૂર્તયઃ :- ક્યારેય પણ અંત ન આવે એવું છેડા વિનાનું જે જ્ઞાન તે કેવલજ્ઞાન - કેવલદર્શન ઈત્યાદિ જ્ઞાન માત્ર રૂપે છે મૂર્તિ (આકાર) જેની અર્થાત્ સ્થૂલદેહ અને વર્ણાદિ પૌદ્ગલિક ગુણોથી રહિત કેવલ જ્ઞાનમય દેહવાળા મુનિઓ હોય છે અથવા યોગી દશામાં છાવસ્થિક જ્ઞાનમાં રમણતા કરનારા, પણ ક્યારેય જ્ઞાનદશાથી મુક્ત થઈને વિભાવદશામાં નહીં જનારા એવા આ યોગીઓ હોય છે.

Loading...

Page Navigation
1 ... 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136