________________
ગુરુ-શિષ્ય
નથી પળાતું એનું કારણ શું ? આ સામો માણસ જે કહેનાર છે એ પોતે જ પાળતો નથી. હંમેશાં ગુરુ પાળનાર હોય ત્યાં શિષ્ય અવશ્ય પાળે. બાકી, આ બનાવટો છે બધી. પછી પાછાં ગુરુ આપણને કહે, ‘તમારામાં શક્તિ નથી. તમે પાળતા નથી.' અલ્યા, મારી શક્તિ શું કરવા તું ખોળે છે ? તારી શક્તિ જોઈએ. આ બધાને મેં કહી દીધેલું, મારી શક્તિ જોઈએ. તમારી શક્તિની જરૂર નથી.’ અને બહાર બધે તો એવું જ ! જ્યાં ગુરુ થઈ બેઠો હોય, તેને એની પોતાની શક્તિ જોઈએ. પણ આ તો લોકોને તોપને બારે ચઢાવે કે, ‘તમે કશું કરતા નથી !’ અલ્યા ભઈ, કરતો હોત તો તારે ત્યાં હું શું કરવા આવત તે ?! તારે ત્યાં શું કરવા અથડાત તે ?! પણ આ તો કળિયુગનાં લોકોને સમજણ નહીં હોવાથી આ બધું તોફાન ચાલે છે. નહીં તો મારા જેવા જવાબ આપી દે ને ?! ગુરુ જો ચોખ્ખા હોય તો આપણને અવશ્ય થઈ જ જાય અને નથી થતું તો ગુરુઓમાં જ પોલ છે. હા, એક્ઝેક્ટ પોલ છે, આ તમને કહી દઉં !!
૫૭
પોલનો અર્થ હું શું કહેવા માગું છું ? કે ગુરુ ખાનગીમાં બીડી પીતાં હોય તો તમારી બીડી ના છૂટે. નહીં તો કેમ ના બને ?! એક્ઝેક્ટલી બની જવું જોઈએ. બધા ગુરુઓનો પહેલા રિવાજ જ એ હતો. ગુરુ એટલે શું ? કે પોતે બધું જ પાળે એટલે સામાથી સહજ પળાઈ જવાય. એ તમારી સમજમાં આવે ખરું ?!
પ્રશ્નકર્તા : ગુરુ પાળે એટલે આપણાથી પળાઈ જવાય, એ મારા મગજમાં ઊતરતું નથી.
દાદાશ્રી : તો તો એનાં કરતાં ચોપડીઓ સારી. ચોપડીઓ એવું જ કહે છે ને ? ‘આમ કરો, તેમ કરો, ફલાણું કરો.’ તે પેલાં જીવતા કરતાં ચોપડીઓ સારી. જીવતાને તો પાછાં પગે લાગવું પડે આમ !
પ્રશ્નકર્તા : એ નમ્રતા તો કેળવાય ખરી ને ?
દાદાશ્રી : એ નમ્રતાને શું કરવાની ?! જ્યાં આપણને કશું મળે નહીં, આપણી આખી જિન્દગી ત્યાં ને ત્યાં જાય તો ય આપણું લૂગડું કંઈ પલળે નહીં, તો એ પાણી શું કામનું તે ?! એટલે આ બધું યુઝલેસ, વેસ્ટ ઓફ ટાઈમ એન્ડ એનર્જી !
પુર
ગુરુ-શિષ્ય
આપને ના સમજાયું ? હું તમને કહ્યું કે “આ તમે છોડી દો' અને તમારાથી એ છૂટે નહીં એટલે જાણવું કે મારામાં દોષ છે. તમારે ના છૂટે તો તમારે મારામાં દોષ કાઢવો જોઈએ. તમારા બધા પ્રયત્ન લગાડતાં ય નથી છૂટતું, તો એનું કારણ શું ? મારામાં દોષ છે તેથી જ ! હા, એનું કારણ કહેનારમાં દોષ હોવો જ જોઈએ !!
‘તમે આમ કરો, આ કરો’ એવું કોઈ વચનબળવાળો કહે તો ચાલે. આ તો વચનબળ જ નથી, તેથી પેલાનું ગાડું ચાલતું જ નથી. આ તો
એક જાતની કહેવાની કટેવ પડેલી હોય છે.
એ સામર્થ્યતા જ સઘળું સંભાળી લે !
અને બધે ય કાયદો એવો જ હોવો જોઈએ કે ગુરુએ જ કરી આપવું જોઈએ. ગુરુની પાસે લોકો શા માટે જાય છે ? આ તો ગુરુથી થતું નથી એટલે ગુરુઓએ પેલાને માથે ઠોકી બેસાડ્યું કે ‘તમે કંઈક કરો. તમે કરતા નથી, તમે કરતા નથી.' એટલે પછી આપણા લોકો એવું માની બેઠાં. ગુરુઓ ઠપકો આપે છે ને લોક સાંભળે છે ય પાછાં ! અરે, એવાં ઠપકા સાંભળવાના ના હોય. પણ આ ગુરુઓ ખઈખપૂચીને પાછળ પડેલા, તે શિષ્યોને વઢવઢ જ કર્યા કરે છે કે, ‘તમે કશું કરતા નથી, તમે આ કરતા નથી. અમે તમને કહીએ કે તમે આમ કરી લાવો.’
સાધકની દશા તો નરમ હોય. બધા સાધકો કોઈ એવા મજબૂત હોતા નથી. હવે નબળો માણસ તો બીજું શું બતાડે ? નબળાઈ જ બતાડે. તમારે તો એમ કહેવાનું કે, “સાહેબ, તમે જેવું અમારી પાસે માગો છો એવું જ તમે અમને કરી આપો. તમે આવડા મોટા ગુરુપદે બેઠા છો, ને પાછાં મને કરી લાવવાનું કહો છો ? પણ હું તો અપંગ છું, હું તો પાંગળો છું, તમારે મને ઊભો કરી આપવાનો. તમારે મને ખભે ઊંચકી લેવાનો હોય કે મારે તમને ખભે ઊંચકી લેવાના હોય ?!’ એવું ગુરુ પાસે આપણે ના બોલવું જોઈએ ? પણ આપણા દેશના સુંવાળા લોકો તો ગુરુ કહે તો કહેશે, ‘હા, ત્યારે સાહેબ, કાલે કરી લાવીશ.' અલ્યા, આવું ચોખ્ખું કહી દે ને ! આવું ના બોલાય ? કેમ બોલતા નથી ? આ હું કોના પક્ષમાં બોલું છું ? હું કોના પક્ષની વાત કરું છું ?