Book Title: Guru Shishya
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 67
________________ પવન ! સંસારનો થાક લાગેલો ને, એ ત્યાં ઊતારે. હવે, આવું ખાઈ-પી ને પડી રહેતા હોય તો સારા. પણ આ તો દુરૂપયોગ કરે છે અને તેથી એની પોતાની અધોગતિ કરે છે. એમાં કોઈને નુકસાન કરતા નથી, પણ પોતાને નુકસાન કરે છે. હશે એકાદ-બે ચોખ્ખા વખતે ! બાકી, આશ્રમ તો પોલ ચલાવવાનું સાધન !! પ્રશ્નકર્તા : આપ જે માર્ગ બતાવો છો એમાં આશ્રમો-મંદિરો એ બધાંની જરૂર ખરી ? દાદાશ્રી : અહીં આશ્રમ-બાશ્રમ ના હોય. અહીં આશ્રમ તે હોતો હશે ?! હું તો પહેલેથી કોઈ પણ આશ્રમના વિરુદ્ધ ! હું તો પહેલેથી શું કહું છું ?! ‘મારે તો ભઈ, આશ્રમની જરૂર નથી.’ લોકો અહીં આશ્રમો બાંધવા આવેલા ને, એ લોકોને ના પાડી દીધેલી. મારે આશ્રમની શેને માટે જરૂર ? આશ્રમ ના હોય આપણે ત્યાં. એટલે મેં તો પહેલેથી કહ્યું છે કે જ્ઞાની પુરુષ કોનું નામ કહેવાય કે જે આશ્રમનો શ્રમ ના કરે. હું તો ઝાડ નીચે બેસીને સત્સંગ કરું એવો માણસ છું. અહીં કોઈ જગ્યાએ સાધન ના હોય તો ઝાડ નીચે બેસીને ય નિરાંતે સત્સંગ કરીએ. અમારે કશો વાંધો નથી. અમે તો ઉદયાધીન હોઈએ. અને મહાવીર ભગવાન ઝાડ નીચે જ બેસીને સત્સંગ કરતા હતા, એ કંઈ આશ્રમ ખોળતા ન હોતા. અમારે ઓરડી ય જોઈએ નહીં ને કશું ય જોઈએ નહીં. અમારે કંઈ જરૂર જ નહીં ને ! કોઈ ચીજની જરૂર નથી. જ્ઞાની આશ્રમનો શ્રમ કરે નહીં. ન્ પ્રશ્નકર્તા : અપ્રતિબદ્ધ વિહારી શબ્દ વપરાયો છે એમના માટે. દાદાશ્રી : હા, અમે નિરંતર અપ્રતિબદ્ધપણે વિચરીએ છીએ. દ્રવ્યક્ષેત્ર-કાળ અને ભાવથી નિરંતર અપ્રતિબદ્ધપણે વિચરે છે એવા જ્ઞાની પુરુષ !! આખું જગત આશ્રમ કરે છે. મુક્તિ કરવી હોય તો આશ્રમનો ભાર ના પાલવે. આશ્રમ કરતા તો ભીખ માગીને ખાવું સારું. ભીખ માગીને ખાય તેની ભગવાને છૂટ આપેલી છે. ભગવાને શું કહેલું કે ભીક્ષા માગીને તું લોકોનું કલ્યાણ કરજે. તારા પેટ પૂરતી જ ભાંજગડને ! આશ્રમ તો સત્યુગમાં હતા, ત્યારે પોતે મોક્ષ માટે જ પ્રયત્ન કરતા હતા અને આ કળિયુગમાં તો શ્રમ ઉતારવાનું સંગ્રહસ્થાન છે. અત્યારે કોઈને મોક્ષની કંઈ પડેલી નથી. એટલે આશ્રમો આ કાળમાં ઊભા કરવા જેવું નથી. એ ભગવાતને પહોચતું નથી ! અને આ તો ખાલી બીઝનેસમાં પડ્યા છે લોકો. એ લોકો ધર્મના બીઝનેસમાં પડ્યા છે. એમને પોતાને પૂજાવડાવીને નફો કાઢવો છે. હા, અને એવી દુકાનો તો આપણા હિન્દુસ્તાનમાં બધી બહુ છે. એવી કંઈ બેદુકાનો જ છે ? એ તો પાર વગરની દુકાનો છે. હવે એ દુકાનદારને આપણે આવું કહેવાય કેમ કરીને ? એ કહે કે ‘મારે દુકાન કાઢવી છે’ તો આપણે ના ય કેમ કહેવાય ? તો ઘરાકને આપણે શું કરવું જોઈએ ? ત્રણ પ્રશ્નકર્તા : રોકવો જોઈએ. દાદાશ્રી : ના, રોકાય નહીં. આ તો દુનિયામાં આવી રીતે ચાલ્યા જ કરવાનું. પ્રશ્નકર્તા : અત્યારે તો કરોડો રૂપિયા ઊઘરાવીને આશ્રમ બંધાય છે, ને લોકો એની પાછળ પડ્યા છે ! દાદાશ્રી : પણ આ રૂપિયા જ એવા છે ને ! રૂપિયામાં બરકત નથી તેથી. પ્રશ્નકર્તા : પણ એ લક્ષ્મીને સાચા રસ્તે વાપરે, શિક્ષણ કામમાં વાપરે કે કોઈ ઉપયોગી સેવામાં વાપરે તો ? દાદાશ્રી : એ વપરાય, તો ય પણ મારું કહેવાનું કે એમાં ભગવાનને નથી પહોંચતું કશું. એ સારા રસ્તે વપરાય, તો તેમાં જરાક ખેતરમાં ગયું તો ઘણું વધારે ઉપજે. પણ એમાં એને શો લાભ થયો ?! બાકી, જ્યાં લક્ષ્મી ત્યાં ધર્મ હોય નહીં. જેટલી લક્ષ્મી જ્યાં આગળ છે એટલો જ ધર્મ કાચો છે ત્યાં !

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77