Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti Part-3
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 6
________________ ૪૬૬ માધ્યચ્યાષ્ટક - ૧૬ જ્ઞાનસાર છે. જીવની ભવિતવ્યતા ન પાકે ત્યાં સુધી તે જીવ સમજવાનો નથી અને ગાઢ અનુબંધવાળો લેષ બંધાઈ જાય છે. માટે કુતર્કો ત્યજીને મધ્યસ્થ થાઓ. મધ્યસ્થદશામાં આવો તો છેવટે તમારું તો અકલ્યાણ નહીં થાય. આ કારણે રાગ અને દ્વેષનો અભાવ કરીને એટલે કે પોતાના પક્ષનો રાગ અને સામાના પક્ષનો દ્વેષ ત્યજીને અંતર-આત્મભાવમાં આવીને આત્મહત્ત્વની સાધના કરનારા જીવે સાધકદશા પ્રાપ્ત કરવા દ્વારા “અનુપાલંભતાને પ્રાપ્ત કરીને જ રહેવું જોઈએ. પોતાના આત્માના કલ્યાણનો વિઘાત થાય, વિનાશ થાય, હાનિ થાય તે ઉપાલંભ. આવા પ્રકારના ઉપાલંભનો જે અભાવ તે અનુપાલંભ-અવસ્થા, આવી અવસ્થા મેળવવી જોઈએ. પોતાના આત્માનું અકલ્યાણ ન થાય તે માટે કુતર્કોરૂપી પત્થર નાખીને રાગ-દ્વેષ કરવા રૂપી જે બાલચેષ્ટા છે તે ત્યજી દેવી જોઈએ. વાદવિવાદથી દૂર રહેતાં તત્ત્વ સમજવા અને સમજાવવા પ્રયત્નશીલ રહેવું. તથા સુંદર છે વર્ણ-ગંધ-રસ અને સ્પર્શ જેનો એવાં ચમકવાળાં સુગંધી પુદ્ગલદ્રવ્યો કે જેને વ્યવહારથી શુભ કહેવાય છે તેવાં પુદ્ગલદ્રવ્યો મળે તો તેમાં રાગાધ ન બનવું અને અશુભ વર્ણાદિવાળાં પુદ્ગલ દ્રવ્યો મળે તો તેનો વેષ ન કરવો. પરંતુ બને અવસ્થામાં મધ્યસ્થ રહેવું. કારણ કે શુભ હોય કે અશુભ હોય, આખર એકે પુગલ દ્રવ્ય જીવનું સ્વરૂપ નથી, જીવની સાથે સદા રહેવાનું નથી તથા પરિવર્તન સ્વભાવવાળું હોવાથી શુભ પણ અશુભપણે અને અશુભ પણ શુભપણે પરિણામ પામવાનું જ છે. માટે હે જીવ ! આવા પ્રકારનાં પુદ્ગલ દ્રવ્યો ઉપર કે રૂપવાન તથા કુરૂપવાન શરીરવાળા જીવો ઉપર રાગ-દ્વેષના ભાવવાળા બનવું નહીં. તેમાં કર્મબંધ થવા દ્વારા આત્માનું જ અકલ્યાણ થાય છે. માટે મધ્યસ્થ બનો. l/૧ मनोवत्सो युक्तिगवीं, मध्यस्थस्यानुधावति । तामाकर्षति पुच्छेन, तुच्छाग्रहमनःकपिः ॥२॥ ગાથાર્થ :- મધ્યસ્થ માણસનું મનરૂપી વાછરડું યુક્તિરૂપી ગાયની પાછળ દોડે છે. પરંતુ કદાગ્રહવાળું મનરૂપી વાંદરું યુક્તિરૂપી તે ગાયને પુંછડા વડે પોતાના તરફ ખેંચે છે. IIll. ટીકા :- “મનોવત' મધ્યસ્થી મનોવત્સ: ચિત્તમિત્કર્થ: | યુક્તિાવ यथार्थवस्तुस्वरूपविभजनोपपत्तिः युक्तिः, सा एव गौः, तां युक्तिगवीमनुधावति -अनुगच्छति पक्षपाताभावाद् यथार्थोपयोगता एव भवति । तां सम्यग्ज्ञानतां गावं

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 136