Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti Part-3
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 45
________________ જ્ઞાનમંજરી માધ્યસ્થ્યાષ્ટક - ૧૬ ૫૦૫ ટીકા :" स्वागममिति" स्वागमं गणधरोक्तमागमम्, वयं न रागमात्रेण श्रयामः, यच्च अस्मत्परम्परानुगतैः इदमेवाभिमतम्, अस्माकं कल्पमिदं इति रागारत्वेन न जिनागमे रागः । वा अथवा परागमं कापिलादिशास्त्रम् न केवलद्वेषमात्रेण परकीयत्वाद् द्वेषः, तेन न त्यजामः, किन्तु परीक्षया यथार्थवस्तुस्वरूपनिरूपणेन सम्यग्ज्ञानहेतुत्वाद् नित्यानित्याद्यनन्तस्वभावकथनेऽप्यविरोधित्वाद् मध्यस्थया दृशा जिनागमं श्रयामः विपर्यासोपेतवस्तुस्वरूपपरीक्षणाऽक्षमत्वेन त्यजामः । न द्वेषमात्रेण, त्यागयोग्यत्वाद् त्यजामः । उक्तञ्च વિવેચન :- ગ્રંથકારશ્રી ઉપાધ્યાયજી મહારાજશ્રી કહે છે કે અમે ગણધરભગવંતોએ રચેલા જૈન આગમનો જે આશ્રય કર્યો છે. અર્થાત્ “પ્રમાણભૂત” તરીકે અમે અમારા જીવનમાં તે આગમોને જે સ્વીકાર્યાં છે તે કંઈ આગમ પ્રત્યેના રાગથી નથી સ્વીકાર્યાં, એટલે કે “અમારી પરંપરામાં પૂર્વકાલમાં થયેલા અમારા ધર્મગુરુઓએ “આ જૈન આગમ જ સ્વીકાર્યું હતું તે માટે, અથવા અમારો આવો કુલાચાર છે કે આ જૈનાગમને જ માનવું” ઈત્યાદિ રીતે રાગને પરવશ થઈને અમે જૈન આગમ પ્રત્યે સ્વીકાર કર્યો હોય એમ નથી, ગુરુપરંપરાથી કુલાચારથી કે તેના પ્રત્યેના પ્રેમમાત્રથી અમે જૈન આગમ સ્વીકાર્યું હોય એમ નથી. પરંતુ જિનેશ્વર પરમાત્માના કહેલા અને ગણધરભગવંતોએ રચેલા આ આગમશાસ્ત્રોમાં “યુક્તિયુક્તતા” છે માટે અમે જૈન આગમને સ્વીકાર્યું છે. તથા પરદર્શનનાં આગમશાસ્ત્રો એટલે કે સાંખ્યદર્શનનાં કપિલઋષિકૃત આગમો, બૌદ્ધદર્શનનાં બુદ્ધકૃત આગમો, ન્યાય-વૈશેષિકદર્શનનાં અક્ષપાદ-કણાદ ઋષિકૃત શાસ્ત્રો, ચાર્વાકદર્શનનાં બૃહસ્પતિઋષિકૃત શાસ્ત્રો અને મીમાંસકદર્શનનાં કુમારિલ્લભટ્ટ તથા પ્રભાકરકૃત શાસ્ત્રોનો અમે જે ત્યાગ કર્યો છે. નથી સ્વીકાર્યાં, તે કેવલ દ્વેષમાત્રથી અથવા પારકાનાં છે માટે આપણે ન સ્વીકારાય આવા દ્વેષભાવથી ત્યાગ કર્યો નથી. પરંતુ તે શાસ્ત્રોમાં કહેલા ભાવોમાં યુક્તિયુક્તતા દેખાતી નથી માટે ત્યાગ કર્યો છે. જૈન આગમમાં અને ઈતર આગમમાં ક્યાં યુક્તિસિદ્ધતા છે ? અને ક્યાં યુક્તિસિદ્ધતા નથી ? આવી પરીક્ષા કરવા પૂર્વક મધ્યસ્થ દૃષ્ટિ રાખીને યોગ્યતા જોઈને જ જૈન આગમનો અમે સ્વીકાર કર્યો છે અને પર-આગમનો અમે ત્યાગ કર્યો છે. “જે વસ્તુ આ સંસારમાં જેમ છે તે વસ્તુનું નિરૂપણ બરાબર તેમજ છે” આમ યથાર્થપણે વસ્તુના સ્વરૂપનું નિરૂપણ જૈન આગમમાં જ છે. માટે તે આગમનો અભ્યાસ સમ્યજ્ઞાનનું કારણ બને છે. તેથી યથાર્થવાદ હોવાથી અમે તે આગમનો આશ્રય કર્યો છે.

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136