Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti Part-3
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 12
________________ ૪૭૨ માધ્યચ્યાષ્ટક - ૧૬ જ્ઞાનસાર प्रवचने च वसति-प्रस्थक-निदर्शनद्वयेन विभावितः-काणभुजराद्धान्तहेतुरवगन्तव्यः । स च अंशसङ्कल्पभेदाद् द्विविधः, स च सदसद्योग्यताभूतपूर्वारोपभेदाद् अतीतानागतवर्तमानतदारोपादिभेदाद् अनेकविधः, नामनिक्षेपतो द्रव्यनिक्षेपवृत्तिः, अंशोपलम्भे सर्वारोपः, अन्यसमस्तसापेक्षः नैगमः सुनयः । જેમ સામાન્યગ્રાહી નૈગમનય સામાન્યપણે સર્વ વસ્તુને દેખે છે અને સામાન્યપણે સર્વનો વ્યવહાર કરે છે. તેમ વિશેષગ્રાહી નિગમનય સર્વ વસ્તુઓના વિશેષ ધર્મને ગ્રહણ કરવાવાળી બુદ્ધિ વડે અને વિશેષ ધર્મને જણાવનારાં વચનો વડે વ્યવહાર કરે છે. સત્તા આદિ સામાન્યધર્મથી અત્યન્ત વ્યાવૃત્ત એવા એકાન્ત સામાન્યથી રહિત એવા વિશેષ ધર્મ વડે વ્યવહાર કરે છે. અન્ને પરમાણુ-પરમાણુમાં રહેલા વિશેષ સુધીના વિશેષ વડે વ્યવહાર કરે છે. જેમકે એક વનમાં અશોક, ચંપક, બકુલ આદિ વૃક્ષો છે એમ જ દેખે છે અને એમ જ વ્યવહાર કરે છે. તથા “સાપેક્ષ એવા સામાન્ય-વિશેષ વડે” પણ વ્યવહાર કરે છે. જેમકે “આ ગાય છે” આ વ્યવહાર સામાન્ય-વિશેષોભયાત્મક છે. કારણ કે “ગાયપણું” સર્વ ગાયોમાં અનુવૃત્તિ રૂપ છે - માટે સામાન્ય છે. અને અશ્વાદિ ઈતર પશુઓથી વ્યાવૃત્તિ સ્વરૂપ છે - માટે વિશેષ છે. જે રીતે લોક વ્યવહાર કરે છે તે રીતે આ નૈગમનય સામાન્યથી, વિશેષથી અને સામાન્યવિશેષોભયથી વ્યવહાર કરે છે. જૈનશાસ્ત્રોમાં વસતિ અને પ્રસ્થક-એમ બે ઉદાહરણોથી આ નય સમજાવેલ છે. આ નૈગમનયની દૃષ્ટિ પ્રાયઃ કણાદઋષિના વૈશેષિકદર્શનના સિદ્ધાન્તને અનુસરનારી હોય છે. આ નૈગમનય અંશ અને સંકલ્પના ભેદથી બે પ્રકારનો છે. તથા તે નૈગમનય સધર્મોની અપેક્ષાએ, અસધર્મોની અપેક્ષાએ, યોગ્યતા માત્રની અપેક્ષાએ, ભૂતપૂર્વ પર્યાયના આરોપમાત્રની અપેક્ષાએ તથા અતીતકાલ, અનાગતકાલ અને વર્તમાનકાલની અપેક્ષાએ, તથા તે તે કાલના આરોપમાત્રની અપેક્ષાએ અનેક ભેદવાળો છે. નામનિક્ષેપાથી દ્રવ્યનિક્ષેપા સુધીના (નામ-સ્થાપના અને દ્રવ્ય એમ) ત્રણ નિક્ષેપાને પ્રધાનપણે માનનારો આ નય છે. અંશવસ્તુ જણાય તો તેમાં સમસ્ત વસ્તુનો આરોપ કરનારો આ નય છે. જેમકે પરમાત્માના પગલામાં પરમાત્માનો આરોપ કરીને પૂજ્યત્વ માનનારો આ નય છે. સંગ્રહવ્યવહાર આદિ બીજા સમસ્ત નયોની અપેક્ષાવાળો આ નૈગમનય હોય ત્યારે તે સુનય કહેવાય છે અને અન્ય નયોથી નિરપેક્ષ જો આ નય હોય તો આ જ નય દુર્નય કહેવાય છે. મર્ચનયાનાં સાપેક્ષવં સુનત્વમ્, નિરપેક્ષત્વે દુર્નયત્વમ્ સુનય દુર્નયનું આ જ લક્ષણ છે.

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 136