Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti Part-3
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 5
________________ જ્ઞાનમંજરી માધ્યચ્યાષ્ટક- ૧૬ ૪૬૫ ગાથાર્થ : અંતરાત્મદશાને પામેલા જીવો જ્ઞાનીઓનો ઠપકો ન મળે તે રીતે અર્થાત્ આત્મસ્વરૂપનો ઘાત ન થાય તે રીતે મધ્યસ્થપણે વર્તનારા થાઓ અને કુતર્ક રૂપી કાંકરાઓના પ્રક્ષેપ કરવા વડે થતી બાલચેષ્ટાનો ત્યાગ કરનારા બનો. ||૧|| ટીકા :- “સ્થીયતાતિ” નો ઉત્તમ ! વાર્તાપત્ન-વાચીજ્ઞઐત્તિज्ञानरक्तस्य चापलं-वस्तुस्वरूपानपेक्षिवचनरूपं चापल्यम्, त्यज्यतां-मुच्यताम् । कैः ? (कुतर्ककर्करक्षेपैः) कुतर्का:-कुयुक्तयः, ते एव कर्कराः-उपलास्तेषां क्षेपास्तैः तदा किं कर्तव्यमित्याह ___ मध्यस्थेन-रागद्वेषाभावेन, अन्तरात्मना-साधकात्मना, साधकत्वेनानुपालम्भं स्थीयताम्, मध्यस्थस्य स्वभावोपघातरूपोपालम्भः न यस्य सः अनुपालम्भः, तं यथा स्यात्तथा, इत्यनेन यो हि शुभैः पुद्गलैः न रज्यते अशुभैश्च न द्वेष्टि, तस्य નોપાલશ્મ: III - વિવેચન :- આ શ્લોકમાં ગ્રંથકારશ્રી ઉત્તમ આત્માઓને મધ્યસ્થ રહેવાનો ઉપદેશ આપે છે. જે આત્માને જેના તરફનો પક્ષ હૃદયમાં જામ્યો હોય છે, જે પક્ષનો અતિશય રાગ હોય તે તરફના પક્ષની સિદ્ધિ કરતી યુક્તિઓ સાચી અથવા કલ્પિત પણ શોધી લાવે છે અને અકાઢ્ય યુક્તિઓથી કદાગ્રહપૂર્વક સ્વ-ઈષ્ટપક્ષનું સમર્થન કરે છે અને જે પક્ષનો દ્વેષ જામ્યો હોય છે. તે પક્ષનું યુક્તિ-પ્રયુક્તિપૂર્વક સવિશેષ ખંડન જ માત્ર કરે છે. જેનાથી રાગ અને દ્વેષ વધે છે. કદાગ્રહ અને ક્લેશ ઘણા જ જામે છે. જેનાથી ભવ-પરંપરા વધે છે. તેથી ગ્રંથકારશ્રી સમજાવે છે કે - હે ઉત્તમ ભાગ્યશાળી આત્માઓ ! આવા બાલ-ચાપલ્યને છોડી દો. અહીં બાલ એટલે અજ્ઞાની અથવા એકાન્ત-માન્યતામાં જ આસક્ત, સ્યાદ્વાદમાર્ગના અજાણ એવા આત્માઓમાં જે પક્ષ-પ્રતિપક્ષના રાગ-દ્વેષને કારણે વસ્તુતત્ત્વનું ભેદભેદ, નિત્યાનિત્ય, અસ્તિનાસ્તિ, દ્રવ્ય-પર્યાય, સામાન્ય-વિશેષ, આવા પ્રકારનું વાસ્તવિક જે સ્વરૂપ છે તેની અપેક્ષા રાખ્યા વિના એકાન્તવાદની માન્યતાથી જન્ય જે વચન બોલવા રૂપ યુક્તિ-કુયુક્તિઓ જણાવીને પણ ખોટી રીતે પોતાના પક્ષની સિદ્ધિ અને પરપક્ષનો નિષેધ કરાય છે તે બાલ-ચાપલ્ય છે, બાલચેષ્ટા છે. આવી બાલચેષ્ટા ઉત્તમ આત્માઓએ ત્યજી દેવી જોઈએ. જેમ નાના નાના બાલકો કોઈના પણ ઉપર નાના પત્થરો નાખીને બીજાને ચીડવવાની બાલચેષ્ટા કરે છે તે સારી નથી, તેમ કુતર્કો (ખોટી યુક્તિઓ) રૂપી કાંકરાઓ નાખવા વડે કાંકરીચાળો કરવાથી શું લાભ? નુકશાન જ થાય છે. વાદ-વિવાદથી ક્લેશ, કડવાશ, વૈમનસ્ય અને વેર-ઝેર વધે

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 136