Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti Part-3
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 54
________________ જ્ઞાનમંજરી નિર્ભયાષ્ટક - ૧૭ ૫૧૧ (૫) શબ્દનય :- સાધનાકાલમાં વર્તતા ધ્યાનસ્થ મુનિમહાત્માઓ ભય ઉપજાવે તેવા મોહનો ક્ષય કરતા હોવાથી આંતરિક પરિણામથી નિર્ભય છે. અહીં ભાવની પ્રધાનતા છે માટે શબ્દનય જાણવો. (૬) સમભિરૂઢનય :- કેવલી પરમાત્મા વીતરાગ હોવાથી સર્વથા મોહનો ક્ષય કર્યો છે માટે મોહજન્ય ભયરહિત છે. તથા જ્ઞાનાવરણીયાદિ કર્મોનો પણ નાશ કર્યો છે માટે અજ્ઞાનતાજન્ય એવા ભયથી પણ રહિત છે. માટે આ આત્માઓમાં યથાર્થ નિર્ભયતા ઘટે છે. (૭) એવંભૂતનય :- સિદ્ધ-પરમાત્મામાં જે નિર્ભયતા છે તે જ વધારે સાચી છે. કારણ કે ત્યાં અઘાતી કર્મોના ઉદયજન્ય શરીર, રોગ, મૃત્યુ આદિના પણ ભયો નથી. એટલે કે આઠે કર્મથી રહિત છે તેથી આઠે કર્મોના ઉદયજન્ય ભયથી રહિત છે માટે એવંભૂતનય. તે સિદ્ધ-પરમાત્મામાં આઠે કર્મોના ક્ષયથી જે આઠ ગણોનો પ્રભાવ (આવિર્ભાવ) થયો છે તે સદાકાલ રહેનાર છે, ક્યારેય નાશ પામનાર નથી, માટે આ જ યથાર્થ નિર્ભયતા છે. અહીં જે આત્માઓ યથાર્થ-આત્મસ્વરૂપને જાણવાની અને પ્રાપ્ત કરવાની તમન્નાવાળા છે અને તેના જ કારણે પુણ્યકર્મ અને પાપકર્મના ઉદયથી મળેલી સાનુકૂળતા અને પ્રતિકુળતામાં જેઓ મમતા વિનાના છે એટલે કે તેમાં જેઓ અલિપ્ત છે એવા મહાત્માઓને જ આત્મતત્ત્વ સાધવામાં નિર્ભયતા પ્રગટે છે. આવા જીવો જ નિર્ભય રહીને આત્મહત્ત્વની સાધના કરીને કેવલી થઈને શુદ્ધ-બુદ્ધ થયા છતા સિદ્ધિપદને પામે છે. માટે અમે તે નિર્ભયતાનું વ્યાખ્યાન કરીએ છીએ. यस्य नास्ति परापेक्षा, स्वभावाद्वैतगामिनः । तस्य किं नु भयभ्रान्ति-क्लान्तिसन्तानतानवम् ॥१॥ ગાથાર્થ - કેવળ સ્વભાવદશામાં જ રહેનારા એવા જે મહાત્માને પરપદાર્થની અપેક્ષા જ નથી તે મહાત્માને ભય (ત્રાસ), ભ્રાન્તિ (ભ્રમ) અને ફલાન્તિ (ખેદ)ની પરંપરાનો વિસ્તાર શું હોય? અર્થાતુ ન હોય. // ટીકા :- “ય નાસ્તીતિ”—યસ્થ પરાપેક્ષા-પરાશ્રયતા-પરાધીનતા-પરાશા વા नास्ति, तस्य स्वभावाद्वैतगामिनः-स्वभावस्य यद् अद्वैतमेकत्वं-स्वभावाद्वैतं, तत्र ગમનનળ મય:-ત્રણ, પ્રાન્તિઃ-શ્રમ:, વસ્ત્રાન્તિઃ-ર, તજ તનવં વિસ્તાર किं नु भवति ? काक्वर्थः । इत्यनेन परवस्तुसंरक्षणे पराशादिना भयं भवति । यः परभावनिःस्पृहस्तस्य परभावाभावे भयखेदौ (भयभ्रमखेदाः) कुतः ? नैवेति ॥१॥

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136