Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti Part-3
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 25
________________ જ્ઞાનમંજરી માધ્યચ્યાષ્ટક- ૧૬ ૪૮૫ જો ઉક્તથી અનુક્તની પ્રતિપત્તિને પર્યાયવાચી કહીએ તો કોઈ સ્ત્રી પોતાના પુત્રને કહે કે “વિશ'' તું ઘરમાં તો જા, આમ કહેવાથી ઘરમાં પડેલા “ઉપાડ અક્ષય' ભોજનને કર. આ અર્થ પણ નમતુ = સમજાઈ જ જાય છે તો ત્યાં પણ પર્યાયવાચી માનવાનો પ્રસંગ આવશે. તથા “તિર્મવતિપર:” જ્યાં જ્યાં કોઈ ક્રિયાપદ ન હોય ત્યાં ત્યાં ગતિ અને મતિ શબ્દ અધ્યાહરથી સમજી લેવા. આ રીતે પ્રથમ પુરુષમાં ન પ્રયોગ કરાયેલો પણ “પ્તિ અથવા મતિ” જણાય જ છે. તેથી તે પણ જ્યાં જણાશે ત્યાં પર્યાયવાચી જ થશે. તથા “વૃક્ષ: Hક્ષ:” આ વૃક્ષ છે, તે પ્લક્ષ છે. આમ બોલવાથી તિ અનુક્ત હોવા છતાં પણ જણાય જ છે. માટે વૃક્ષ ન્નક્ષ અને મતિ આ સર્વે ન્યાયની રીતિએ પર્યાયવાચી થવાનો પ્રસંગ આવશે. આમ ઘણી જ અવ્યવસ્થા થશે. તેથી સર્વે પણ શબ્દોમાં વ્યુત્પત્તિ પ્રમાણે ભેદ જ છે. આવા પ્રકારનો અર્થ પ્રમાણે નય હોવાથી જેમ હસ્તિ અને અશ્વ શબ્દની એકતાનો અપ્રસંગ છે તેમ દક્તિ અને હસ્તિ શબ્દમાં પણ (એટલે કે પર્યાયવાચી શબ્દોમાં પણ) એકતાનો અપ્રસંગ જ છે. અર્થાત્ પર્યાયવાચી શબ્દોમાં પણ વ્યુત્પત્તિ પ્રમાણે અર્થનો ભેદ જ છે. માટે પર્યાયવાચી શબ્દોમાં એકતાની કલ્પના કરવી તે અવસ્તુ જ છે. એકતા કલ્પવી તે અપ્રાસંગિક જ છે. આમ સમભિરૂઢ નય કહે છે. ___ एवम्भूतनय आह-निमित्तं क्रियां कृत्वा शब्दः प्रवर्तते, न हि यदृच्छाशब्दोऽस्ति अतो घटमान एव घटः, कुटंश्च कुटो भवति, पूरणप्रवृत्त एव पुरन्दरः, यथा दण्डसम्बन्धानुभवनप्रवृत्तस्यैव दण्डित्वम्-अन्यथा व्यवहारलोपप्रसङ्गः, न चासौ तदर्थः, अनिमित्तत्वात् । એવંભૂતનયનું કહેવું આ પ્રમાણે છે કે – કોઈ પણ શબ્દની પ્રવૃત્તિમાં પોત-પોતાની ક્રિયા એ નિમિત્ત છે. પોતાનાથી વાચ્ય ક્રિયાનું નિમિત્ત કરીને શબ્દનો પ્રયોગ થાય છે, પણ યદેચ્છાએ (ગમે તેમ, ગમે ત્યાં શબ્દનો પ્રયોગ થતો નથી. માટે ક્રિયાકાલે જ તે તે શબ્દનો પ્રયોગ થાય છે. જેમકે ઘટમાન ક્રિયાવાળો જે પદાર્થ તે જ ઘટ કહેવાય છે. જલાધાર બનતો હોય, સ્ત્રીના માથા ઉપર ઉપાડાતો હોય, પાણી લવાતું હોય અથવા લઈ જવાતું હોય. આમ ઘટની ચેષ્ટા કરતા ઘટને જ ઘટ કહેવાય છે. એવી જ રીતે કુટનક્રિયા કરતા કુટને જ કુટ કહેવાય છે. ઈન્દ્રમહારાજા નગરને વિદારતા હોય ત્યારે જ પુરંદર કહેવાય છે. જેમ દંડના સંબંધના અનુભવમાં પ્રવર્તેલાને જ દંડી પુરુષ કહેવાય છે. અર્થાત્ લાકડી રાખતો હોય તેને જ લાકડીવાળો પુરુષ કહેવાય છે. પરમાત્મા જ્યારે તીર્થની સ્થાપના કરે ત્યારે જ તીર્થકર પ્રભુ કહેવાય છે. જો આમ ન વિચારીએ અને ક્રિયાકાલ વિના પણ તે તે શબ્દોના પ્રયોગો કરીએ તો ગમે ત્યાં, ગમે તે શબ્દોનો પ્રયોગ થવા લાગે અને એમ થાય તો સર્વે લોકોમાં

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136