Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti Part-3
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 31
________________ જ્ઞાનમંજરી માધ્યસ્થાષ્ટક - ૧૬ शब्दस्य विद्यमानं घटं चेष्टात्मकं विरहय्य नान्यत्र कुटाद्यर्थेऽभिधानसामर्थ्यस्त अभिधेयत्वात् । यदि चास्य शब्दस्य कुटादिरर्थोऽभिधेयो भवेदेवं सति यथोक्तसर्वसङ्करत्वादयो दोषा उपजायेरन् । नित्यतो न शब्दान्तराभिधेयोऽर्थोऽन्यस्य शब्दस्याभिधेयो भवति । एवमसङ्क्रमणगवेषणपरोऽध्यवसायः समभिरूढः । ૪૯૧ હવે સમભિરૂઢનયનું લક્ષણ જણાવતાં કહે છે કે - વર્તમાનકાલીન પર્યાયને પામેલો હોય, વિદ્યમાન પદાર્થ હોય, સત્ વસ્તુ હોય, છતાં પણ ઘટ, કુંભ, કલશ આદિ પર્યાયવાચી શબ્દોમાં પણ અસંક્રમભૂત હોય (એક શબ્દનો અર્થ બીજા શબ્દમાં લાગુ ન પડે) એવા અર્થને જે માને તે સમભિરૂઢનય કહેવાય છે. અસંક્રમભૂત અર્થ એટલે કે અન્યત્રાળમનમ્ = જે શબ્દનો જે અર્થ થતો હોય તે અર્થ અન્ય શબ્દમાં ન ઘટવો જોઈએ. નૃપ અને ભૂપ શબ્દનો અર્થ રાજા થતો હોવા છતાં એવો અર્થ કરવો કે ગૃપ નો અર્થ મૂવ માં ન જાય અને કે ભૂપ નો અર્થ ગૃપ માં ન જાય તે અસંક્રમ કહેવાય છે. મનુષ્યોનું રક્ષણ કરે તે નૃપ અને પૃથ્વીનું રક્ષણ કરે તે ભૂપ. આમ અસંક્રમભૂત અર્થને જે નય માને તે સમભિરૂઢ નય. એવી જ રીતે ઘટ” આવા પ્રકારના શબ્દનો અર્થ ચેષ્ટાત્મક વિદ્યમાન ઘટને ત્યજીને તેના વિના અન્યત્ર કુટાદિના અર્થમાં આ ઘટ શબ્દનું વાચક તરીકે સામર્થ્ય સંભવતું નથી. તે કારણથી ઘટ શબ્દથી કુટાદિ અભિધેય બનતા નથી. જો ઘટ શબ્દનો અભિધેય અર્થ જેમ ચેષ્ટાત્મક ઘટ છે તેમ જો અન્ય એવા કુટાદિ પદાર્થો પણ જો ઘટ શબ્દથી વાચ્ય માનીએ તો ઉપરોક્ત નીતિરીતિથી ગમે તે શબ્દ ગમે તે અર્થના વાચક તરીકે વપરાય અને જો આમ થાય તો સર્વ શબ્દોમાં સર્વ અર્થ કહેવાથી સંકરત્વ વગેરે દોષો આવે. માટે પ્રત્યેક શબ્દો પોતપોતાના પ્રતિનિયત અર્થમાં જ પ્રવર્તે છે. દરેક શબ્દોના પોત-પોતાના અર્થ નિયત (નિશ્ચિત) હોવાથી કોઈપણ શબ્દાન્તરથી (બીજા શબ્દથી) વાચ્ય એવો અર્થ બીજા શબ્દથી વાચ્ય બનતો નથી. આ રીતે કોઈપણ શબ્દનો વાચ્ય અર્થ બીજા કોઈપણ શબ્દમાં પ્રવેશ પામતો નથી. આમ અસંક્રમણની જ ગવેષણામાં તત્પર અધ્યવસાયવાળો આ સમભિરૂઢ નય છે. एवम्भूतस्वरूपमाह-व्यञ्जनं शब्दस्तस्यार्थोऽभिधेयो वाच्यं, तयोर्व्यञ्जनार्थयोरेव सङ्घटनं करोति “घट" इति यदिदमभिधानम्, तच्चेष्टाप्रवृत्तस्यैव, जलधारणाहरणसमर्थस्य वाचकं चेष्टां च जलाद्यानयनरूपां कुर्वाणो घटो मतः, न पुनः क्रियातो निवृत्तः । इत्थं यथार्थतां प्रतिपद्यमानोऽध्यवसायः एवम्भूतोऽभिधीयते । ''

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136