________________
ગુરુ-શિષ્ય
૩૫
ગુરુ-શિષ્ય
લેવાય. પણ એકદમ જોશબંધ હોય તો પછી આપણામાં ય છે ને એનામાં ય છે, પછી આપણી પાસે શું આવ્યું ?! એટલે જે કષાયના ભરેલા છે, એમને ગુરુ કરાય નહીં. જરાક સળી કરો ને ફેણ માંડે, તો ગુરુ તરીકે રખાય નહીં એને, જે અકષાયી હોય અગર તો મંદ કષાયવાળો હોય, તો એ ગુરુ રખાય. મંદ કષાય એટલે વાળી લેવાય એવી દશા હોય, પોતાને ક્રોધ આવતાં પહેલાં ક્રોધ વાળી લે, એટલે પોતાના કંટ્રોલમાં આવેલા હોવા જોઈએ. તો એવા ગુરુ ચાલે. જ્યારે જ્ઞાની પુરુષમાં તો ક્રોધ-માન-માયાલોભ હોય જ નહીં, એ પરમાણુ જ ના હોય. કારણ કે પોતે છૂટા રહે છે, આ દેહથી-મનથી-વાણીથી બધાંથી છૂટા રહે છે !
સશુરુ કોને કહેવાય ? પ્રશ્નકર્તા : હવે સદ્ગુરુ કોને કહેવો ?
દાદાશ્રી : એવું છે ને, સદ્ગુરુ કોને કહેવો એ બહુ મોટી મુશ્કેલી છે. સદ્ગુરુ કોને કહેવાય છે, શાસ્ત્રીય ભાષામાં ? કે સત્ એટલે આત્મા, એ જેને પ્રાપ્ત થયો છે એવા ગુરુ, એ સદ્ગુરુ !
એટલે સદ્ગુરુ એ તો આત્મજ્ઞાની જ કહેવાય, આત્માનો અનુભવ થયેલો હોય એમને. બધા ગુરુઓને આત્મજ્ઞાન ના હોય. એટલે જે નિરંતર સતુમાં જ રહે છે, અવિનાશી તત્ત્વમાં રહે છે એ સદ્ગુરુ ! એટલે સદ્દગુરુ એ તો જ્ઞાની પુરુષ હોય.
પ્રશ્નકર્તા : શ્રીમદ્ રાજચંદ્ર કહી ગયા છે કે પ્રત્યક્ષ સદ્ગુરુ વિના મોક્ષ થાય જ નહીં.
દાદાશ્રી : હા, ત્યાર વગર મોક્ષ થાય જ નહીં. અને સદ્ગુરુ કેવા હોવા જોઈએ ? કષાયરહિત હોવા જોઈએ, જેમનામાં કષાય જ ના હોય. આપણે મારીએ, ગાળો ભાંડીએ, તો ય કષાય ના કરે. એકલા કષાય રહિત જ નહીં, પણ બુદ્ધિ ખલાસ થઈ જવી જોઈએ. બુદ્ધિ ના હોવી જોઈએ. આ બુદ્ધિશાળીઓ પાસે આપણે મોક્ષ લેવા જઈએ, તો મોક્ષ એનો જ થયેલો નથી તો તમારો કેમ થાય ?! એટલે ધોલ મારે તો ય અસર નહીં, ગાળો ભાંડે તો ય અસર નહીં, માર મારે તો ય અસર નહીં, જેલમાં ઘાલે
તો ય અસર નહીં. વંદ્વથી પર હોય. તંદ્ર સમજ્યા તમે ? નફો-ખોટ, સુખદુ:ખ, દયા-નિર્દયતા. એક હોય ત્યારે બીજું હોય જ, એનું નામ લંક ! એટલે જે ગુરુ વંદ્વાતીત હોય, તેને સદ્ગુરુ કહેવાય.
આ કાળમાં સદ્ગુરુ હોય નહીં. કો'ક જગ્યાએ, કોઈ ફેરો હોય. બાકી સદ્ગુરુ હોય જ નહીં ને ! એટલે આ લોકો ગુરુને જ ઊંધી રીતે સદ્ગુરુ માની બેઠાં છે. તેને લીધે આ બધું ફસાયેલું છે તે ! નહીં તો સદ્ગુરુ મળ્યા પછી ચિંતા થતી હશે ?!,
મોટો ફેર ગુરુ અને સદ્ગમાં ! પ્રશ્નકર્તા : દરેક લોકો પોતાના ગુરુને સદ્ગુરુ લઈ મંડ્યા છે, એ શું છે ?
દાદાશ્રી : આપણા હિન્દુસ્તાનમાં બધા ધર્મોવાળા પોતપોતાના ગુરુને સદ્ગુરુ જ કહે છે. કોઈ એકલા ગુરુ નથી કહેતા. પણ એનો અર્થ લૌકિક ભાષામાં છે. સંસારમાં જે બહુ ઊંચા ચારિત્રવાળા ગુરુ હોય, એને આપણા લોકો સદ્ગુરુ કહે છે. પણ ખરેખર એ સદ્દગુરુ ના કહેવાય. એને પ્રકૃતિના ગુણો બહુ ઊંચા હોય, ખાવા-પીવામાં સમતા રહે, વ્યવહારમાં સમતા હોય, વ્યવહારમાં ચારિત્રગુણ બહુ ઊંચા હોય, પણ એને આત્મા પ્રાપ્ત થયેલો ના હોય. એ સદ્ગુરુ ના કહેવાય.
એવું છે ને, ગુરુ બે પ્રકારના. એક ગાઈડ રૂપી ગુરુ હોય. ગાઈડ એટલે એને આપણે ફોલો કરવાનું હોય. એ આગળ આગળ ચાલે મોનિટરની પેઠ. એને ગુરુ કહેવાય. મોનિટર એટલે તમે સમજ્યા ? જેને આપણે ફોલો કર્યા કરીએ. ત્રણ રસ્તા આવ્યા હોય તો એ ડીસાઈડ કરે કે ‘ભાઈ, આ રસ્તે નહીં. પેલે રસ્તે ચાલો.’ એટલે આપણે એ રસ્તે ચાલીએ. એને ફોલો કરવાનું હોય. પણ એ આપણી આગળ જ હોય. બીજે કશે આઘાપાછા ના હોય અને બીજા સદ્ગુરુ ! સદ્ગુરુ એટલે આપણને આ જગતના સર્વ દુઃખોથી મુક્તિ અપાવડાવે. કારણ કે એ પોતે મુક્ત થયેલા હોય ! એ આપણને એના ફોલોઅર્સ તરીકે ના રાખે. અને ગુરુને તો ફોલો કર્યા કરવું પડે આપણે. એના વિશ્વાસે ચાલવાનું. ત્યાં આપણું ડહાપણ નહીં વાપરવું અને ગુરુને સિન્સીયર રહેવું. જેટલાં સિન્સીયર હોય