Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti Part-3 Author(s): Dhirajlal D Mehta Publisher: Jain Dharm Prasaran Samiti View full book textPage 8
________________ ૪૬૮ માધ્યચ્યાષ્ટક - ૧૬ જ્ઞાનસાર ટીકા :- “નયેષુ રૂતિ” માં મહાકુનઃ મધ્યસ્થ વ્યતે | વી મનઃ નપુ समशीलं नयान्तरोक्तवस्तुधर्मेषु तत्प्रवर्तनेषु मनः समभावलक्षणं स्वपक्षपातरहितं कथम्भूतेषु नयेषु ? स्वार्थसत्येषु-स्वस्यार्थः स्वार्थः तस्मिन् सत्येषु स्वाभिमतस्थापनकुशलेषु परचालने-परस्थापने मोघेषु-निष्फलेषु परपक्षस्थापनेऽसत्येषु स्वमतस्थापने धीरेषु यः समः-इष्टतानिष्टतारहितोपयोगः यथार्थविभजनशीलः स मुनिः मध्यस्थः । नयस्वरूपं गीयते च વિવેચન :- નય એટલે દૃષ્ટિ-આશય-અભિપ્રાય-કહેવાની પાછળ હૃદયગત વિચાર. ભિન્ન ભિન્ન નયો ભિન્ન ભિન્ન અભિપ્રાય કહે, તે ભિન્ન ભિન્ન અભિપ્રાયો સાંભળવા છતાં, જાણવા છતાં જે મહાત્મા પુરુષનું મન તેમાં સર્વત્ર સમ-શીલ છે, પક્ષપાત વિનાનું છે. કોઈપણ એક તરફ ખેંચાણવાળું નથી, ખેંચાણ વિનાનું છે તે મુનિ મધ્યસ્થ કહેવાય છે. | સર્વે પણ નયો (કહેવા કહેવાની અપેક્ષાઓ) પોતપોતાના અભિપ્રાય કહે ત્યારે સાચા હોય છે. પોતે માનેલી માન્યતાનું સ્થાપન કરવામાં કુશળ હોય છે. પરંતુ બીજા નયની વાત સ્થાપવા જાય ત્યારે તે અસત્ય બની જાય છે. તેવા ભિન્ન ભિન્ન નયોના ભિન્ન ભિન્ન અભિપ્રાયોમાં જે મુનિ સમ-સ્વભાવવાળા રહે છે, એટલે કે “આ નયની વાત ઈષ્ટ છે અને આ નયની વાત અનિષ્ટ છે આમ ઈષ્ટ-અનિષ્ટ ભાવથી રહિત સમ્યજ્ઞાનના ઉપયોગવાળા જે મુનિ રહે છે. જ્યાં જ્યાં જે જે નય ઉપકારક લાગે ત્યાં ત્યાં તે તે નયનું કુંજન કરવા દ્વારા જે મુનિ નયોનો યથાર્થપણે વિભાગ કરનારા બને છે તે મુનિ મધ્યસ્થ કહેવાય છે. સન્મતિ તર્ક પ્રકરણમાં પૂજ્ય સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી મ.શ્રી કહે છે કે - नियनियवयणिज्जसच्चा, सव्वनया परवियालणे मोहा । ते पुण न दिट्ठसमयो, विभयइ सच्चे व अलिए वा ॥ (પ્રથમ કાંડ, ગાથા-૨૮) સર્વે પણ નયો પોત-પોતાનો અભિપ્રાય કહે ત્યારે સાચા છે. પરંતુ પરની વિચારણામાં ખંડન-મંડન કરે ત્યારે તે નિષ્ફળ થાય છે. તેથી “આ નયો સાચા જ છે અને આ નવો ખોટા જ છે” આવો જે વિભાગ કરે છે તે જૈન આગમને ન જોનારા છે. અર્થાત્ તેઓમાં જૈન આગમ શાસ્ત્રોનો અભ્યાસ નથી એમ જાણવું. પ્રશ્ન :- નયો કેટલા છે? પ્રત્યેક નયોના અર્થ શું? શા માટે ભિન્ન ભિન્ન અભિપ્રાય ધરાવતા હશે? અને આ નયો એ વાસ્તવિક શું છે? પરસ્પર ઝઘડવાના સ્વભાવવાળા છે કે સમન્વયના સ્વભાવવાળા છે ?Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 136