Book Title: Guru Shishya
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 33
________________ ગુરુ-શિષ્ય ૫૧ પ૨ અલ્યા, એક જ દહાડો, એક જ ટૂંકમાં આટલી બધી અકળામણ કરે છે ?! પણ અકળાયા કરે ! અરે, બીજા કરતાં શ્રીખંડ ઓછો મૂક્યો હોય તો ય અકળાયા કરે ! આ લોકો ચારિત્રબળ ક્યાંથી લાવે ?!. અને એવું હું એક દહાડો બધાને કહ્યું કે “તમને ભાવતું આવે તો તમે તરત જ ચાખીને બીજાને આપી દેજો ને તમને ના ભાવતું તે લેજો.' તો શું થાય ? પ્રશ્નકર્તા : બધા ચાલવા માંડે. દાદાશ્રી : હા, ચાલવા માંડે. “આવજો, દાદા' કહેશે ! જાળીએથી જે' શ્રીકૃષ્ણ કરે પછી !! આ ક્રમિક માર્ગમાં ગુરુઓનું કેવું હોય ? આ જે વ્યવહાર કરીએ છીએ તે જ સાચો છે અને આના કર્તા આપણે છીએ. એટલે આનો ત્યાગ આપણે કરવાનો છે. એવો વ્યવહાર હોય. વ્યવહાર શ્રાંતિવાળો ને “જ્ઞાન” ખોળે છે, તે જડે કંઈ ?! તમને કેમ લાગે છે ? જડે ? પ્રશ્નકર્તા : ના. ગુરુ-શિષ્ય રહેવું હતું ને ! ગુરુ વગર પડી રહેવું હતું કે, જો કૈડકાવાનો ભય છે તો ! નહીં તો ટૈડકાવાનો ખોરાક લેવો જોઈએ. ટૈડકાવાનો ખોરાક ના ચાખવો જોઈએ ? સવારે એ શિષ્યો આવે ત્યારે એમાં બે શિષ્યોએ કહ્યા પ્રમાણે કર્યું હોય અને એક શિષ્યથી ના થયું હોય તે ત્યાં ગુરુ પાસે જઈને બેસે પણ તે મોંઢા પરથી જ સાહેબ ઓળખી જાય કે આણે કશું કર્યું નથી. એનું મોટું જ ‘કશું કર્યું નથી” એવું દેખાય. એટલે સાહેબ મહીં મનમાં ને મનમાં અકળાયા કરે કે ‘કશું કરતો નથી, કશું કરતો નથી.' શિષ્યએ મોઢે ના કર્યું હોય એટલે ત્યાં આગળ એને ટૈડકાવે પછી ! ગુરુની લાલ આંખ થયેલી હોય, આંખ લાલની લાલ રહે. આ શિષ્ય કરે એવો નથી એટલે ગુરુ ચિડાયા કરે અને પેલો શિષ્ય ર્યા કરે. હવે આનો મેળ ક્યારે પડે ?! તેથી ત્યાં ત્રણ જ શિષ્યો, જે એમની પાછળ પડેલા હોય, એટલા જ શિષ્યો પોષી શકે એ. બીજાં બધાં તો દર્શન કરીને જતાં રહે લોકો. ક્રમિક માર્ગમાં ઠેઠ સુધી અકળામણ જાય નહીં. ગુરુ ને શિષ્ય, બેઉને અકળામણ ! પણ આ અકળામણ એ તપ છે, એટલે મોંઢા પર તેજ આવે. કારણ કે છાસિયા સોનાને અકળામણ કરાવીએ પછી થોડું થોડું સુધરતું જાય ને ! સાચું સોનું દેખાતું જાય ને ?! ભેદ ગુરુ-શિષ્ય વચ્ચે... પ્રશ્નકર્તા : સામાન્ય રીતે બહાર ગુરુ-શિષ્ય વચ્ચે અંતર ખરું ને? કે એકાકાર રહે ? દાદાશ્રી : એકાકાર થાય તો તો બેઉનું કલ્યાણ થઈ જાય. પણ શિષ્યથી પ્યાલો ફૂટે તો ગુરુ ચિડાયા વગર રહે નહીં. બાકી ગુરુ-શિષ્ય જો કદી એવા પુણ્યશાળી હોય ને બેઉ એકાકાર રહે તો બેઉનું કલ્યાણ થઈ જાય. પણ એવું રહે નહીં. અરે, ઘડીવાર પોતે પોતાની જાત ઉપર જ એને વિશ્વાસ આવે નહીં એવું આ જગત છે, તો શિષ્યોનો વિશ્વાસ તો આવતો હશે ?! અને એક દહાડો બે પ્યાલા ફોડી નાખ્યા હોય ને, તો ગુરુ આમ લાલ આંખ કર્યા કરે. દાદાશ્રી : રસ્તો જ મૂળ ઊંધો છે ત્યાં ! અને તેથી ક્રમિકમાર્ગના જ્ઞાનીઓને ય ચિંતા અને શિષ્યોને ય ચિંતા ! નર્યો તાપ, તાપ ને તાપ !! ગુરુને ય તાપ !! એ ત્રણ શિષ્યોને જો કહ્યું હોય કે “આજે તમે ચરણવિધિ મોંઢે કરી લાવજો, તમે આટલા પદો મોંઢે કરી લાવજો.” અને પછી એક શિષ્ય હોય તે માથું ખંજવાળે કે હવે ગુરુએ સોંપ્યું તો છે, પણ ક્યારે થશે ?! ઘેર જઈને મોંઢે કરે, પણ પછી થાય નહીં ને, એટલે આખી રાત મનમાં અજંપો થયા કરે. આમ વાંચતો જાય ને કકળાટ કરતો જાય. અને કકળાટ થાય એટલે ગુરુ તરફ અભાવ આવતો જાય કે આવું શું કામ બોજો આપે છે તે ! ગુરુએ કહેલું કરવાનું ના ગમે, એટલે શું થાય ? અભાવ આવે. ક્રમિક માર્ગ જ આનું નામ ! ગુરુ યે મનમાં વિચાર કરે કે ‘આ બધું મોઢે ના કરે તો આજે એને ટેડકાવું.” હવે શિષ્ય ત્યાં જાય ને, તે જતાં જતાં જ એને ફફડાટ રહે કે “શું કહેશે ને શું નહીં, શું કહેશે ને શું નહીં ?!” ત્યારે અલ્યા ગુરુ શું કરવા કર્યા હતા ?! મેલ ને, છાલ. એમ ને એમ

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77