Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti Part-3
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 65
________________ નિર્ભયાષ્ટક – ૧૭ જ્ઞાનસાર ટીકા :- “તૂતવનયવ કૃતિ'' મૂઢા:-તત્ત્વજ્ઞાનવિતા: તૂલવવું લયવ:अर्कतूलवद् लघवः, अभ्रे-आकाशे भयानिलैः - भयपवनैः प्रेरिता भ्रमन्ति । ज्ञानगरिष्ठानामेकं रोमापि तैः पवनैर्न कम्पते । इत्यनेन सप्तभयसन्निधाने मूढाःपरभावात्मत्वज्ञानमुग्धाः तद्द्द्वियोगभयेन कम्पमाना इतस्ततो भ्रमन्ति । ये चासङ्ख्यातप्रदेशानन्तज्ञानमयस्यात्मनः स्वरूपावलोकिनो ज्ञानगरिष्ठाः अविनाशिचैतन्यभावरक्ताः तेषामध्यवसायरूपं रोमापि न कम्पते । किञ्च गत्वरैः गतैरिति अध्यात्माभ्यासैकत्वानन्दानन्दिताः सदा निर्भयाः स्वरूपे स्थिराः तिष्ठन्ति ॥७॥ ૫૨૨ વિવેચન સંસારમાં સામાન્યથી એવો નિયમ છે કે વજનમાં હળવી-ફો૨ી તુચ્છ વસ્તુ વાયુ વડે આકાશમાં ભમાવાય છે. જેમકે નાના નાના કાગળના કકડા, ધૂળ-રેતીના કણ ઈત્યાદિ વસ્તુઓ વજનમાં હળવી-ફોરી અર્થાત્ લઘુ હોય છે. તેના કારણે પવન દ્વારા આ વસ્તુઓ આકાશમાં ઉડાડાય છે, ભમાવાય છે. પરંતુ પત્થરની શિલા, લોખંડનો ગોળો કે જાડાં થડ જેવાં મજબૂત લાકડાં પવન વડે ઉડાડાતાં નથી. વજનમાં ભારે હોવાથી - ગુરુ હોવાથી ઉડાડાતાં નથી. તેથી લઘુવસ્તુ પવન વડે આકાશમાં ભમાવાય અને ગૌરવવાળી વસ્તુનો એક ટુકડો પણ પવન વડે આકાશમાં ન ભમાવાય આવો સામાન્ય નિયમ સંસારમાં દેખાય છે. તેવી જ રીતે તત્ત્વજ્ઞાન વિનાના જીવો એટલે કે પરપદાર્થને પોતાનો છે એમ માનીને ૫૨૫દાર્થમાં મોહાન્ધ થયેલા મૂઢ આત્માઓ આકડાના રૂની જેમ ભાર વિનાના હલકા-લઘુ થયા છતા ભયોરૂપી પવન વડે આકાશમાં અહીં-તહીં ભમાડાય છે. પરવસ્તુમાં મોહાન્ધ જીવો પરવસ્તુને મેળવવા માટે જ્યાં ત્યાં ભટકે છે. નાના માણસને પણ પગે પડે છે. ભાઈ–બાપા કરે છે, લાચારી સેવે છે. કોઈને ન નમનારો માણસ પણ ત્યાં નમે છે. પાવરવાળો માણસ પણ પરવસ્તુની પ્રાપ્તિ માટે નરમ થઈને રહે છે. એક સ્થાને ભય દેખાય તો બીજે સ્થાને અને ત્યાં ભય દેખાય તો ત્રીજા સ્થાને આ જીવ ભટકે છે. જેમ ટીકીટ વિના મુસાફરી કરનારો મુસાફર ટી.ટી.ને જોઈને જ્યાં ત્યાં સંતાય છે. સંડાસ જેવા દુર્ગન્ધમય સ્થાનમાં પણ ભયથી છૂપાય છે. ગુન્હો કરનાર મનુષ્ય પોલીસના ભયથી અહીં તહીં છૂપાતો ભટકે છે. તેમ પરપદાર્થના મોહમાં મૂઢ બનેલો મનુષ્ય પણ તેની પ્રાપ્તિ માટે વલખાં મારે છે. પ્રાપ્ત કર્યા પછી તેને સંતાડવા-સાચવવા માટે જ્યાં ત્યાં ભટકે છે અને છતાં જ્યારે તે વસ્તુ નાશ પામે છે ત્યારે ઉદાસીન થયો છતો રડે છે, આઘાત પામે છે અને ફરી મેળવવા ગમે તેવા માણસની પણ સેવા કરે છે. આ રીતે આત્મતત્ત્વના જ્ઞાન વિનાના જીવો ૫૨૫દાર્થોની પ્રાપ્તિ આદિ માટે ભયરૂપી પવન વડે આકડાના રૂની જેમ હલકા-ફોરા(લાઘવતાને પ્રાપ્ત) થયા છતા જ્યાં ત્યાં આકાશમાં ભમાડાય છે.

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136