Book Title: Guru Shishya
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 9
________________ ગુરુ-શિષ્ય ગુરુ-શિષ્ય દાદાશ્રી : રસ્તામાં ઠેઠ સુધી ગુરુની જરૂર પડશે. ગુરુને એમના ગુરુની જરૂર પડે. અને આપણને આ સ્કૂલમાં માસ્તરોની ક્યારે જરૂર હોય ? આપણે ભણવું હોય તો ને ? અને ભણવું ના હોય તો ?! એટલે આપણને બીજો કશો લાભ જોઈતો ના હોય તો ગુરુ કરવાની જરૂર જ નથી. જો લાભ જોઈતો હોય તો ગુરુ કરવા. એટલે એ કંઈ ફરજિયાત નથી. આ બધું તમારે મરજિયાત છે. તમારે ભણવું હોય તો માસ્તર કરો. તમારે આધ્યાત્મિક જાણવું હોય તો ગુરુ કરવા જોઈએ અને ના જાણવું હોય તો કશું નહીં. કંઈ કાયદો નથી કે આમ જ કરો. - અહીં આગળ સ્ટેશન પર જવું હોય તો ત્યાં ય ગુરુ જોઈએ, તો ધર્મ માટે ગુરુ ના જોઈએ ? એટલે ગુરુ તો આપણને દરેક શ્રેણીમાં જોઈએ અડસટ્ટે અડસટ્ટે રઝળાવ રઝળાવ કરે. આ એક આંધળો બીજા આંધળાને લઈ જાય, તો એ ક્યાં લઈ જાય ? અને સાચો ભોમિયો તો તરત બતાડે. એ ઊધારીયું ના હોય, એ તો રોકડું જ હોય બધું. એટલે ભોમિયો મળ્યો નથી. માટે ભોમિયો ખોળો. પ્રશ્નકર્તા : પણ ભોમિયો એ ઉપરી ખરો કે નહીં ? દાદાશ્રી : ભોમિયો ઉપરી ખરો, પણ ક્યાં સુધી ? આપણને મૂળ સ્થાને લઈ જાય ત્યાં સુધી. એટલે માથે ઉપરી જોઈએ જ, દેખાડનારો જોઈએ, ભોમિયો જોઈએ, ગાઈડ જોઈએ જ હંમેશાં. જ્યાં જુઓ ત્યાં ગાઈડ જોઈશે. ગાઈડ વગર કોઈ કામ થશે નહીં. આપણે અહીંથી દિલ્હી ગયા હોય અને ગાઈડને ખોળીએ, તો એ કોણ કહેવાય ? ગુરુ ! એ ગુરુ જ કહેવાય. પૈસા આપીએ એટલે ગાઈડ થઈ જાય. ગુરુ એટલે જે આપણને માર્ગ દેખાડે, ગાઈડ તરીકે. પ્રશ્નકર્તા : એટલે માર્ગદર્શનની જરૂર તો પડે જ ! દાદાશ્રી : હા, માર્ગદર્શન આપે એ ગુરુ કહેવાય. એ રસ્તો દેખાડનાર કોઈ પણ હોય, એ ગુરુ કહેવાય. | સર્વ શ્રેણી ગુરુ અવલંબિત ! પ્રશ્નકર્તા: ગુરુ રસ્તો બતાવી દે એ રસ્તે ચાલવાનું. પછી ગુરુની જરૂર કે ગુરુને છોડી દેવાના ? દાદાશ્રી : ના, જરૂર ઠેઠ સુધી. પ્રશ્નકર્તા : પછી શું જરૂર ? દાદાશ્રી : આ ગાડીમાં બ્રેક હતી એટલે અથડાયા નહીં, એટલે આ બ્રેક કાઢી નાખવાની ? પ્રશ્નકર્તા : એ રસ્તો બતાડી દે પછી આપણે પકડી રાખવાની શી જરૂર ? ગુરુ વિતા “જ્ઞાત' નહીં ! એટલે કોઈ પણ જ્ઞાન ગુરુ વગર પ્રાપ્ત થાય એવું છે જ નહીં. સાંસારીક જ્ઞાન પણ ગુરુ વગર નહીં થાય અને આધ્યાત્મિક જ્ઞાન પણ ગુરુ વગર થાય એવું નથી. ગુરુ વગર જ્ઞાનની આશા રાખીએ એ બધી ખોટી વાત છે. પ્રશ્નકર્તા : એક ભાઈ કહે છે કે “જ્ઞાન લેવાનું ના હોય, જ્ઞાન દેવાનું ય ના હોય, જ્ઞાન થાય.' તો એ સમજાવો. - દાદાશ્રી : આ મૂછત લોકોની શોધખોળ છે. મૂછત લોકો હોય ને, તેની આ શોધખોળ છે કે “જ્ઞાન લેવાનું ના હોય, દેવાનું ના હોય, જ્ઞાન આપોઆપ થાય.’ પણ તે મૂછ ક્યારેય પણ જાય નહીં. કારણ કે નાનપણમાં જે ભણ્યો તે ય જ્ઞાન લેતો લેતો આવ્યો છે, માસ્તરે તને આપ્યું અને તે લીધું. વળી પાછું તે બીજાને આપ્યું. લેતીદેતીનાં સ્વભાવવાળું જગત છે. માસ્તરે તમને જ્ઞાન નહીં આપેલું ? અને તમે બીજાને આપેલું, તે લેતીદેતીનો સ્વભાવ છે. પ્રશ્નકર્તા: પણ પોતાને જ્ઞાન આપોઆપ થાય કે નહીં ? દાદાશ્રી : આપોઆપ તો કો'કને જ જ્ઞાન થાય પણ તે અપવાદ

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77