Book Title: Guru Shishya
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 70
________________ કામના છે. એટલે ‘આવો, આવો ડૉક્ટર’ કહેશે. અરે, તારે શું કામના ? માંદો થઉં ત્યારે કો'ક દહાડો કામ લાગે ને !' એ બધા ઘાટવાળા કહેવાય. ઘાટવાળા પાસે કોઈ દહાડો કામ ના થાય આપણું. જેને ઘાટ નથી, કશું જ જોઈતું નથી, ત્યાં જવું. આ ઘાટવાળામાં તો, એ સ્વાર્થી ને આપણે ય સ્વાર્થી ! ગુરુ-શિષ્યમાં સ્વાર્થ હોય, તો એ ગુરુપણું ય નથી ને એ શિષ્યપણું ય નથી. સ્વાર્થ ના હોવો જોઈએ. આપણે જો ચોખા છીએ તો એ ગુરુને કહી દઈએ કે, “સાહેબ, જે દહાડે જરા ય સ્વાર્થ તમારામાં દેખાશે, તો હું તો જતો રહીશ. બે ગાળો ભાંડીને ય જતો રહીશ. માટે તમારે મને જોડે રાખવો હોય તો રાખો. હા, ખાવા-પીવાનું જોઈતું હોય તો તે તમારે અડચણ નહીં પડવા દઉં, પણ તમારે સ્વાર્થ નહીં રાખવાનો.” હા, સ્વાર્થ નહીં દેખાય એવા ગુરુ જોઈએ. પણ અત્યારે તો લોભી ગુરુ ને લાલચુ શિષ્ય, બે ભેગા થાય તો શું દહાડો વળે ?! પછી ‘દોનોં ખેલે દાવ' એવું ચાલ્યા કરે !! મૂળમાં લોક લાલચુ છે, તેથી આ ધુતારા બધાંનું ચાલ્યા કરે છે. સાચો ગુરુ ધુતારો ના હોય. એવા સાચી છે હજુ. એવા કંઈ નથી ? આ દુનિયા કંઈ ખાલી થઈ નથી. પણ એવા મળવા ય મુશ્કેલ છે ને ! પુણ્યશાળીને મળે ને ! પધરામણીતા ય પૈસા પછી, કેટલાંક પધરામણી કરાવીને પૈસા પડાવી લે છે. આ ગુરુઓ પગલાં પાડે તો ય રૂપિયા લે ! તે આ ગરીબના ઘેર પગલાં પાડો ને ! ગરીબને શું કરવા આમ કરો છો ? ગરીબની સામું જોવાનું નહીં ?! તે એક પગલાં પડાવનારને મેં કહ્યું, ‘અલ્યા, રૂપિયા ખોવે છે ને વખત નકામો બગાડે છે. એમના પગલાં પાડ્યા કરતાં કોઈ ગરીબનું પગલું પાડ કે જેમાં દરિદ્રનારાયણ પધાર્યા હોય. આ બધાં ગુરુઓનાં પગલાંને શું કરવાના ?!” પણ પબ્લિક એવી લાલચે છે તે કહેશે, ‘પગલાં પાડે તો આપણું કામ થઈ જાય. છોકરાંને ઘર છોકરો થઈ જાય, આજ પંદર વર્ષથી નથી તો.” પ્રશ્નકર્તા : શ્રદ્ધા છે લોકોને તેથી. દાદાશ્રી : નહીં, લાલચુ છે તેથી ! શ્રદ્ધા જોય, આને શ્રદ્ધા ના કહેવાય. લાલચુ માણસ તો ગમે તેની બાધા રાખે. ગાંડાની ય બાધા રાખે. કોઈ કહે કે “આ ગાંડો છે, તે લોકોને છોકરો આપે છે.’ તો આ લોકો ‘બાપજી, બાપજી' કરીને પગે લાગે. ત્યાર પછી છોકરો થઈ જાય તો કહેશે ‘આને લીધે જ થયો ને !' લાલચુ લોકોને તો શું કહેવું ?! આ તો મને ય લોકો કહે છે કે, ‘દાદાએ જ બધું આ આપ્યું.” ત્યારે હું કહું છું કે ‘દાદા તો કશું આપતા હશે ?!' પણ બધું ‘દાદા’ના માથે આરોપ કરે ! તમારું પુણ્ય અને મારું યશનામ કર્મ હોય એટલે હાથ અડાડું ને તમારું કામ થઈ જાય. ત્યારે આ બધાં કહે છે, ‘દાદાજી, તમે જ કરો છો આ બધું.’ હું કહું કે, “ના, હું નથી કરતો. તારું જ તને મળ્યું છે. હું શું કરવા કરું ? હું ક્યાં આ ભાંજગડો લઉં ?! હું ક્યાં આ તોફાનોમાં પડું ?!' કારણ કે મારે કશું જોઈતું નથી. જેને કશું જોઈતું નથી, જેને કશી વાંછના નથી, કોઈ ચીજના ભિખારી નથી, તો ત્યાં તમારું કામ કાઢી લો. હું તો શું કહું છું કે અમારાં પગલાં પડાવો પણ લક્ષ્મીની વાંછનાપૂર્વક ના કરો. ઠીક છે, એવું કંઈક નિમિત્ત હોય, તે અમારાં પગલાં પડાવો. પ્રશ્નકર્તા : ઘરના ઉદ્ધારને બદલે પોતાનો ઉદ્ધાર થાય એવું તો કરી શકે ખરો કે નહીં ? દાદાશ્રી : હા, બધું કરી શકે. બધું જ થઈ શકે. પણ લક્ષ્મીની વાંછના ના હોવી જોઈએ. આ દાનત ખોરી ના હોવી જોઈએ અને આ તમે મને ફોર્સ કરીને ઊઠાવી જાવ, એનો અર્થ પગલાં પાડ્યાં કહેવાય ? પગલાં એટલે તો મારી રાજીખુશીથી થવાં જોઈએ. પછી ભલે તમે મને શબ્દોથી રાજી કરો કે કપટજાળથી રાજી કરો. પણ કપટજાળથી ય હું રાજી થાઉં એવો નથી. અમને છેતરનારા આવે છે, આમ ગલીપચીઓવાળા આવે, પણ હું ના છેતરાઉં ! અમારી પાસે લાખો માણસ આવતા હશે. તે ગલીપચીઓ

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77