________________
મને લાંચ આપવા આવ્યા છો ?! આ તમારી લીંટ મને ચોપડવા આવ્યા છો ?! હું ધંધાદારી માણસ ! પાછી મારે લીંટ આવે તો હું કોને ત્યાં ચોપડવા જઉં ?! આ બહાર બધે ગુરુઓને ચોપડી આવો. એમને બિચારાને લીંટ નથી આવતી. આ તોફાન અહીં કયાં લાવ્યા ? ત્યારે એ કહે છે, સાહેબ, કૃપા કરો.” ત્યારે મેં કહ્યું, “હા, કૃપા કરીએ, સિફારસ કરું.’
તમને જે દુઃખ છે, તે અમારે તો ‘આ બાજુનો’ ‘ફોન’ પકડ્યો ને આ બાજુ' (દેવ-દેવીઓને) “ફોન' કરવાનો ! અમારે વચ્ચે કશું નહીં. ખાલી એકસચેન્જ કરવાનું. નહીં તો અમને જ્ઞાની પુરુષને આ હોય જ નહીં ને ! જ્ઞાની પુરુષ આમાં કંઈ હાથ ઘાલે નહીં. પણ આ બધાનાં દુ:ખ સાંભળવાં પડ્યાં છે ને ! આ દુઃખ બધાં મટાડવા પડયા હશે ને ?! અડચણ પડે તો રૂપિયા માગવા આવજે. હવે, હું તો રૂપિયા આપતો નથી. હું ફોન કરી દઈશ, બારોબાર ! પણ લોભ ના કરીશ. તને અડચણ હોય તો જ આવજે. તારી અડચણ પૂરતું બધું જ કરીશ. પણ લોભ કરવા જઈશ, તે ઘડીએ હું બંધ કરી દઈશ.
તમારા દુ:ખો મને સોંપી દો. અને જો તમને વિશ્વાસ હોય તો તે તમારી પાસે નહીં આવે. મને સોંપ્યા પછી તમારો વિશ્વાસ તૂટશે તો તમારી પાસે પાછાં આવશે. એટલે તમારે કંઈક દુઃખો હોય તો મને કહેવું કે, ‘દાદા, આટલાં દુ:ખ મને છે, તે હું તમને સોંપી દઉં છું.’ એ હું લઈ લઉં તો નિવેડો આવે, નહીં તો નિવેડો કેમ આવે ?!
હું આ દુનિયાના દુઃખો લેવા આવ્યો છું. તમારા સુખ તમારી પાસે રહેવા દો. એમાં તમને વાંધો ખરો ? તમારા જેવા અહીં પૈસા આપે તો મારે પૈસાનું શું કરવાનું ?! હું તો દુ:ખ લેવા આવ્યો છું. તમારા પૈસા તમારી પાસે રહેવા દો, એ તમને કામ લાગશે અને જ્યાં જ્ઞાની હોય ત્યાં પૈસાની લેવડદેવડ ના હોય. જ્ઞાની તો ઉલટાં તમારાં બધાં દુઃખો કાઢવા માટે આવ્યા હોય, દુખ ઊભાં કરવા માટે ના આવ્યા હોય.
હું તો લોકોની પાસે પૈસા લઉં તો મને તો લોકો જોઈએ એટલા પૈસા આપે. પણ મારે પૈસાને શું કરવાના ?! કારણ કે એ બધી ભીખ ગયા પછી તો મને આ જ્ઞાનીનું પદ મળ્યું !!
મને અમેરિકામાં ગુરુપુર્ણિમાને દહાડે સોનાની ચેઈન પહેરાવી જતા હતા, બબ્બે-ત્રણ ત્રણ તોલાની ! પણ હું પાછી આપી દેતો હતો બધાને. કારણ કે મારે શું કરવી છે ? ત્યારે એક બેન રડવા માંડી, કે “મારી માળા તો લેવી પડશે.’ ત્યારે મેં એને કહ્યું, ‘હું તને એક માળા પહેરાવું તો તું પહેરીશ ?” તો એ બેન કહે છે, “મને કંઈ વાંધો નથી. પણ તમારું મારાથી ના લેવાય.” ત્યારે મેં કહ્યું, ‘હું તને બીજા પાસેથી પહેરાવડાવું.” એક મણ સોનાની માળા કરાવીએ અને પછી રાતે પહેરીને સુઈ રહેવું પડશે, એવી શરત કરીએ તો પહેરીને સૂઈ જાય ખરી ? બીજે દહાડે કહેશે, ‘લ્યો દાદા, આ સોનું તમારું.’ સોનામાં સુખ હોય તો સોનું વધારે મળે ત્યારે આનંદ થાય. પણ આમાં સુખ છે ને, એ માન્યતા છે તારી, રોંગ બિલિફ છે. આમાં સુખ હોતું હશે ? સુખ તો, કોઈ ચીજ ન લેવાની હોય ત્યાં સુખ છે. આ વર્લ્ડમાં કોઈ ચીજ ગ્રહણ કરવાની ન હોય ત્યાં સુખ છે !
હું તો મારા ઘરનું, મારા પોતાના ધંધાની આવકનું-મારા પ્રારબ્ધનું ખાઉં છું ને લૂગડાં પહેરું છું. હું કંઈ કોઈનો પૈસો લેતો ય નથી ને કોઈનું આપેલું પહેરતો ય નથી. આ ધોતિયાં પણ મારી કમાણીનાં પહેરું છું. અહીંથી મુંબઈ જવાનું પ્લેનનું ભાડું મારા ઘરના પૈસાનું ! પછી પૈસાની જરૂર જ ક્યાં રહી ?! હું તો એક પૈસો લોકોની પાસે લઉં તો મારા શબ્દો લોકોને માન્યામાં જ કેમ આવે તે ?! કારણ કે એના ઘરની એંઠ મેં ખાધી. અમારે કંઈ જોઈતું નથી. જેને ભીખ જ નથી કોઈ પ્રકારની, એને ભગવાને ય શું આપવાના હતા ?!
એક જણ મને ધોતિયાં આપવા આવ્યો, એક જણ ફલાણું આપવા આવ્યો. મારે ઇચ્છા હોય તો વાત જુદી છે, પણ મારા મનમાં કશાની ઈચ્છા જ નથી !! મારે તો ફાટેલું હોય તો ય ચાલે. એટલે મારું કહેવાનું કે જેટલું ચોખ્ખું રાખશો એટલું આ જગતને લાભદાયી થઈ પડશે !!
પ્યૉરિટી “જ્ઞાતી'તી !