________________
પોતાની સ્વચ્છતા એટલે....
આ દુનિયામાં જેટલી સ્વચ્છતા તમારી એટલી દુનિયા તમારી ! તમે માલિક આ દુનિયાના ! હું આ દેહનો માલિક છવ્વીસ વર્ષથી થયો નથી, તેથી અમારી સ્વચ્છતા પૂરેપૂરી હોય ! માટે સ્વચ્છ થાવ, સ્વચ્છ !!! પ્રશ્નકર્તા : સ્વચ્છતાનો ખુલાસો કરો.
દાદાશ્રી : સ્વચ્છતા એટલે આ દુનિયાની કોઈ ચીજની જરૂર ના હોય જેને, ભિખારીપણું જ ના હોય !!
ગુરુતા જ ગમે જીવને !
એટલે અહીં જુદી જાતનું છે, આ દુકાન ન્હોય. છતાં ય લોકો તો આને દુકાન જ કહે. કારણ કે ‘બીજા બધાંએ દુકાન કાઢી એવી તમે ય શું કરવા દુકાન કાઢી ? તમારે શું ગરજ ?” મને ય એની ગરજ તો ખરી ને, કે હું જે સુખ પામ્યો એ તમે ય પામો ! કારણ કે લોકો કેવા ભરહાડમાં બફાઈ રહ્યાં છે. શક્કરીયાં ભરહાડમાં બફાય એમ બફાઈ રહ્યાં છે લોકો ! અગર તો માછલાં પાણીની બહાર તરફડે એમ તરફડી રહ્યાં છે. એટલે અમારે આ બધું ફરફર કરવું પડે છે. ઘણા લોકો શાંતિનો માર્ગ પામી ગયા.
પ્રશ્નકર્તા : એટલે આ ગરજ નથી, પણ બધાં જીવોનું કલ્યાણ થાય એવી ભાવના થાય ને !
દાદાશ્રી : કલ્યાણ થાય તો સારું એવી ભાવના હોય. આ વર્લ્ડમાં તીર્થંકરોને જ્ઞાની સિવાય કોઈએ જગત કલ્યાણની ભાવના ભાવેલી નહીં. પોતાના જ પેટનું ઠેકાણું ના પડયું હોય ત્યાં આગળ લોકોનો ક્યાં વિચાર કરે ?! બધાં લોકોએ ભાવના શું ભાવેલી ? ઊંચું પદ ખોળ ખોળ કરેલું ! સાધુ હોય તો મને આચાર્ય ક્યારે બનાવે' અને આચાર્ય હોય તો ‘મને ફલાણો ક્યારે બનાવે' એ જ ભાવના બધાને હોય. ત્યારે આ બાજુ, લોકોને કાળા બજાર કરવાની ભાવના ! ને કલેક્ટર હોય તો ‘મને કમિશ્નર ક્યારે બનાવે’ એ જ ભાવના હોય !! જગત કલ્યાણની તો કોઈને ય પડેલી નથી. એટલે રિલેટિવમાં જગત ગુરુતામાં પડે છે. ગુરુતમ તો થઈ શકતાં નથી.
પ્રશ્નકર્તા : રિલેટિવમાં ગુરુતા એટલે શું ?
દાદાશ્રી : ગુરુતા એટલે વધવા જ માગે છે, ઊંચે જવા માગે છે. એ એવું જાણે છે કે ગુરુતમ થઈશું એટલે ઊંચા થઈ ગયા, એમને રિલેટિવમાં જ ગુરુતા જોઈએ છે. એ તો ક્યારે ઠેકાણું પડશે ?! કારણ કે રિલેટિવ એ વિનાશી છે. એટલે ગુરુતા ભેગી કરેલી હોય તેથી તે મોટો થવા ફરે, પણ ક્યારે નીચે પડી જાય એ શું કહેવાય ?! રિલેટિવમાં લઘુતા જોઈએ. રિલેટિવમાં આ બધા ગુરુ થવા ફરે છે, એમાં કંઈ દહાડો વળે નહીં.
ગુરુતા જ પછાડે અંતે !
જે
બાકી, લઘુતમ જે થયો નથી. તે ગુરુતમ થવાને માટે પાત્ર નથી. ત્યારે અત્યારે એક એવા ગુરુ નથી કે જેમણે લઘુતમ થવાનો પ્રયત્ન કર્યો હોય ! બધા જ ગુરુતા ભણી ગયા છે. ‘કેમ કરીને હું ઊંચે ચઢું !' એમાં એ કોઈનો દોષ નથી. આ કાળ નડે છે, બુદ્ધિ વાંકી ફરે છે. આ બધા ગુરુઓનો ધંધો શું હોય ? કેમ કરીને મોટા થવું, ગુરુપણું વધારવું એ એમનો ધંધો હોય. લઘુ ભણી ના જાય. વ્યવહારમાં ગુરુપણું વધતું ગયું, નામ નીકળ્યું કે ‘ભઈ, આમને એકસો આઠ શિષ્ય છે’ એટલે નિશ્ચયમાં એટલું લઘુ થયું, લઘુતમ થતું જાય છે. વ્યવહારમાં ગુરુ થવા માંડ્યા એ પડવાની નિશાની છે.
ઘેર એક બૈરી હતી અને બે છોકરાં હતાં, તે ત્રણ ઘંટ છોડી અને અહીં આગળ સાધુ થયા ! આ ત્રણ ઘંટનો કંટાળો આવ્યો અને ત્યાં પછી એકસો ને આઠ ઘંટ વળગાડ્યા. પણ આ ત્રણ છોડી ને પાછા એકસોને આઠ ઘંટ શું કરવા વળગાડ્યા ? ત્યારે પેલા શું ખોટા હતા આના કરતાં ?! પેલા ઘંટ છોડ્યા ને આ નવા ઘંટ વળગાડ્યા ! પેલા પિત્તળના ઘંટ હતા ને આ સોનાના ઘંટ !! પછી આ ઘંટ વાગ વાગ કરે ! શેના હારું આ બધાં તોફાન માંડ્યાં છે ?!!
આપે શિષ્યો બતાવ્યા કે તહીં ? પ્રશ્નકર્તા : દાદાએ કોઈને શિષ્ય બનાવ્યા છે ?
દાદાશ્રી : હું આખી દુનિયાનો શિષ્ય થઈને બેઠો છું. શિષ્યોનો ય