Book Title: Guru Shishya
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 71
________________ દાદાશ્રી : હા, પણ પ્યૉર થયો હોય તો બોલે ને ! નહીં તો એ શી રીતે બોલે ?! એમને તો આ દુનિયાની લાલચ જોઈએ છે અને આ દુનિયાનાં સુખો જોઈએ છે. એ શું બોલે તે ?! એટલે પ્યૉરિટી હોવી જોઈએ. આખા વર્લ્ડની ચીજો અમને આપે તો અમને એની જરૂર નથી, આખા વર્લ્ડનું સોનું અમને આપે તો ય અમને એની જરૂર નથી. આખા વર્લ્ડના રૂપિયા આપે તો અમારે જરૂર નથી, સ્ત્રી વિચાર જ ના આવે. એટલે આ જગતમાં કોઈ પણ પ્રકારની અમને ભીખ નથી. શુદ્ધ આત્મદશા સાધવી, એ કંઈ સહેલી વાત છે ?! પ્રશ્નકર્તા : એટલે કોઈ પણ ગુરુનું વ્યક્તિગત ચારિત્ર શુદ્ધ હોવું જોઈએ ! કરે, બધું કરે, પણ રામ તારી માયા......! એને અહીં ગલ જ ના મળે ને ! એ જાણે કે દાદા પાસે કંઈ ફાવે એવું છે નહીં, એટલે પાછો જાય. આવા ‘ગુરુ’ જોઈ લીધા છે, બધા છેતરનારા “ગુરુ” જોઈ લીધા છે. એવા “ગુરુ” આવે એટલે હું ઓળખું કે આ આવ્યા છે. છેતરનારાને “ગુરુ” જ કહેવાય ને ?! ત્યારે બીજું કોણ છે ?! અને છેતરનાર’ શબ્દ કહેવાય જ નહીં, ગુરુ” જ કહેવાય ને ? પ્રશ્નકર્તા: હા. દાદાશ્રી : એવા બધા બહુ મળ્યા. એને મોઢે કશું ના કહું. એ એની મેળે જ કંટાળી જાય કે “અહીંયા હું કહેવા આવ્યો છું, પણ કશું સાંભળતા નથી. આટલું બધું એમને આપવા આવ્યો છું.’ પણ પછી એ કંટાળી જાય કે આ દાદા પાસે કંઈ ફાવીએ એવું લાગતું નથી, આ બારી ભવિષ્યમાં ઉઘડે નહીં.” અરે, મારે કશું જોઈતું નથી, શું કરવા બારી ખોલવા આવ્યો છે ?! જેને જોઈતું હોય ત્યાં જાને, લાલચુ હોય ત્યાં જા. અહીં તો કશી લાલચ જ નથી ને ! ગમે તેવા આવે તો ય પાછાં કાઢી મેલું કે ‘ભાઈ, અહીં નહીં !” લોક તો કહેવા આવશે કે “આવો કાકા, તમારા વગર તો મને ગમતું નથી. કાકા, તમે કહો એટલું કામ કરી આવીશ તમારું, કહો એટલું બધું. તમારા પગ દાબીશ.” અલ્યા, આ તો ગલીપચી કરે છે. ત્યાં બહેરા થઈ જવું. સમજ પડીને ? એટલે બધું સરળ થઈ પડ્યું છે, તો હવે આપણું કામ પૂરું કરી લો. એટલું જ હું કહેવા માગું છું. બહુ સરળ નહીં આવે, આટલું બધું સરળ નહીં આવે, આવો ચાન્સ ફરી નહીં આવે. આ ચાન્સ ઊંચો છે ને, એટલે આ બીજી ગલીપચી ઓછી થવા દો ને ! આ ગલીપચીઓમાં મઝા નથી. ગલીપચી કરનારા લોકો તો મળશે, પણ એમાં તમારું હિત નથી. એટલે ગલીપચીના શોખ જવા દો હવે, આ એક અવતાર ! હવે તો અડધો જ અવતાર રહ્યો છે ને ! હવે આખો ય અવતાર ક્યાં રહ્યો છે ?!! રિટી જ જોઈએ ! પ્રશ્નકર્તા : આપ આવું બોલ્યા. બીજો કોઈ આવું કહેતો ય નથી. દાદાશ્રી : હા, ગુરુનું ચારિત્ર સંપૂર્ણ શુદ્ધ હોવું જોઈએ. શિષ્યનું ચારિત્ર ના પણ હોય, પણ ગુરુનું ચારિત્ર તો એક્કેક્ટ હોવું જોઈએ. ગુરુ જો ચારિત્ર વગરના છે તો એ ગુરુ જ નથી, એનો અર્થ જ નથી. સંપૂર્ણ ચારિત્ર જોઈએ. આ અગરબત્તી ચારિત્રવાળી હોય છે, આટલી રૂમમાં જો પાંચ-દશ અગરબત્તી સળગાવી હોય તો આખો રૂમ સુગંધીવાળો થઈ જાય. ત્યારે ગુરુ તો ચારિત્ર વગરના ચાલતા હશે ?! ગુરુ તો સુગંધીવાળા હોવા જોઈએ. મુખ્યપણું મોક્ષમાર્ગમાં ! મોક્ષમાર્ગમાં બે વસ્તુ ના હોય. સ્ત્રીના વિચારો અને લક્ષ્મીના વિચારો ! જ્યાં સ્ત્રીનો વિચાર પણ હોય ત્યાં ધર્મ હોય નહીં, લક્ષ્મીનો વિચાર પણ હોય ત્યાં ધર્મ હોય નહીં. એ બે માયા થકી તો આ જગત ઊભું રહ્યું છે. હા, માટે ત્યાં ધર્મ ખોળવો એ ભૂલ છે. ત્યારે અત્યારે લક્ષ્મી વગર કેટલાં કેન્દ્ર ચાલે છે ? પ્રશ્નકર્તા : એકેય નહીં. દાદાશ્રી : એ માયા છૂટતી નથી ને ! ગુરુને ય માયા પેસી ગયેલી હોય. કળિયુગ છે ને ! એટલે પેસી જાય ને, થોડીઘણી ?! એટલે જ્યાં આગળ સ્ત્રી સંબંધી વિચાર છે, જ્યાં પૈસા સંબંધી લેવડદેવડ છે, ત્યાં સાચો.

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77