Book Title: Guru Shishya
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 15
________________ ગુરુ-શિષ્ય ૧૫ ૧૬ ગુરુ-શિષ્ય તિમિત જ મહા ઉપકારી ! પ્રશ્નકર્તા: હા, ઉપાદાન હોય તો ઓટોમેટિક નિમિત્ત મળી જાય, એ વાત ફેલાયેલી છે. દાદાશ્રી : ઉપાદાન તો આપણે ત્યાં ઘણાં માણસોને એટલું બધું ઊંચું છે, પણ એમને નિમિત્ત નહીં મળવાથી ભટક ભટક કરે છે. એટલે એ વાક્ય જ ભૂલવાળું છે, કે ‘ઉપાદાન થશે તો નિમિત્ત એની મેળે આવી મળશે.' આ વાક્ય એ ભયંકર જોખમદારીવાળું વાક્ય છે. પણ જ્ઞાનની વિરાધના કરવી હોય તો આવું વાક્ય બોલે ! પ્રશ્નકર્તા : નિમિત્ત અને ઉપાદાન વિશે જરા ચોખવટ સમજાવો. જો ઉપાદાન તૈયાર હોય તો નિમિત્ત એની મેળે મળી જાય. અને નિમિત્ત જો મળ્યા કરે પણ ઉપાદાન જ તૈયાર ના હોય તો પછી નિમિત્ત શું કરે ?!. દાદાશ્રી : એ બધી વાતો લખેલી છે ને, એ વાતો કરેક્ટ નથી. કરેક્ટમાં એક જ વસ્તુ છે કે નિમિત્તની જરૂર છે અને ઉપાદાનની જરૂર ખરી, પણ ઉપાદાન ઓછું હોય પણ નિમિત્ત મળે એને, તો ઉપાદાન ઊંચું થઈ જાય. નિમિત્ત છે. હવે આ બધા પુસ્તકો, દેરાસરો ના હોય તો આ ઉપાદાનનું શું થાય ? એટલે નિમિત્ત હોય તો જ કામ થાય, નહીં તો કામ થાય નહીં. ચોવીસ તીર્થંકરોએ એ જ કહે કહે કર્યું છે કે ‘નિમિત્તને ભજો. ઉપાદાન ઓછું હશે તો, નિમિત્ત મળશે તો ઉપાદાન એનું જાગૃત થઈ જશે.” છતાં ઉપાદાનનું તો એટલા માટે કહેવા માગે છે કે જો તને નિમિત્ત મળ્યા પછી પણ ઉપાદાન તું અજાગૃત રાખીશ, જો તું ઉપાદાન જાગૃત નહીં રાખે ને તું ઝોકું ખાઈશ, તો તારું કામ નહીં થાય અને તને મળેલું નિમિત્ત નકામું જશે. તો કાળજી રાખજે. એવું કહેવા માગે છે. ઉપાદાન એટલે શું ? કે ઘી મૂકવું, દિવેટો મૂકવી, બધું તૈયાર રાખે આખું. એવું તૈયાર તો અનંત અવતારથી આ લોકોએ રાખેલું છે. પણ ફક્ત દીવો પેટાવનારો નથી મળ્યો. ઘી-દિવેટો બધું તૈયાર છે પણ પેટાવનાર જોઈએ ! એટલે મોક્ષે લઈ જનારા નિમિત્તનાં શાસ્ત્રો નથી મળ્યાં, મોક્ષે લઈ જનારા નિમિત્ત એવાં જ્ઞાની પુરુષ નથી મળ્યા, એ બધા સાધનો ભેગાં થતાં નથી. એ નિમિત્ત જેને કહેવામાં આવે છે, તેના વગર તો ભટક ભટક કરે છે. લોક નિમિત્તને એવી રીતે સમજ્યા છે કે “ઉપાદાન હશે તો નિમિત્ત તને તે ઘડીએ મળી આવશે.” પણ મળી આવવું એનો અર્થ એવો નથી થતો. ભાવના હોવી જ જોઈએ. ભાવના વગર તો નિમિત્તે ય ભેગું ના થાય. આ તો વાતનો દુરુપયોગ થયો છે બધો. નિમિત્ત એવું બોલે છે કે નિમિત્તની જરૂર નથી ! પોતે નિમિત્ત હોવા છતાં આવું બોલે છે. પ્રશ્નકર્તા : હા, એવું શ્રીમદ્ રાજચંદ્ર પણ કહે છે. દાદાશ્રી : શ્રીમદ્ રાજચંદ્ર એકલા નહીં, તીર્થંકરોએ પણ એ જ કહ્યું છે કે નિમિત્ત વગર કશું કામ થશે નહીં. એટલે ‘ઉપાદાન હશે તો નિમિત્ત આવી મળશે.’ નિમિત્તની જરૂર નથી” એ તીર્થકરોની વાત હોય કે શ્રીમદ્ રાજચંદ્રની વાત હોય. એવી વાત જે બોલે તેની જોખમદારી છે. એમાં બીજા કોઈની જોખમદારી નથી. નિમિત્ત જ ઉપકારી છે. આ સ્કુલો કાઢી નાખવામાં આવે તો ? એવું સમજે કે ‘છોકરા હશે, ઉપાદાન હશે, એ વખતે નિમિત્ત આવી મળશે.” માટે સ્કૂલો બધું કાઢી નાખવામાં આવે તો ? પ્રશ્નકર્તા : એ તો ના ચાલે. પણ આ તો વ્યવહારની વાત થઈ આખી. દાદાશ્રી : ના, વ્યવહારમાં ય એ વાત ને આમાં ય એવી જ વાત ને ! આમાં ય નિમિત્તની પહેલી જરૂર ! અહીં સ્કૂલો કાઢી નાખવામાં આવે, ચોપડીઓ કાઢી નાખવામાં આવે, તો કશું કોઈ માણસ ભણે નહીં, ગણે નહીં. નિમિત્ત હોય તો આપણું કામ આગળ ચાલે, નહીં તો કામ ચાલે નહીં. તે નિમિત્તમાં શું શું છે ? પુસ્તકો નિમિત્ત છે, મંદિરો નિમિત્ત છે, દેરાસર નિમિત્ત છે, જ્ઞાની પુરુષ

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77