Book Title: Guru Shishya
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 69
________________ પકડાયા જ છે ને, આ બધા ગુરુઓથી. લોકોને પૂજાવું છે એટલા માટે વાડા ઊભા કરી દીધા. આમાં આ ઘરાકોનો બધો ય દોષ નથી બિચારાનો. આ દલાલોનો દોષ છે. આ દલાલોનું પેટ ભરાતું જ નથી ને જગતનું ભરવા દેતા નથી. એટલે હું આ ઉઘાડું કરવા માગું છું. આ તો દલાલીઓમાં જ લહેરપાણી ને મોજ કર્યા કરે છે ને પોતપોતાની સેફસાઈડ જ ખોળી છે. પણ એમને કહેવું નહીં કે તમારો દોષ છે. કહેવામાં શું ફાયદો ભઈ ? સામાને દુ:ખ ઊભું થાય. આપણે દુઃખ કરાવવા માટે આવ્યા નથી. આપણે તો સમજવાની જરૂર છે કે ખામી ક્યાં છે ! હવે, દલાલો કેમ ઊભા રહ્યા છે ? કારણ કે ઘરાકી મજબૂત છે એટલે. ઘરાકી જો ના હોય તો દલાલો ક્યાં જાય ?! જતાં રહે. પણ ઘરાકીનો દોષ છે ને, મૂળ તો ? એટલે મૂળ દોષ તો આપણો જ ને ! દલાલ ક્યાં સુધી ઊભા રહે ? ઘરાકી હોય ત્યાં સુધી. હમણે આ મકાનોના દલાલો ક્યાં સુધી હેડ ફેડ કરશે ? મકાનોનાં ઘરાક હોય ત્યાં સુધી. નહીં તો બંધ, ચૂપ ! ભમી જાય છે. લાલચી ના હોય તો કોઈ ના ભમે ! જેને કોઈ પ્રકારની લાલચ નથી, એને કંઈ ભમવાનો વારો આવે નહીં. પ્રશ્નકર્તા : પણ આજ તો ગુરુ પાસે ભૌતિક સુખ માગે છે, મુક્તિ કોઈ માગતું નથી. દાદાશ્રી : બધે ભૌતિકની વાતો જ છે ને ! મુક્તિની વાત જ નથી. આ તો ‘મારા છોકરાને ઘેર છોકરો થાય, અગર તો મારો ધંધો બરાબર ચાલે, મારા છોકરાને નોકરી મળે, મને આમ આશિર્વાદ આપે, મારું ફલાણું કરે’ એવી પાર વગરની લાલચો છે બધી. અલ્યા, ધર્મ માટે, મુક્તિ માટે આવ્યો છે કે આ જોઈએ છે બધું ?! આપણામાં કહેવત છે ને, ‘ગુરુ લોભી, શિષ્ય લાલચી, દોનોં ખેલે દાવ.” એવું ના હોવું જોઈએ. શિષ્ય લાલચુ, એટલે ગુરુ એને કહેશે કે ‘તુમ્હારા ય હો જાયેગા, હમારી કૃપાસે ય હો જાયેગા, ય હો જાયેગા.’ તે લાલચ પેઠી એમાં ભલીવાર આવે નહીં. ગુરુને ઘાટ ન હોવો ઘટે ! કળિયુગને લઈને ગુરુમાં માલ કશો હોતો નથી. કારણ કે એ તમારા કરતા વિશેષ સ્વાર્થી હોય છે. એમાં એ પોતાનું કામ કરાવવા ફરે છે, તમે તમારું કામ કરાવવા ફરો છો. આ રસ્તો ગુરુ-શિષ્યનો ના હોવો જોઈએ. પ્રશ્નકર્તા: બુદ્ધિશાળી માણસો ઘણી વખત આવા ખોટા ગુરુને વર્ષો સુધી એમ જ માને છે કે આ જ સાચા ગુરુ છે. દાદાશ્રી : એ તો લાલચો હોય છે બધી. ઘણા ખરા લોકો તો લાલચોથી જ ગુરુઓ કરે છે. અત્યારના આ ગુરુ એ કળિયુગના ગુરુ કહેવાય. કંઈક ને કંઈક ઘાટમાં જ હોય, કે “શું કામમાં લાગશે” એવું પહેલેથી જ વિચારે ! આપણા ભેગા થતા પહેલાં જ વિચારે કે શું કામમાં લાગશે ? વખતે આ ડૉક્ટર ત્યાં આગળ જાય ને, ને એમને જુએ ત્યારથી વિચાર આવે કે કો'ક દહાડો લાલચ જ ભમાવે ! પ્રશ્નકર્તા ઃ અત્યારે ગુરુઓ પૈસાની પાછળ જ હોય છે. દાદાશ્રી : એ તો આ લોકો ય એવા છે ને ? લાકડાં વાંકાં છે એટલે આ કરવતી વાંકી આવી છે. આ લાકડાં ય સીધા નહીં ને ! લોક વાંકા ચાલે તેથી ગુરુ વાંકા મળે. લોકમાં શું વાંકાઈ છે ? “મારે બાબાને ઘેર બાબો જોઈએ છે.” એટલે લોકો લાલચુ છે એટલે આ લોકો ચઢી બેઠા છે. અલ્યા, એ શું બાબાને ત્યાં બાબો આપવાનો હતો ?! અને એ કંઈથી લાવવાનો હતો ?! એ બાઈડી-છોકરાં વગરનો છે, એ કંઈથી લાવવાનો હતો ? કોઈ છોકરાંવાળાને કહે ને ! આ તો “મારા બાબાને ઘેર બાબો થાય” એટલા હારું એને ગુરુ કરે. એટલે લોક લાલચે છે ત્યાં સુધી આ ધુતારા ચઢી બેઠા છે. લાલચુ છે, તેથી ગુરુની પાછળ પડે છે. લાલચ આપણને ના હોય ત્યારે ગુરુ કરીએ તો સારું ! આ તો લૂગડાં બદલીને લોકોને ભમાવે છે અને લોક લાલચી એટલે

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77