Book Title: Guru Shishya
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 26
________________ ગુરુ-શિષ્ય એટલી શાંતિ રહે. ગુરુ તો આપણે અહીંથી સ્કૂલમાં ભણવા જઈએ છીએ ને, ત્યારથી ગુરુની શરુઆત થાય છે, તે ઠેઠ અધ્યાત્મના બારા સુધી ગુરુ લઈ જાય છે. પણ અધ્યાત્મની અંદર પેસવા દેતું નથી. કારણ કે ગુરુ જ અધ્યાત્મ ખોળતા હોય. અધ્યાત્મ એટલે શું ? આત્માની સન્મુખ થવું તે. સદ્ગુરુ તો આપણને આત્માની સન્મુખ બનાવે. એટલે આ ગુરુ અને સદ્ગુરુમાં ફેર ! ૩૭ એવા ગુરુ મળે તો ય સારું !! આ તો લોક ગુરુને સમજ્યા જ નથી. હિન્દુસ્તાનના લોકો ગુરુને સમજ્યા જ નથી કે ગુરુ કોને કહેવાય તે ! જે કોઈ પણ ભગવાં કપડાં પહેરીને બેઠો હોય તો એને આપણા લોકો ‘ગુરુ’ કહી દે છે. શાસ્ત્રના બે-ચાર શબ્દો બોલે એટલે એને આપણા લોકો ‘ગુરુ’ કહે છે. પણ એ ગુરુ નથી. એક માણસ કહે છે, ‘મેં ગુરુ કર્યા છે.’ ત્યારે મેં કહ્યું, ‘તારા ગુરુ કેવા છે’ એ મને કહે. આર્તધ્યાન-રૌદ્રધ્યાન ન થતાં હોય એ ગુરુ. એ સિવાય બીજા કોઈને ગુરુ કહેવા એ ગુનો છે. એને સાધુ મહારાજ કહેવાય, ત્યાગી કહેવાય, પણ ગુરુ કહેવા એ ગુનો છે. નહીં તો પછી સંસારિક સમજણ જોઈતી હોય તો વકીલે ય ગુરુ, બધા ય ગુરુ જ છે ને, પછી તો ! જે ગુરુ ધર્મધ્યાન કરાવી શકે, એનું નામ ગુરુ કહેવાય. ધર્મધ્યાન કોણ કરાવી શકે ? જે આર્તધ્યાન છોડાવી શકે ને રૌદ્રધ્યાન છોડાવી શકે, તે ધર્મધ્યાન કરાવી શકે. જે ગુરુને કો'ક ગાળ ભાંડે તો રૌદ્રધ્યાન ના થાય ત્યારે જાણવું કે અહીં ગુરુ કરવા જેવા છે. આજે આહાર ના મળ્યો હોય તો આર્તધ્યાન ના થાય ત્યારે જાણવું કે અહીં ગુરુ કરવા જેવા છે. પ્રશ્નકર્તા : આર્તધ્યાન-રૌદ્રધ્યાન ન થતાં હોય તો પછી એને સદ્ગુરુ ના કહેવાય ? ગુરુ-શિષ્ય જે દાદાશ્રી : સદ્ગુરુ એ તો ભગવાનનું પ્રતિનિધિત્વ ધરાવતા હોય. મુક્ત પુરુષ હોય, તે સદ્ગુરુ કહેવાય. ગુરુને તો બધાં હજુ જાતજાતનાં બધાં કર્મો ખપાવવાનાં હોય અને સદ્ગુરુએ તો કર્મો ઘણાંખરાં ખપાવી દીધેલાં હોય. એટલે આર્તધ્યાન-રૌદ્રધ્યાન ન થતાં હોય તો એ ગુરુ અને હાથમાં મોક્ષ આપે એ સદ્ગુરુ. સદ્ગુરુ મળવા મુશ્કેલ ! પણ ગુરુ મળે તો ય બહુ સારું. ૩૮ સદ્ગુરુ શરણે, આત્યંતિક કલ્યાણ ! પ્રશ્નકર્તા : તો કોના આશરે જવું ? સદ્ગુરુના કે ગુરુના ? દાદાશ્રી : સદ્ગુરુ મળે તો એના જેવું એકુંય નહીં, ને સદ્ગુરુ ના મળે તો પછી ગુરુ તો કરવો જ. ભેદ વિજ્ઞાની હોય એને સદ્ગુરુ કહેવાય. પ્રશ્નકર્તા : તો પહેલા ગુરુ જોઈએ કે સદ્ગુરુ ? દાદાશ્રી : ગુરુ હોય તો રસ્તે ચઢે ને ! અને સદ્ગુરુ મળે તો તો કલ્યાણ જ કરી નાખે. પછી ગુરુ એને મળ્યા હોય કે ના મળ્યા હોય, પણ સદ્ગુરુ તો બધાનું કલ્યાણ જ કરી નાખે. જો ગુરુ મળ્યા તો એ રસ્તે ચઢ્યો હોય, પછી એને વાર ના લાગે. બીજા અવળાં લક્ષણ ના હોય એનામાં. પણ સદ્ગુરુનો જેને હાથ અડે તેનું કલ્યાણ જ થઈ ગયું. પ્રશ્નકર્તા : સત્ પ્રાપ્ત થયેલાં માણસો છે ખરાં ? દાદાશ્રી : હોય નહીં. આ કાળમાં તો જૂજ હોય કોઈ જગ્યાએ. બાકી હોય નહીં ને ! એ તો ક્યાંથી લાવે ?! એ માલ હોય તો તો પછી આ દુનિયા ખીલી ના ઊઠે ?! અજવાળું ના થાય ?! પ્રશ્નકર્તા : તો સદ્ગુરુ વગર તો ભવજંજાળ ઊતરે કેમ ?! દાદાશ્રી : હા, સદ્ગુરુ નથી તેથી તો આ બધું અટક્યું છે ને ! પ્રશ્નકર્તા : શ્રીમદ્ભુ કહે છે કે સદ્ગુરુને ચરણે ચાલ્યો જા, નવમે ભવે મોક્ષ મળશે, એ શું કહેવા માગે છે ? દાદાશ્રી : સદ્ગુરુ ખોળવા મુશ્કેલ છે ને ! એ સદ્ગુરુ તો અહીં

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77