Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti Part-3
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 10
________________ ૪૭૦ માધ્યસ્થ્યાષ્ટક - ૧૬ શ્રીમદ્ રાજચંદ્રજીએ આત્મસિદ્ધિમાં કહ્યું છે કે “જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તિહાં સમજવું તેહ, ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ વા જ્ઞાનસાર જ્યાં સુધી આ નયજ્ઞાન બીજા નયની અપેક્ષા રાખે એટલે કે અન્ય નયની અપેક્ષાએ અન્ય રીતે પણ વસ્તુનું સ્વરૂપ છે આમ સાપેક્ષતાપૂર્વક વસ્તુનો જે સ્વીકાર કરે તે નયજ્ઞાન કહેવાય છે. અને તે જ નયજ્ઞાન જ્યારે અન્ય નયના ઉચ્છેદપૂર્વક પ્રવર્તવાવાળું બને ત્યારે “દુર્નય’”ના નામને ધારણ કરનાર બને છે. મુખ્ય-ગૌણ ભાવે સર્વે પણ નયોની અપેક્ષાપૂર્વકનું વસ્તુમાં રહેલા વાસ્તવિક સ્વરૂપનું જે જ્ઞાન તે સુનય કહેવાય છે. સમ્મતિતર્ક પ્રકરણમાં કહ્યું છે કે - “તદ્દા સવ્વેવિ ળયા, મિચ્છાટ્ટિી સપવશ્વપત્તિવા । અબ્જોાિસ્મિ ૩૧, વંતિ સમ્મત્તસમાવા ॥'' (પ્રથમકાણ્ડ ગાથા-૨૧) તેથી સર્વે પણ નયો પોતાના જ પક્ષના આગ્રહી બન્યા છતા મિથ્યાર્દષ્ટિ બને છે અને પરસ્પર નિશ્રાવાળા (અપેક્ષાવાળા) બન્યા છતા સમ્યક્ત્વના સદ્ભાવવાળા બને છે. સાપેક્ષતા વાળું જે જ્ઞાન તે સુનય અને નિરપેક્ષતાવાળું જે જ્ઞાન તે દુર્નય કહેવાય છે. તે ચ નવા: સપ્ત, વૈશમ: ૧, સદ્મ: ૨, વ્યવહાર: રૂ, ૠનુસૂત્ર: ૪, શબ્દ: ५, समभिरूढ: ६, एवम्भूतः ७ । एवमेषु चत्वारो द्रव्यनया:, त्रयः भावनया: इति पूज्याशयः । दिवाकरास्तु आद्याः त्रयः नयाः द्रव्यनया:, तथा शेषाः चत्वारः भावनया: । तत्र निगम्यन्ते - परिच्छिद्यन्ते इति निगमाः गमा लौकिकाः अर्था:, तेषु निगमेषु भवो योऽध्यवसायो ज्ञानांश: ( ज्ञानाख्यः ) स नैगमः । स च सामान्येनापि व्यवहरति । सामान्यबुद्धिहेतुना सामान्यवचनहेतुना च, अत्यन्तभेदेभ्योऽन्यत्वरूपेण सत्तामात्रेण सामान्यबुद्धिचेतना ( हेतुना) अशोकवनादिषु सत्सु अपि अनेकजातिवृक्षेषु वनस्पतिसामान्यात् “वनम्" इत्यवबोधः । सामान्यवचनहेतुना च द्रव्यमित्यादि जीवाजीवविभागविकलः । તે નયો સાત પ્રકારના છે. નય એટલે દૃષ્ટિ અથવા આશય, હાર્દિક વિચાર, અપેક્ષા. આવા પ્રકારના નયો સાત છે. (૧) નૈગમ, (૨) સંગ્રહ, (૩) વ્યવહાર, (૪) ઋજુસૂત્ર, (૫) શબ્દ, (૬) સમભિરૂઢ, (૭) એવંભૂત.

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 136