________________
પ્યૉરિટી વિતા ત પમાય !
એટલે આ તો ભીખ રહી છે તેને લીધે ભાંજગડ છે. પ્યૉરિટી રહી નથી. જ્યાં ને ત્યાં વેપાર થઈ ગયો છે. જ્યાં પૈસાની લેવડ-દેવડ થઈ અને જ્યાં બીજું પેઠું, એ બધું વેપારી થઈ ગયું. એમાં સંસારિક લાભ ઉઠાવવાની તૈયારી હોય. ભૌતિક લાભો, એ તો બધા વેપાર કહેવાય. બીજું કશું લેતા ના હોય ને માનની ઇચ્છા હોય તો ય પણ એ લાભ કહેવાય. ત્યાં સુધી બધા વેપાર કહેવાય.
હિન્દુસ્તાન દેશ એવો છે કે સબકા વેપાર ચલતા હૈ. પણ વેપારમાં જોખમદારી છે. આપણે શું કહેવું જોઈએ કે આ તમે આવું કરો છો, પણ આમાં જોખમદારી છે.
પ્રશ્નકર્તા : ધર્મના નામે આટલું બધું ધતિંગ કેમ ચાલે છે ?
દાદાશ્રી : ત્યારે કયા નામે ધતિંગ કરવા જાય ? બીજા નામે ધતિંગ કરવા જાય તો લોકો મારે, બાપજી દસ રૂપિયા લઈ ગયા, પણ હવે કંઈક નામ દઈએ ને બાપજી કંઈ શ્રાપ આપી દે, તો શું થાય ?! એટલે ધર્મના નામ સિવાય બીજું કોઈ બારું જ નથી, છટકબારી એવી નથી કોઈ જગ્યાએ.
તેમાં બધા ય એવા જ છે એમ કહેવાય એવું નથી. અહીં પાંચદસ ટકા બહુ સારો માલ છે ! પણ ત્યારે ત્યાં કોઈ ભેગું ના થતું હોય. કારણ કે એની વાણીમાં વચનબળ ના હોય. અને પેલાની તો આંજી નાખે એવી વાણી હોય, એટલે ત્યાં બધાં ભેગા થયાં. ત્યારે ત્યાં એની ભાવના અવળી હોય, જેમ તેમ કરીને પૈસા પડાવી લેવા એવું તેવું હોય. આ પ્રપંચી દુકાનોમાંથી શું લેવાનું ?! ને ચોખ્ખી દુકાનો હોય ત્યારે ત્યાં માલ ના હોય તો ત્યાં શું લેવાનું ?! ચોખ્ખા માણસની પાસે દુકાનમાં માલ નથી. અને પ્રપંચી દુકાનોમાં આમ ઊંચે કાંટે માલ આપે, પણ એ ભેળસેળવાળો માલ હોય છે.
પણ જ્યાં કોઈ જાતની જરૂરિયાત ના હોય, પૈસાની જરૂર ના હોય, પોતાના આશ્રમ વધારવાની કે પોતાનું મોટું કરવાની જરૂર ના હોય, એવા
માણસ હોય તો વાત જુદી છે. એવા માણસ એક્સેપ્ટેડ છે. એ દુકાનને દુકાન કહીએ તો ય ત્યાં લોકો લાભ પામે. પછી ત્યાં આગળ જ્ઞાન ના હોય તો ય તેનો વાંધો નથી પણ માણસ ચોખ્ખા હોવા જોઈએ, પ્યૉર હોવા જોઈએ. ઈમ્યૉરિટીમાં, કોઈ દહાડો ય કશું કોઈ પાસે નહીં.
અપ્રતિબદ્ધપણે વિચરે તે જ્ઞાતી ! પ્રશ્નકર્તા : હિન્દુસમાજમાં, જૈનસમાજમાં આશ્રમ પદ્ધતિ છે, એ બરાબર છે કે નહીં ?
દાદાશ્રી : એ પદ્ધતિ સત્યુગમાં બરાબર હતી, એટલે ત્રીજા અને ચોથા એ બે આરામાં બરાબર હતી. પાંચમા આરામાં આશ્રમની પદ્ધતિ બરાબર નથી.
પ્રશ્નકર્તા : આશ્રમ પદ્ધતિથી ભેદભેદ અને વાડાઓ ઉત્પન્ન થાય છે કે નહીં ?
દાદાશ્રી : આશ્રમ પદ્ધતિ વાડા ઊભા કરવાનું સાધન જ છે ! અને વાડા ઊભાં કરનારા બધા અહંકારીઓ છે, ઓવરવાઈઝ ! નવું ઊભું કરે, તૃતિયમ !! મોક્ષે જવાની કંઈ ભાવના નથી. પોતાનું ડહાપણ દેખાડવું છે. એ નવા નવા ભેદ પાડ્યા કરે અને જ્ઞાનીઓ પાકે ત્યારે ભેદ બધા બંધ કરી દે, ઓછા કરી નાખે. લાખ જ્ઞાનીઓને એક જ અભિપ્રાય હોય અને એક અજ્ઞાનીને લાખ અભિપ્રાય હોય.
પ્રશ્નકર્તા : કહેવાય આશ્રમ, પણ ત્યાં પરિશ્રમ હોય.
દાદાશ્રી : ના, ના. આશ્રમોનો હિન્દુસ્તાનમાં લોકોએ શું ઉપયોગ ર્યો એ આપને કહું ? ઘેર કંટાળ્યો હોય ને, તો તે પંદર દહાડા ત્યાં આગળ નિરાંતે ખાય-પીવે ને રહે. એ જ ધંધો કર્યો છે. એટલે જેને શ્રમ ઉતારવો હોય અને ખાવું-પીવું ને સૂઈ રહેવું હોય, તે આશ્રમો રાખે. બૈરી પજવનારી નહીં, કોઈ પજવનારું નહીં. ઘેર બૈરી-છોકરાંની વઢવાડો હોય. ત્યાં આશ્રમમાં કોઈ વઢનાર જ નહીં ને, કહેનાર જ નહીં ને ! ત્યાં તો એકાંત મળે ને, એટલે નાખોરાં ખરેખરાં બોલાવે. માકણ નહીં, કશું ય નહીં. ઠંડો