Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti Part-3
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 87
________________ ૫૪૪ અનાત્મશંસાષ્ટક- ૧૮ જ્ઞાનસાર અપકર્ષરૂપ હોવાથી એટલે કે તુચ્છ હોવાથી, દોષાત્મક હોવાથી અને આત્માના શુદ્ધ ગુણોના ઘાતક અને તત્ત્વજ્ઞાનની રમણતામાં ઉપઘાતક હોવાથી અતિશય અશુદ્ધ છે. તેથી ઉત્કર્ષ કરવા માટે યોગ્ય નથી. જેમ શરીરમાં સોજા આવવાથી જાડાપણું થઈ જાય, પણ તે જાડાપણાથી મારું શરીર સારું બન્યું એમ ગવાતું નથી તેમ અહીં સમજવું. રાજાપણું, ઈન્દ્રપણું, ચક્રવર્તીપણું આ સર્વે પર્યાયો ધનાદિ પરદ્રવ્ય-પુદ્ગલદ્રવ્યની વૃદ્ધિસ્વરૂપ છે. પરદ્રવ્યની પરાધીનતાના કારણે ઉપાધિરૂપ છે, અન્ય દ્રવ્યના સંસર્ગાત્મક છે. માટે આવા અશુદ્ધ પર્યાયો વડે શું લાભ ? ઘરમાં કચરાના ઘણા ઢગલા થાય તેથી શું ઘરની શોભા વધે? તેમ આ આત્મામાં પરદ્રવ્યના (રાજત્રઋદ્ધિ આદિ પુદ્ગલ દ્રવ્યના) ઢગલા થાય તેથી શું આત્માની શોભા વધે? ઉલટો એવો મનમાં ભાવ થવો જોઈએ કે ઘરમાંથી કચરાના આ ઢગલા ક્યારે દૂર કરાવું? મારા આત્માની આ અશુદ્ધ પર્યાયોથી ક્યારે નિવૃત્તિ કરાવું? મારા આત્મામાંથી આ ભૂત-બલા ક્યારે દૂર થાય? આવા પ્રકારના સંવેગ અને નિર્વેદપરિણામથી પરિણત થયેલા આત્માઓને પરદ્રવ્યજન્ય (પુણ્યોદયજન્ય) ચક્રવર્તી આદિ પર્યાયોથી ક્યારેય પણ ઉન્માદ થતો નથી. ઉત્કર્ષ થતો નથી. બડાઈ મારતા નથી. હૃદયમાં પસ્તાય છે કે હું આવાં આવાં બંધનોથી બંધાઈ ગયો છું, ફસાઈ ગયો છું, ક્યારે છૂટીશ? Ill પુનઃ માત્માનપવિતિ = ફરીથી આ આત્માને શાસ્ત્રકાર-ભગવંત ઉપદેશ આપે છે કે - क्षोभं गच्छन् समुद्रोऽपि, स्वोत्कर्षपवनेरितः । गुणौघान् बुद्बुदीकृत्य, विनाशयसि किं मुधा ? ॥७॥ ગાથાર્થ - હે જીવ! સાધુપણાની મુદ્રાથી સહિત એવો પણ તું પોતાનો ઉત્કર્ષ ગાવારૂપી પવનથી પ્રેરાયો છતો મલીન મલીન અધ્યવસાયો દ્વારા આકુળ-વ્યાકુલતાને પામતો છતો તારા ગુણોના સમૂહને પાણીના પરપોટારૂપે કરીને નિરર્થક નાશ શા માટે કરે છે? ટીકા - ક્ષેમં છનિતિ- હં ! સ્વતત્ત્વનત્વપૂUસ્વરૂપમાનનિવસર્વિ समुद्रोऽपि=मुद्रा-साधुलिङ्गरूपा, तया युक्तोऽपि स्वोत्कर्षपवनेरितः-साहङ्कारपवनप्रेरितः क्षोभं गच्छन्-अध्यवसायैः एवमेवं भवन्, गुणौघान्-अभ्यासोत्पन्नान् श्रुतधरव्रतधरलक्षणान् आमदैषधिरूपान् बुद्बुदीकृत्य मुधा-व्यर्थम्, किं विनाशयसि ? प्राप्तगणगम्भीरो भव । स्वगणाः स्वस्यैव हितहेतवः, तत्र किं परदर्शनेन ? मानोपहताः गुणाः तुच्छीभवन्ति, अतो न मानो विधेयः ॥७॥

Loading...

Page Navigation
1 ... 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136