Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti Part-3
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 13
________________ જ્ઞાનમંજરી માધ્યચ્યાષ્ટક - ૧૬ ४७३ વસતિ અને પ્રસ્થકના દષ્ટાન્ત પ્રસિદ્ધ હોવાથી અહીં લખેલ નથી. આ પ્રમાણે સંક્ષેપથી નૈગમનય સમજાવ્યો. अभेदेन-वस्तुसामान्येन सङ्ग्रहणात् सर्वस्य सर्वं सगृह्णातीति सङ्ग्रहः, वस्तुसत्तासङ्ग्राहकः सङ्ग्रहः । यदि भवनाभिसम्बन्धस्यैव भावत्वमभ्युपगम्यते ततः परिसमापितात्मस्वरूपित्वाद् भावस्य भ्रान्तिसमुपनिबन्धनघटादिविकल्प (प्रकल्पन)मानर्थक्यम् । यदि घटादिविकल्पोऽपि भवनप्रवृत्तितन्त्रमेवेत्येवं सति भाव एव, तदनन्तरत्वात् तत्स्वात्मवत् । भवनार्थान्तरत्वे व्योमोत्पलादिवदसत्त्वम्, विकल्पानां रासभविषाणादिसत्त्वं वा, घटादिवद् भवनानन्तरत्वात् । एतद्दर्शनपुरःसरा एव च सर्वनित्यैकत्वकारणमात्रवादाः कालपुरुषस्वभावादयश्चेति । अत्र द्रव्यास्तिकभेदा जीवाजीवयोग्यत्व-सद्रव्य-उपचारद्रव्य-एकत्वाभेदादिगोचरभेदादनेकभेदः । હવે સંગ્રહનય સમજાવાય છે. અભેદની પ્રધાનતાવાળો જે નય, વસ્તુમાં રહેલા સામાન્ય ધર્મથી સર્વે પણ વસ્તુઓનું એકીકરણ કરવા વાળી જે દૃષ્ટિ, વિશેષ ધર્મોને ગૌણ કરી સામાન્ય ધર્મને પ્રધાન કરવા દ્વારા સંગ્રહ કરનારી જે દૃષ્ટિ છે તે સંગ્રહનય કહેવાય છે. સર્વે પણ વસ્તુઓમાં સત્તા-અસ્તિત્વ ધર્મ રહેલો છે તેને ગ્રહણ કરનારો જે નય તે સંગ્રહનય જાણવો. | સર્વે પણ પદાર્થોમાં અસ્તિત્વ અર્થાત્ સત્તા એટલે કે (મવનત્વ) = હોવાપણું, આવા પ્રકારના સામાન્ય ધર્મની સાથે જ વસ્તુનો સંબંધ છે. કારણ કે સર્વે પણ પદાર્થો ભવનધર્મવાળા (હોવાપણાના ધર્મવાળા) છે. આ રીતે ભવનત્વનો જે સંબંધ તે જ ભાવત્વ છે. સત્તાનો જે સંબંધ, તેનાથી જ વસ્તુ સત્ છે આમ જણાઈ જાય છે. આ રીતે સત્તામાત્રથી સર્વે વસ્તુઓ જણાય છે. તેમાં જ પદાર્થનું પોતાનું વાસ્તવિક સ્વરૂપ સમાપ્ત થઈ જાય છે (સમાઈ જાય છે). કંઈ બાકી રહેતું નથી. તેથી આ ઘટ છે, આ પટ છે, આ મઠ છે ઈત્યાદિ (વિશેષ ધર્મોના) વિકલ્પોની જે કલ્પના છે તે બ્રાન્તિમાત્રના કારણે જ છે તેથી નિરર્થક છે. આ નય સામાન્યગ્રાહી હોવાથી સત્તાને જ પ્રધાનપણે ગ્રહણ કરે છે. તેથી ઘટ-પટ-મઠ ઈત્યાદિ વિકલ્પોને (વિશેષોને) આ નય સ્વીકારતો નથી. તેથી ઉપર મજબ પોતાનો અભિપ્રાય કહે છે. આ સંગ્રહનય વિશેષોને સ્વીકારતો નથી. તે કહે છે કે “ઘટ-પટ-મઠ” ઈત્યાદિ વિકલ્પો પણ (વિશેષો પણ) “ભવન”ની પ્રવૃત્તિને (અસ્તિત્વ ધર્મને) આધીન જ છે. અસ્તિત્વની સાથે અંદર જ રહેનારા છે. તેથી તે વિશેષો પણ “ભાવરૂપ-ભવનરૂપ” જ છે.

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 136