________________
૫૪૨
અનાત્મશંસાષ્ટક – ૧૮
શાનસાર
કારણે પર્યાયો બને છે તે અશુદ્ધ. જેમકે પાણીમાં પોતાનો જે સ્વાદ છે, જે વર્ણ છે તે શુદ્ધપર્યાય, સર્વ જલમાં એક સરખા જે હોય છે તે શુદ્ધ પર્યાય કહેવાય છે. અને આ જ પાણીમાં કાદવ-માટી-વિષ્ટા અથવા સાકર દ્રાક્ષ આદિ મિશ્ર કરવાથી મલિનતા અને સ્વાદિષ્ટતા આદિ જે પર્યાયો બને છે તે અશુદ્ધપર્યાય કહેવાય છે. એવી જ રીતે સુવર્ણમાં પીતત્વ, સુવર્ણત્વ ઈત્યાદિ જે ધર્મ છે તે શુદ્ધપર્યાય અને રૂપું-ત્રાંબું વગેરે અન્ય દ્રવ્ય મિશ્ર કરવાથી જે મલીનતા થાય છે તે અશુદ્ધ પર્યાય, જે જે અશુદ્ધ પર્યાય છે તે તે પરદ્રવ્યની મિશ્રતાથી થયા છે માટે અશુદ્ધ છે, મલીન છે અને તે પોતાના સ્વરૂપના અવરોધક છે. તે અશુદ્ધ પર્યાયો દ્રવ્યના અસલી મૂલ સ્વરૂપના ઘાતક છે. તેથી તેના વડે ઉત્કર્ષ કરાય નહીં અને જે જે શુદ્ધ પર્યાયો છે તે તો સ્વજાતીય સર્વદ્રવ્યમાં સમાન જ હોય છે. હીનાધિક હોતા જ નથી. તેથી તેનાથી પણ ઉત્કર્ષ ગાવો યોગ્ય નથી. આ વાતને ધ્યાનમાં રાખીને આત્માના વિષે સમજાવે છે કે -
અગ્નિમાં અતિશય ગરમ કરેલા અને તેના જ કારણે મેલ સર્વથા બળી ગયો છે જેનો એવા સર્વથા શુદ્ધ બનેલા સુવર્ણની જેમ જે મહાત્મા નિર્રન્થમુનિએ પરદ્રવ્ય પ્રત્યેનો સંગ કરવો, પ્રીતિ-અપ્રીતિ કરવી ઈત્યાદિ મલીન ભાવો-અશુદ્ધ પર્યાયો સર્વથા ત્યજી દીધા છે અને આત્માનું શુદ્ધ સ્વરૂપ ગ્રહણ કર્યું છે. સ્વભાવદશામાત્રમાં જ લીન બન્યા છે. તેવા મહાત્મા પુરુષમાં સમ્યજ્ઞાન-સમ્યગ્દર્શન-સમ્યક્ચારિત્ર-સમ્યધ્યાન વગેરે જે જે શુદ્ધ આત્મપર્યાયો પ્રાભાવને પામ્યા છે અર્થાત્ પ્રગટ થયા છે તે ક્યારે ય પણ ઉત્કર્ષ માટે (મોટાઈ માટે) થતા નથી.
પ્રશ્ન :- આ સમ્યગ્નાનાદિ જે શુદ્ધપર્યાયો પ્રગટ થયા છે તે મોટાઈ માટે પોતાનો ઉત્કર્ષ ગાવા કેમ કામ લાગતા નથી ?
ઉત્તર ઃ- પ્રત્યેક આત્મામાં એક સરખા સમાનપણે જ તે ગુણો રહેલા છે. આત્માએ આત્માએ કેવલજ્ઞાનાદિ અનંતગુણો સત્તાથી એકસરખા સમાનપણે જ વર્તે છે. અલ્પમાત્રાએ પણ હીનાધિક નથી. તેથી તેની અપેક્ષાએ ઉત્કર્ષ કેમ ગવાય ? આ આત્મા મનમાં આવી ભાવના ભાવે છે કે મારામાં ગુણોની એવી કઈ અધિકતા પ્રગટ થઈ છે કે જેનાથી હું મારી મોટાઈ કરું ? કેવલજ્ઞાનાદિ જે કોઈ ગુણો મારામાં સત્તાગત રીતે છે તે સર્વે પણ ગુણો અન્ય્નાધિકપણે સર્વસંસારી જીવોમાં અને સર્વસિદ્ધ પરમાત્મામાં છે જ. કોઈમાં આવિર્ભાવ રૂપે અને કોઈમાં તિરોભાવરૂપે પણ આ સર્વે ગુણો સર્વે પણ જીવોમાં છે જ. જ્યારે બધામાં સરખા સમાન સાધારણપણે ગુણો હોય ત્યાં ઉત્કર્ષ કેમ કરાય ? આવા પ્રકારની પવિત્ર ભાવનાથી ભાવિત આશયવાળા આ મુનિ ઉત્કર્ષ–અહંકાર કરતા નથી. કારણ કે સર્વે પણ