Book Title: Guru Shishya
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 62
________________ દાદાશ્રી : આ તો એવું છે, આ ભરવાડોએ આ વાત ફેલાવેલી. ભરવાડો ઘેટાંને આ વાત કહે છે કે “નુગરો થઈને ના ફરીશ.” ત્યારે ઘેટાં જાણે કે “ઓહોહો ! હું નુગરો નહીં. આપણે કંઠી બંધાવો ! ગુરુ કરો !” તે આ ગુરુ કર્યા. એ ઘેટાં ને પેલા ભરવાડો !! છતાં આ શબ્દ અમારાથી બોલાય નહીં. પણ જ્યાં ઓપન જાણવું હોય ત્યારે એકલું જાણવા માટે કહીએ. તે ય વીતરાગતાથી કહીએ. તેથી અમે શબ્દો બોલીએ છતાં ય રાગ-દ્વેષ ના થાય. અમે જ્ઞાની પુરુષ થયા, અમે જવાબદાર કહેવાઈએ. અમને કોઈ જગ્યાએ સહેજે ય રાગ-દ્વેષ હોય નહીં. પ્રશ્નકર્તા: મને બે-ત્રણ વખત બાવાઓ મળ્યા, તે કહેતા કે “તમે કંઠી બંધાવો.” ના પાડી. મેં કહ્યું, “મારે નથી બંધાવવી.' દાદાશ્રી : હા, પણ પાકા, તે ના બંધાવે ને ! નહીં તો કાચો હોય તો બંધાવે ને ! પ્રશ્નકર્તા: ગુરુની પાસે કંઠી ના બંધાવી હોય, પણ આપણને કોઈ ગુરુ પર ભાવ જાગ્યો હોય, તેનું જ્ઞાન લઈએ, તો કંઠી બંધાવ્યા વગર ગુરુશિષ્યનો સંબંધ સ્થાપિત થયો કહેવાય કે કેમ ? કેટલાંક શાસ્ત્રો ને આચાર્યોએ કહ્યું છે કે નુગરો હોય તો તેનું મોટું પણ ના જોવું. દાદાશ્રી : એવું છે, કે વાડામાં પેસવું હોય તો કંઠી બાંધવી અને છુટા રહેવું હોય તો કંઠી ના બાંધવી. જ્યાં જ્ઞાન આપતા હોય, તેની કંઠી બાંધવી. વાડો એટલે શું કહેવા માગે છે કે પહેલાં તું આ સ્ટાન્ડર્ડ તૈયાર કર ! આ થર્ડ સ્ટાન્ડર્ડ તૈયાર કર, ત્યાં સુધી બીજે ડાફાં ના મારીશ એવું કહેવા માગે છે. બાકી, નગરો શી રીતે કહેવાય ?! નગરો તો આ જમાનામાં કોઈ છે જ નહીં. આ તો નુગરો કોણે કહેલું ?! આ કંઠીવાળા જે ગુરુ છે ને, એમણે નગરો ઊભું કરેલું. એમનામાં ઘરાક ઓછા ના થઈ જાય એટલા હારું. કંઠી ના બાંધેલી હોય તેમાં વાંધો નથી. આ કંઠી તો, એક જાતની મનમાં સાયકોલોજીકલ ઈફેક્ટ ઘાલી દે છે. એટલે આ બધા સાંપ્રદાયિક મતો શું કરે છે ? લોકોને બધી કંઠીઓ જ ઘાલ ઘાલ કરે છે. પછી પેલાને અસર થાય કે “હું આ સંપ્રદાયનો, હું આ સંપ્રદાયનો !” એટલે સાયકોલોજીકલ ઈફેક્ટ થાય છે. પણ એ સારું છે, એ બધું ખોટું નથી. એ આપણને નુકસાનકર્તા નથી. તમારે ‘નુગરા’ની ચિંતા ના કરવી, ‘નુગરો' કહે તો તમારી આબરુ જશે, એમ ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : નુગરાની તમને કેમ ચિંતા થઈ ? પ્રશ્નકર્તા : પેલી કંઠીની વાત આવીને, એટલે. દાદાશ્રી : હા, પણ કંઠી બાંધનારાને એમ કહેવું કે, “આ કંઠી બાંધેલી હું ક્યાં સુધી રાખીશ ? મને ફાયદો થશે ત્યાં સુધી રાખીશ, નહીં તો પછી તોડી નાખીશ.” એવું એમની જોડે શર્ત કરવી જોઈએ. એ પૂછે કે ‘શો ફાયદો જોઈએ છે તમારે ?” ત્યારે આપણે કહીએ, ‘મારા ઘરમાં કકળાટ ના થવો જોઈએ, નહીં તો કંઠી હું તોડી નાખીશ.’ એવું પહેલેથી આમ કહેવું જોઈએ. એવું લોકો કહેતા નહીં હોય ને ? આ તો કકળાટે યુ ચાલ્યા કરે ને કંઠી ય ચાલ્યા કરે. કંઠી બાંધીને ક્લેશ થયા કરતો હોય તો એ કંઠી આપણે તોડી નાખીએ. ગુરુને કહીએ કે, ‘લો, આ તમારી કંઠી પાછી. તમારી કંઠીમાં કશો ગુણ નથી. તમારી કંઠી તમે મંત્રીને આપી નથી. એવી મંત્રીને આપો કે મારે ઘેર વઢવાડો ના થાય.” પ્રશ્નકર્તા : કંઠી બાંધી ના હોય ત્યાં સુધી એવો ઉપદેશ લે તો પણ જ્ઞાન ના ઊતરે એવું એ કહે છે. દાદાશ્રી : લે ! નહીં બાંધો તો તમારે જ્ઞાન નહીં થાય (!) કેટલું બધું ટેડકાવે છે !! આ તો ટૈડકાવી કરીને આ બધાને સીધા કરી નાખે છે !!! કોની વાત તે કોણે ઝાલી ! સારું છે, એ રસ્તે ય લોકોને સીધા કરે છે ને ! છતાં આ લોકો લપસવા નથી દેતા એટલું સારું છે. બાકી, ચઢાવવાની તો વાત જ ક્યાં રહી ?! એ ગુરુ જ ચઢ્યા નથી ને ! ચઢવું કંઈ સહેલી વાત છે આ કળિયુગમાં, દુષમકાળમાં ?! આ ટેકરો પાછો ઊભો સાવ ! પણ લપસી

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77