Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti Part-3
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 18
________________ ૪૭૮ માધ્યસ્થ્યાષ્ટક - ૧૬ જ્ઞાનસાર આ નય પદાર્થના વિષયમાં ભિન્ન ભિન્ન પ્રકારે અતીતકાલસંબંધી અને અનાગતકાલ સંબંધી વસ્તુના સ્વરૂપનો પરિત્યાગ કરવાવાળા એવા પદાર્થના સ્વરૂપને કહેનારા શાબ્દિક બોધમાં પ્રવર્તે છે. ભૂતકાલ અને ભાવિકાલના સ્વરૂપને ગૌણ કરનારો છે. સંગ્રહનય એકીકરણના સ્વભાવવાળો હોવાથી સર્વ વિકલ્પો (વિશેષો)થી અતીત (રહિત) હોવાથી એટલે કે ક્ષણ-ક્ષણના થતા વિશેષ વિશેષ પર્યાયો-વિકલ્પો-વિશેષો ન સ્વીકારતો હોવાથી આ ઋજુસૂત્રનયની દૃષ્ટિએ અતિશય સંપ્રમુગ્ધ છે (અજ્ઞાની છે, ભદ્રિક છે) = અયથાર્થ છે. તેની જેમ વ્યવહારનય પણ ત્રણે કાલને સ્વીકારતો હોવાથી ક્ષણ-ક્ષણના સર્વ વિકલ્પ-વિશેષોથી રહિત વસ્તુને સ્વીકારનાર હોવાથી સંગ્રહનયની માન્યતાનો જે આગ્રહ છે. તેની તુલ્ય જ માન્યતાવાળો હોવાથી સંગ્રહનયની જેમ વ્યવહારનય પણ અયથાર્થ જ છે, ભદ્રિક છે, અજ્ઞાની છે એમ આ નય માને છે. તેથી “ચરણ વિનાનો પુરુષ ગરુડના જેવી વેગવાળી ગતિ કરે છે’ આવા પ્રકારનો વ્યપદેશ જેમ અયથાર્થ છે, તેમ સંગ્રહનય અને વ્યવહારનયની વાત અયથાર્થ જ છે. આમ માનતો આ ઋજુસૂત્રનય માત્ર વર્તમાન એક ક્ષણની સ્થિતિવાળું જ પદાર્થનું સ્વરૂપ પરમાર્થથી છે આમ સિદ્ધ કરે છે, સ્થાપિત કરે છે. અને સમજાવે છે. અતીતકાલ અને અનાગતકાલવાળું વસ્તુ-સ્વરૂપ સ્વીકારવું તે ખર-વિષાણાદિ અસત્પદાર્થોના સ્વરૂપને સ્વીકારવાની તુલ્ય હોવાથી તેનાથી કંઈ ભિન્ન નથી. અર્થાત્ જેમ ખર-વિષાણ આદિ અસત્ છે તેમ વસ્તુનું અતીત-અનાગતવાળું સ્વરૂપ પણ અસત્ જ છે. બળી ગયેલો, મૃત્યુ પામેલો અને નાશ પામેલો પદાર્થ ખરેખર જગતમાં નથી જ, અસત્ જ છે. તેથી વિશ્વસનીય નથી. અર્થાત્ દગ્ધ-મૃત અને ધ્વસ્ત વસ્તુ છે આમ માનવું તે વિશ્વાસયોગ્ય નથી. તેથી જ દગ્ધાદિ ભાવવાળી વસ્તુ “છે” આવો બોધ કોઈને પણ થતો નથી. ઘટ બન્યા પૂર્વે જે મૃદાદિ દ્રવ્ય છે તે ઘટ બન્યો ન હોવાથી “અઘટાદિ લક્ષણાત્મક છે” અર્થાત્ મૃÑિડકાલે ઘટ નથી. જે કાલે ઘટ બને છે તે કાલે પણ જો અઘટાદિલક્ષણવાળી મૃદાદિ વર્તે છે એમ માનીએ તો તે બનતા ઘટાદિ પદાર્થો અઘટાદિ લક્ષણાત્મક મૃદાદિથી અભિન્ન હોવાના કારણે બનતા ઘટાદિ પણ ઘટાદિ રૂપે નથી. કારણ કે મૃદાદિ અઘટાત્મક છે અને તેમાંથી બનતા ઘટાદિ તેનાથી અનર્થાન્તર છે તેથી તે ઘટાદિ પણ તે કાલે અઘટાદિ રૂપ જ થશે. માટે ઘટાદિ થશે જ નહીં. न च तदेव तदेकं मृद्द्रव्यमन्यथा वर्तते । किं तर्हि ? अन्यदेवान्यप्रत्ययवशात् अन्यथोत्पद्यते इति । न च पिण्डादिक्रियाकाले कुम्भकारव्यपदेशः । यदि चान्यदपि

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136