Book Title: Guru Shishya
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 32
________________ ગુરુ-શિષ્ય પ્રશ્નકર્તા : ગુરુના ઉપદેશથી શિષ્ય મુક્તિ પામી જાય અને ગુરુ ત્યાંના ત્યાં જ રહે એવું ય બને ખરું ?! ૪૯ દાદાશ્રી : હા, એવું બને. ગુરુ ત્યાંના ત્યાં જ રહ્યા હોય ને શિષ્ય આગળ વધી જાય. પ્રશ્નકર્તા : એમાં પુણ્યનો ઉદય કામ કરે છે ?! દાદાશ્રી : હા, પુણ્યનો જ ઉદય ! અરે, ગુરુ શિખવાડે ત્યારે કેટલાંક શિષ્ય તો કહે છે, ‘આવું હોય નહીં !’ ત્યારે એને ‘શું હોય’ એ વિચાર આવે કે ‘આવું હોવું જોઈએ.’ તે તરત જ જ્ઞાન ઊભું થઈ જાય ! ‘આવું હોય નહીં' એવું થયું ના હોત તો એને જ્ઞાન ના થાત. પ્રશ્નકર્તા : ‘આવું હોય નહીં’ એ વિકલ્પ ઊભું કરવાનું એને નિમિત્ત મળ્યું ? દાદાશ્રી : હા, એ નિમિત્ત મળ્યું, બસ ! એટલે એના જ્ઞાનનો ઉદય થયો કે ‘આવું હોય. આવું ના હોય, માટે આવું હોય.' એટલે પુણ્યે જાતજાતનાં ચેન્જ મારી દે છે. પુણ્યે શું ના કરે ! આ પુણ્યાનુબંધી પુણ્ય જોઈએ. ત્યારે સંપૂર્ણ શુદ્ધિ થાય ! ક્રમિક માર્ગમાં વ્યવહાર કેવો છે ? કે ગુરુ પોતે જેટલો ત્યાગ કરે ને, એટલું પેલા શિષ્યોને કરવાનું કહે કે ‘આટલું કરો, આટલો તમે ત્યાગ કરો.’ એટલે ત્યાં તપ-ત્યાગ બધી કસોટીમાંથી પસાર થવું પડે. પણ ગુરુની કૃપાથી એને બીજી મહીં ઉપાધિ લાગ્યા ના કરે અને એ ગુરુનું એમના ગુરુની કૃપાથી ચાલ્યા કરે. પણ આ પાઘડીનો વળ છેડે આવતો નથી, એટલે આમ ને આમ ગાડું ચાલ્યા કરે. બધા ય ગુરુઓ સાફ કરે. એક ગુરુ જો કર્યો હોય એટલે એ ગુરુ તમારો બધો મેલ કાઢી નાખે અને એનો પોતાનો જ મેલ હોય તે તમારામાં મૂકી દે. પછી બીજા ગુરુ મળ્યા તે પાછો આપણો જે મેલ છે એ કાઢી આપે અને પછી એમનો મેલ નાખતા જાય. આ ગુરુ પરંપરા ! ૫૦ ગુરુ-શિષ્ય જેમ કપડું છે, તે એને ધોવા માટે સાબુ ઘાલીએ. આ સાબુ શું કરે છે ? કપડાનો મેલ કાઢે છે, પણ સાબુ પોતાનો મેલ ઘાલે છે. તો સાબુનો મેલ કોણ કાઢે ?! પછી લોક શું કહે ? ‘અલ્યા, સાબુ ઘાલ્યો, પણ ટીનોપોલ નથી નાખ્યો ?” ‘પણ ટીનોપોલ શું કરવા નાખું ?! સાબુથી મેલ કાઢી નાખ્યો ને !’ હવે આ ટીનોપોલ પાવડર હોય છે ને, આપણે ત્યાં ?! તે આપણા લોક શું સમજતા હશે ?! એ એમ સમજતા હશે કે આ કપડાં ધોળાં કરવાની દવા હશે ?! એ તો પેલા સાબુનો મેલ કાઢે છે. પણ હવે ટીનોપોલ પોતાનો મેલ મૂકી ગયો. એને માટે બીજી દવા ખોળી કાઢ તો ટીનોપોલનો મેલ જાય. આ દુનિયામાં દરેક પોતપોતાનો મેલ મૂકતા જાય. આવું ક્યાં સુધી ચાલ્યા કરે ?! જ્યાં સુધી શુદ્ધ સ્ફટીક દવા ના હોય ત્યાં સુધી ! માથે ગુરુ કર્યા નથી અને અહીં આવ્યા એટલે આ ફાયદો થયો. જો ગુરુ કર્યા હોત તો પછી એ એનો મેલ ચઢાવે. એક ફક્ત મેલ કોણ ના આપે ? જ્ઞાની પુરુષ ! એ પોતે મેલવાળા ના હોય, શુદ્ધ સ્વરુપે હોય અને સામાને શુદ્ધ જ બનાવે. બીજી ભાંજગડ નહીં. જ્ઞાની નવો મેલ ના ચઢાવે. એટલે જ્ઞાની પુરુષની પાસે સંપૂર્ણ શુદ્ધિનો માર્ગ છે, તે છેલ્લે જ્ઞાની પુરુષ મળે ત્યારે બધો મેલ ચોખ્ખો થાય ! કમી ચારિત્રબળતી શિષ્યોમાં.... ક્રમિક માર્ગમાં ગુરુ માથે હોય અને શિષ્ય એમની જોડે બે કે ત્રણ હોય, વધારે ના હોય. ખરા શિષ્ય, જે ગુરુના પગલે પગલે પગ મૂકનારા એવા બે કે ત્રણ હોય, એવું આપણા શાસ્ત્રોએ વિવેચન કર્યું છે. એ માર્ગ તો બહુ કઠણ હોય ને ! ત્યાં કહેશે, ‘જમવાની થાળી બીજાને આપી દેવી પડશે.’ ત્યારે કહે, ‘ના સાહેબ, મને પોષાશે નહીં. હું તો મારી મેળે ઘેર જતો રહીશ.’ કોણ ત્યાં ઊભો રહે ! તેથી શાસ્ત્રકારોએ કહ્યું કે ક્રમિકમાર્ગના દરેક જ્ઞાનીઓ પાછળ બે-ચાર શિષ્ય થયા, વધારે થયા નથી કોઈ. પ્રશ્નકર્તા : શિષ્યોમાં એટલું ચારિત્રબળ નથી ? દાદાશ્રી : હા, તે બળ ક્યાંથી લાવે ?! આ બધાનું તો શું ગજું ! બધાને જમાડતા હોય અને એને એકલાને શ્રીખંડ ના મૂક્યો હોય તો અકળાયા કરે.

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77